શહેરા: શહેરામા આરોગ્ય વિભાગ દ્વારા નગર વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ વધે નહીં અને રોગચાળો વકરે નહીં તે માટે દવાનો છંટકાવ કરવા સહિતની કામગીરી કરવામાં આવી હતી.ગ્રામીણ વિસ્તારમાં મચ્છરનો ઉપદ્રવ ઘટે અને મેેલેરીયા સહિતની અન્ય બીમારીમાં લોકો સપડાઈ નહીં તે પહેલા આરોગ્ય વિભાગ જન જન સુધી પહોંચે તે પણ જરૂરી છે. શહેરામા આરોગ્ય વિભાગના અર્બન હેલ્થ સેન્ટર દ્વારા નગરના વિવિધ વિસ્તારોમાં મચ્છરોનો ઉદભવ અટકાવવા માટે ની કામગીરી શરૂ કરવામાં આવી હતી. મેલેરિયા, ડેન્ગ્યુ , ચિકનગુનિયા તેમજ પાણીજન્ય રોગો અટકી શકે તે માટે નગરજનોને સમજણ આપવા સાથે ઘરમાં સ્વચ્છતા રાખવા માટે અપીલ કરી હતી. ગ્રામીણ વિસ્તારમાં મચ્છરનો ઉપદ્રવ ઘટે અને મેેલેરીયા સહિતની અન્ય બીમારીમાં લોકો સપડાઈ નહીં તે પહેલા આરોગ્ય વિભાગ જન જન સુધી પહોંચે તે પણ જરૂરી છે.
હાલની પરિસ્થિતિમાં ખાનગી દવાખાનાઓમાં જે રીતે દર્દીઓની સંખ્યા જોવા મળી રહી હોય ત્યારે આરોગ્ય વિભાગ પણ આ બાબતને ગંભીરતાથી લેવામાં આવી હશે કે નહીં, જ્યારે રોગચાળો માથુ ઉચંકે નહી તે માટે આરોગ્ય વિભાગ કામગીરી કરે તેમ લોકો પણ ઈચ્છી રહયા છે.આરોગ્ય વિભાગની ટીમ દ્વારા નગરના અણીયાદ ચોકડી વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ વધે નહિ તે માટે દવાનો છંટકાવ કરવા સહિત ની કામગીરી કરવામાં આવી હતી. કોરોના કાબૂાં આવી ગયો છે. પરંતુ તે બાદ તરત જ પાણીજન્ય અને મચ્છરોથી થતા રોગોમાં વધારો થવા લાગ્યો છે. ડેન્ગ્યુ અને ચીકનગુનિયા સાથે મેલેરિયાનો રોગ ચાળો પણ શરૂ થયો હોવાના પગલે પાલિકા દ્વારા શહેરામાં દવાનો છંટકાવ કરી સાવચેતીના પગલા લેવામાં આવી રહ્યા છે.