કોંગ્રેસે ભારતીય જનતા પક્ષ જેવું કામ કર્યું. વૈચારિક રીતે અલગ એવા આ બે પક્ષોએ જોડાણ નથી કર્યું. પણ કોંગ્રેસે મહારાજા-કેપ્ટન અમરિન્દર સિંહના સ્થાને એક દલિત મુખ્યપ્રધાનને મૂકી આશ્ચર્ય આપ્યું છે. છેલ્લા સાત વર્ષથી ભારતીય જનતા પક્ષ જાદુગર ટોળામાંથી સસલું કાઢે તેવા પ્રયોગો કરવા માટે જાણીતો હતો પણ થાકેલા હારેલા કોંગ્રેસ પક્ષ પાસેથી એવું કંઇ થવાની અપેક્ષા રખાય તેમ ન હતી. વ્યૂહાત્મક રીતે મહત્વના ઉત્તર પ્રદેશની સાથે ચારેક મહિના પછી પંજાબ વિધાન સભાની ચૂંટણી પણ આવી રહી છે તે સમયે ત્રણ વારના ધારાસભ્ય અને પ્રમાણમાં યુવાન દલિત નેતા ચરણજીત સિંહ ચન્નીને મુખ્યપ્રધાનપદે મૂકી કોંગ્રેસે માસ્ટર સ્ટ્રોક માર્યો છે? ચન્ની પંજાબના પ્રથમ દલિત મુખ્યપ્રધાન છે.
તે સ્થાનિક રીતે જ નહીં પણ રાષ્ટ્રીય સ્તરે કોંગ્રેસ ચૂંટણી વિજય પ્રાપ્ત કરવા શું કરી શકે તેનો નિર્દેશ આપે છે. કોંગ્રેસે અપનાવેલું પંજાબ મોડેલ પોતાની દલિત અને પછાત વર્ગની મત બેંક પાછી મેળવવા પર ધ્યાન આપવાની કોંગ્રેસની ચેષ્ટાથી કંઇક વધુ કહી જાય છે. તે પંજાબ લેવાયેલા કઠોર નિર્ણય દ્વારા ખાસ કરીને જૂના જોગીઓ સાથે કેમ કામ લેવું તેની કોંગ્રેસની આંતરિક તાકાતનો પણ પરચો આપે છે. પંજાબમાં 32 ટકા અનુસૂચિત જાતિઓ છે જેમાંથી 1/3 દલિત શીખો છે જે અકાલી દળના ટેકેદાર હોવાનું જાણીતું છે પણ પંજાબમાં બહુવિધ વ્યૂહરચનાથી આયોજન કરીને અમલમાં મુકવા સાથે તમામ વિકલ્પો ખુલ્લા રાખી બધાને સાથે રાખી જે પગલું ભર્યું છે તેમાં ઘણાં નવા તત્વો છે.
કેપ્ટન અમરિન્દર સિંહને તેમની સત્તાનો ઘડો લાડવો કરાયો ત્યાં સુધી અંધારામાં રખાયા હતા? ઘણાને એવું લાગે છે પણ કોંગ્રેસના આંતરિક વર્તુળો કહે છે તેમ કોંગ્રેસના મોવડી મંડળ પ્રમુખે તેમને ધારાસભ્યોના મિજાજ બાબતમાં આગોતરી માહિતી આપી જ હતી. સોનિયા ગાંધીએ તા. 18મી સપ્ટેમ્બરે તેની સાથે ફોન પર વાત કરી ધારાસભ્યોની બેઠક તેમની ઘટતી લોકપ્રિયતા વગેરેની વાત કરી તે પહેલા કોંગ્રેસના પંજાબ પ્રભારી હરીશ રાવતે તા. 17મીએ રાતે ફોનથી કેપ્ટને આ બાબતમાં માહિતી આપવાની કોશિષ કરી હતી પણ ફોન નહીં લાગતા એસ.એમ.એસ. કર્યો હતો.
