સમૂહો દ્વારા કોવિડ-19 વધુ ફેલાવવાનો જોખમ ઉભો થઈ રહ્યો છે ત્યારે તેને રોકવા સરકારે એક યોજના તૈયાર કરી છે. કેરળ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, પંજાબ, કર્ણાટક, તેલંગાણા જેવા રાજ્યોમાં સાથે જ દિલ્હી અને લડાખમાં ગીચ વિસ્તારમાં આ પ્રકારનું જોખમ ઉભું થયું છે.
ક્લસ્ટર ચેપ ફેલાતા અટકાવવા બનાવેલી યોજનામાં નિર્ધારીત ભૌગોલિક ક્ષેત્રની અંદર બીમારીને અટકાવી દેવામાં આવશે જેથી તે નવા વિસ્તારોમાં ન ફેલાય, આ માટે કેસોની પહેલાંથી જ ઓળખ કરવામાં આવશે. એ વાતની નોંધ લેતા કે લોકલ ટ્રાન્સમિશનથી સમૂહોમાં ચેપ ફેલાશે.
આરોગ્ય મંત્રાલયે કહ્યું હતું કે હવે 211 જિલ્લાઓમાં કોવિડ-19 કેસો નોંધાયા છે, આ બીમારી મોટા પ્રમાણમાં ફેલાય તેનું જોખમ બહુ ઉચ્ચ છે. ભારતે સંભાવિત પરિદ્રશ્ય મુજબ વ્યૂહનું પાલન કરવું પડશે. મુસાફરીથી સંબંધિત કેસ ભારતમાં નોંધાયા છે, કોરનાના સ્થાનિક ચેપના કેસ નોંધાયા છે. કોવિડ-19 બીમારી વ્યાપક રીતે સમુદાયોમાં ફેલાય અને ભારતમાં કોવિડ-19 સ્થાનિક બની જાય તેવા સંભાવિત પરિદ્રશ્યનું ધ્યાન રાખવું પડશે, એમ મંત્રાલયે કહ્યું હતું.
મંત્રાલયના દસ્તાવેજ મુજબ ‘બીમારીને મોટા પ્રમાણમાં ફેલાવતા અટકાવવા ભૌગોલિક ક્વૉરન્ટીનનું વ્યૂહ લાગુ કરાશે જેમાં એક મોટા વિસ્તારમાં જ્યાં કોવિડ-19નો મોટો ફેલાવો થયો હોય ત્યાંથી લોકોને બહાર નીકળવા અને તેમાં પ્રવેશવા પર પ્રતિબંધ લગાવાશે. સામાન્ય ભાષામાં એવા વિસ્તારો જ્યાં કોવિડ-19નો મોટો ફેલાવો થયો હોય ત્યાં ભૌગોલિક ક્વૉરન્ટીન કરવામાં આવશે.
આ યોજનામાં સોશિયલ ડિસ્ટેન્સીંગ, સક્રિય જાપ્તામાં વધારો કરવો, સમસ્ત શંકાસ્પદ વ્યક્તિનું ટેસ્ટીંગ કરવું, લોકોને આઈસોલેશનમાં મૂકવા, પૉઝિટિવ કેસોના સંપર્કમાં આવેલા લોકોને ક્વૉરન્ટીન કરવા અને લોકોમાં જાગરૂકતા લાવવી સામેલ છે.