World

અમેરિકામાં ઈતિહાસનો ચોથો સૌથી શક્તિશાળી ભૂકંપ અનુભવાયો

નવી દિલ્હી: અમેરિકાના (America) ટેક્સાસમાં (Texas) ભૂકંપના (Earthquake) આંચકા અનુભવાતા લોકોમાં ગભરાટ ફેલાયો છે. આ ભૂકંપ રાજ્યના પશ્ચિમ વિસ્તારમાં શુક્રવારે સાંજે આવ્યો હતો. યુએસજીએસ પાસેથી મળતી માહિતી અનુસાર રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.4 માપવામાં આવી છે.

મળતી માહિતી શુક્રવારે સાંજે અમેરિકાના ટેક્સાસ રાજ્યના પશ્ચિમ વિસ્તારમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.4 નોંધાય હતી, લગભગ આ પહેલા આવા ભૂકંપના આંચકા અનુભાવાયા હોય તેવું જાણવા મળ્યું નથી. ઇતિહાસના સૌથી ભારે ભૂકંપના આંચકાઓમાંના એક છે. જો કે, અહીં કોઈ જાનહાનિ કે કોઈપણ પ્રકારના નુકસાનના સમાચાર સામે આવ્યા નથી. યુએસ જીઓલોજિકલ સર્વે (યુએસજીએસ)એ અહેવાલ આપ્યો છે કે ભૂકંપની તીવ્રતા 5.4 માપવામાં આવી હતી અને તે સ્થાનિક સમય અનુસાર 5:35 વાગ્યે આવી હતી.

ભૂકંપનું કેન્દ્ર મિડલેન્ડથી 22 કિલોમીટર ઉત્તર-ઉત્તરપશ્ચિમમાં જમીનથી લગભગ નવ કિલોમીટરની ઊંડાઈએ સ્થિત હતું. મિડલેન્ડમાં નેશનલ વેધર સર્વિસ ઑફિસે અગાઉ ટ્વીટ કરીને ચેતવણી આપી હતી કે તે ટેક્સાસ રાજ્યના ઇતિહાસમાં ચોથો સૌથી મજબૂત ભૂકંપ હશે.

આ ભૂકંપ 1500 લોકોએ અનુભવ્યો
યુએસ નેશનલ વેધર સર્વિસ ઓફિસ દ્વારા કહેવામાં આવ્યું છે કે આ ભૂકંપ ટેક્સાસના ઈતિહાસમાં ચોથો સૌથી શક્તિશાળી ભૂકંપ હતો. યુએસજીએસના રાષ્ટ્રીય ધરતીકંપ માહિતી કેન્દ્રના ભૂ-ભૌતિકશાસ્ત્રી જેન્ના પર્સ્લેએ જણાવ્યું હતું કે ભૂકંપ લગભગ 1,500 લોકોએ અનુભવ્યો હતો. તેમણે કહ્યું કે તે વિસ્તાર માટે આ એક મોટો ભૂકંપ છે. આવી ઘટના તે વિસ્તારમાં ઘણા માઈલ સુધી અનુભાવયો હતો.

પર્સ્લેએ કહ્યું કે આ ભૂકંપથી થયેલા નુકસાન વિશે કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી, પરંતુ તેનાથી દિવાલોના પ્લાસ્ટર અને ડ્રાઇવ વેને નુકસાન થઈ શકે છે. એક મહિના પહેલા પશ્ચિમ ટેક્સાસમાં પણ આવી જ તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. 16 નવેમ્બરે આવેલા ભૂકંપની તીવ્રતા 5.3 માપવામાં આવી હતી અને તેનું કેન્દ્ર મિડલેન્ડથી લગભગ 153 કિમી પશ્ચિમમાં હતું. કોલોરાડોમાં યુએસજીએસના નેશનલ ભૂકંપ માહિતી કેન્દ્રના જીઓફિઝિસ્ટ જેન્ના પર્સ્લેએ જણાવ્યું હતું કે ભૂકંપ 1,500 થી વધુ લોકોએ અનુભવ્યો હતો. તેમણે કહ્યું કે ભૂકંપ પછી ઓછી તીવ્રતાનો બીજો આંચકો અનુભવાયો હતો.

હિમાચલ પ્રદેશના કિન્નૌર જિલ્લામાં ભૂકંપ
આ અગાઉ ભારતના હિમાચલ પ્રદેશમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. કિન્નૌર જિલ્લામાં 3.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આપત્તિ વ્યવસ્થાપન વિભાગના વિશેષ સચિવ સુદેશ મોક્તાએ જણાવ્યું હતું કે ભૂકંપના આંચકા લગભગ 10.2 કલાકે અનુભવાયા હતા અને ભૂકંપનું કેન્દ્ર કિન્નૌરમાં નાકો નજીક ચાંગો લોઅર હતું. ભૂકંપના આંચકા થોડીક સેકન્ડો સુધી રહ્યા હતા, જેના કારણે લોકો ઘરની બહાર આવી ગયા હતા. અધિકારીઓએ જણાવ્યું કે હજુ સુધી જાનહાનિ અંગે કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી.

Most Popular

To Top