કેપ્ટને સોનિયા સાથેની ટેલીફોન પર વાતચીત કરતી વખતે બે રસપ્રદ વાત કરી હતી. 1. મને અપમાન જેવું લાગે છે. 2. મારે શું કરવું? દેખીતો જવાબ હતો અને તે મુજબ કેપ્ટને રાજીનામું આપી દીધું. આ ઉપરાંત રાવત, અજય માકેન અને હરીશ ચૌધરીની કેન્દ્રી નિરીક્ષક ટૂકડીને ચંડીગઢ જતી વખતે કહયું હતું કે કેપ્ટનનું માન જળવાય તે રીતે કામ કરજો. રાવતે 11.45 કલાકે મધરાતે ચન્નીની પસંદગીની ટીવટ કરી તેના પછી વિદાય લેતા મુખ્ય પ્રધાનને વિધાનસભાનું વિસર્જન કરવાની ભલામણ કરવાનો પણ મોકો નહીં મળ્યો કારણ કે પક્ષના સંસદ સભ્ય અને કાયદાના પ્રખરકરતા અભિષેક સિંઘવીએ ધારાસભાના વિસર્જનની કેપ્ટન ભલામણ કરે તો શું કાયદાકીય પ્રક્રિયા કરવી તેની પાકી તૈયારી કરી જ રાખી હતી.
કોંગ્રેસને દલિત મુખ્યપ્રધાન મુકવાની ફરી સત્તા મેળવવામાં મદદ મળશે કે કેમ અને તેની બીજા રાજયો પર અસર પડશે કે કેમ તે અત્યારે કહેવાનું મુશ્કેલ છે પણ હકીકત એ જ રહે છે કે કેપ્ટન સિંઘ સહિત પંજાબમાં કોઇ કોંગ્રેસી નેતા ચન્નીનો વિરોધ નહીં કરી શકે કારણ કે પંજાબ વિધાનસભાની 170 બેઠકોમાંથી અનામત રખાયેલી 34 બેઠકો ઉપરાંત અન્ય ઘણા મત વિસ્તારોમાં દલિતો મહત્વની ભૂમિકા ભજવે છે.કોંગ્રેસે દલિત પત્તું ઉતરી અન્ય રાજકીયપક્ષો સામે બાજી મારી લીધી છે. કારણ કે અન્ય તમામપક્ષો પણ દલિતોને રીઝવવાના પ્રયાસો કરતા હતા.
અકાલી દળ બહુજન સમાજ પક્ષનું જોડાણ આ દિશામાં એક મહત્વનું પગલું હતું જયારે આમ આદમી પક્ષે એક દલિતને નાયબ મુખ્યપ્રધાનપદે મુકવાનું વચન આપ્યું હતું. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે અનામત બેઠકોમાંથી 21 બેઠકો મેળવી હોવાથી આ શુભ આરંભ હતો. બીજી મહત્વની વાત એ છે કે કોંગ્રેસ મોવડી મંડળ હવે દાબીને કામ કરવાનું શરૂ કરે છે. ચંડીગઢમાં જે કંઇ રંધાયું તેના પર સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને મહામંત્રી કે.સી. વેણુગોપાલ ચાંપતી નજર રાખી રહયા હતા અને ચન્નીનું નામ રાહુલે આપ્યું હતું. આના પરથી એવી છાપ ઉપસી છે કે મોવડી મંડળ જરૂર પડે કઠોર નિર્ણય લેતા ખંચકાતું નથી.
કેપ્ટન એક ખંધા અને જૂના જાેગી રાજકારણી છે. કોંગ્રેસના મોવડીઓને રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોત સાથે કરાયો તેવો વ્યવહાર કરવાનું પાલવે નહીં પણ મોવડી મંડળે બધાને સંદેશો પાઠવી દીધો છે. સખણા રહેજો. પક્ષના નવા પ્રમુખ કોણ બને તેનો ઉકેલ પણ આ ઘટનામાંથી મળતો લાગે છે. ગાંધી ભાઇ-બહેનનો હાથ ઉપર લાગે છે. પંાજબનો પ્રયોગ કેટલો સફળ થાય તે જોયા પછી અન્યત્ર અમલમાં મુકાવાની સંભાવના છે. પહેલો પડકાર એ છે કે ચન્ની જૂથવાદ અને જ્ઞાતિવાદથી ખદબદતા પંજાબમાં સરળતાથી કામ કરે છે કે નહીં અને બીજો પડકાર એ છે કે તેનાથી કોંગ્રેસને રાજયમાં સત્તા ફરી મળે છે કે નહીં.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.