SURAT

‘આવો ગુનો કરનારને છોડી શકાય નહીં’, 240 કરોડના બોગસ બિલિંગ કેસમાં કોર્ટે અડાજણના આ કૌભાંડીના જામીન નકાર્યા

સુરત: રૂપિયા 240 કરોડનાં બોગસ બિલિંગ કૌભાંડમાં (Bogus billing scam) સંડોવાયેલા આરોપીએ કરેલી જામીનઅરજીને (Bail application) સુરતની ચીફ કોર્ટે (Chief Court of Surat) નામંજૂર કરતો હુકમ (Order) કર્યો હતો. કોર્ટે કહ્યું હતું કે, આરોપીએ ખૂબ મોટો આર્થિક ગુનો (Economic crime) કર્યો છે. આ ઉપરાંત પબ્લિકના મનીનો દુરુપયોગ થયો છે. આવા ગંભીર કેસમાં આરોપીને જામીન આપી શકાય નહીં.

  • રૂપિયા 240 કરોડના બોગસ બિલિંગ કૌભાંડમાં આરોપીની જામીનઅરજી નામંજૂર
  • આર્થિક ગુના ઉપરાંત પબ્લિકના રૂપિયાનો દુરુપયોગ કર્યો છે : કોર્ટનું તારણ

આ કેસની વિગત મુજબ અડાજણ પાટિયા પાસે રહેતા સમદ કાપડિયાએ (Samad Kapadia) કુલ 21 જેટલી બોગસ પેઢી (Bogus company) બનાવીને રૂપિયા 240 કરોડનું બોગસ બિલિંગ કર્યું હતું. ત્યારબાદ સમદ કાપડિયાએ સરકાર પાસેથી રૂ.26.77 કરોડની ઈનપુટ ટેક્સ ક્રેડિટ (Input tax credit) પણ ઉસેટી લીધી હતી. આ અંગે સેન્ટ્રલ જીએસટી (GST) દ્વારા સમદ કાપડિયાની સામે ફરિયાદ નોંધીને તેની ધરપકડ (Arrest) કરવામાં આવી હતી. જેલમાં બંધ સમદ કાપડિયાએ જામીનમુક્ત થવા માટે કોર્ટમાં અરજી કરી હતી. જેની સામે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ જામીનઅરજીનો વિરોધ કરતાં દલીલો કરી હતી કે, આરોપીએ સરકાર સાથે ઠગાઇ કરી છે.

આ કેસમાં સીજીએસટીએ સોગંદનામું કર્યું છે અને તપાસ હજી ચાલી રહી છે. ત્યારે આરોપીને જામીન આપી શકાય નહીં. જો આરોપીને જામીન આપી દેવામાં આવે તો પુરાવા (Proof) સાથે ચેડાં થવાની પણ શક્યતા છે. કોર્ટે બંને પક્ષોની દલીલો બાદ સમદ કાપડિયાની જામીનઅરજી નામંજૂર કરી હતી. કોર્ટે ચુકાદામાં લખ્યું કે, ઇકોનોમિક ઓફેન્સ છે, અને પબ્લિકના મનીનો (Public money) દુરુપયોગ થયો છે એટલે આવા ગંભીર કેસમાં જામીન આપી શકાય નહીં.

Most Popular

To Top