Vadodara

શહેરના ડિસ્કો રોડ માત્ર થોડા અંતરે જ 40 ખાડા

વડોદરા: વડોદરા શહેર મા રવિવારે દિવસભર છૂટોછવાયો વરસાદ બાદ ખાસ વરસાદ પડ્યો નથી. પરંતુ એક દિવસ પહેલા પડેલા ભારે વરસાદ ને કારણે શહેર ના અનેક વિસ્તારો મા પાણી ભરાઈ ગયા હતા. જ્યારે કેટલાક વિસ્તારો મા હજુ પણ પાણી ભરાયેલા રહેતા લોકો હેરાન પરેશાન જોવા મળ્યા હતા. જે વિસ્તાર મા પાણી ભરાયા છે ત્યાં ની સમસ્યા નિવારવા બીજા દિવસે નગરસેવકો કામે લાગ્યા છે. તેમજ કેટલાક વિસ્તારો મા પ્રજાએ નગરસેવકો ને ભગાડી ને પોતાનો રોષ મીડિયા સમક્ષ વ્યક્ત કર્યો હતો બે દિવસ બાદ પાણી ન ઉતરતા કેટલાક રોડ, ઘર, દુકાનોમા લાખોની નુકશાની અને ખાનાખરાબી થઇ હોવા છતાં શહેર ના એકપણ નેતા જાત તપાસ માટે ન આવતા નગરજનો પાલિકા ના નગરસેવકો, અધિકારીઓ અને નેતા ઓ પર લાલઘુંમ જોવા મળ્યા હતા. શહેર ના ગેડા સર્કલ થી સેન્ટ્રલ મોલ સુધી મોટામસ ખાડા જોવા મળ્યા હતા.

જ્યારે ગોરવાનો દશામાં વિસ્તાર હજુ પાણી મા ગરકાવ જોવા મળતા દશામાંના દર્શન કરવા આવતા ભાવિકો પણ મુંજવણમા મુકાઈ ગયા હતા. લક્ષ્મીપુરા રોડ સહિત સૌથી વધારે પરિસ્થિતિ પશ્ચિમ વિસ્તાર મા ખરાબ જોવા મળી હતી કારણ કે બે દિવસ પછી પણ ન સુધરતાં પાલિકાની પ્રિ મોન્સૂનની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે.જ્યારે નેશનલ હાઇવે પર પણ મસમોટા ખાડા પડી જતા વાહન ચાલકો ને ભારે મુશ્કેલી નો સામનો કરવો પડે છે. આમ શહેર ના મોટા ભાગના ડિસ્કો રોડ બની જતા વાહન ચાલકો, નાગરિકો ભારે હેરાન થતા જોવા મળ્યા છે. બે દિવસ બાદ પણ તંત્ર પ્રાથમિક ધોરણે ખાડા પુરવા આવ્યું નથી કારણ કે પાલિકા તંત્ર આ ખાડા ના કારણે કોઈનો ભોગ લેવાયા બાદ જાગશે તેવું લાગી રહીયુ છે.

શહેરના સીમાડે આવેલા હાઇવેનો રોડ ખખડધજ : ઠેર ઠેર ખાડાથી લોકોને હાલાકી
વડોદરા : શહેરના સીમાડે આવેલ વિવિધ હાઇવે ચોકડીઓ નજીક ના હાઇવે પર ખાડા ઓ પડી જતા મોટા વાહન ચાલકો ને ભારે પરેશાની નો સામનો કરવો પડે છે. હાઇવે પર મસમોટા ખાડાઓ પડી જતા રોડ ની કામગીરી સામે અને સવાલો ઉભા થયા છે. રોડ બનાવનાર અને સરકારી બાબુ ઓની મિલીભગત ની પોલ આ ખાડાઓ એ ઉઘાડી પાડી દીધી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બર-૨૦૨૧માં દેશના માર્ગ અને મકાન મંત્રી નીતિન ગડકરીએ દુમાડ ચોકડી પાસે ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટે નેશનલ હાઇવે ઓથોરિટિ દ્વારા તૈયાર કરેલા પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કર્યું હતું અને આ ફ્લાયઓવર તૈયાર થઇ જતાં તા.૨ જૂને જ નીતિન ગડકરીએ તેનું ઉદ્ધાટન કર્યું હતું. જો કે આ સર્વિસરોડ તેમજ બ્રિજની ગુણવત્તા સામે હવે પ્રશ્નો ઉઠી રહ્યા છે. બ્રિજના લોકાર્પણના માત્ર દોઢ મહિનામાં જ ભ્રષ્ટાચારના ગાબડાં બહાર આવી ગયા છે.અમદાવાદથી સુરત તરફ જતા બ્રિજ માટે કરાયેલું માટીનું પુરાણકામ અને તેની ઉપર સિમેન્ટ કોન્ક્રિંટનું આઇપીએસ હલકી કક્ષાનું બનાવ્યું હોવાથી તે તૂટી જતા મોટા ગાબડાં સ્પષ્ટ જોઇ શકાય છે.

જ્યારે સુરત તરફથી આવતાં વાહનો સર્વિસ રોડ પરથી પસાર થાય તે રોડ પર પણ મોટા ખાડા પડી ગયા છે. સુરતથી અમદાવાદ તરફ જતા બ્રિજ ઉપર પણ ખાડા પડી જતા ત્યાં પાણી ભરાઇ ગયા છે.નેશનલ હાઇવે ઓથોરિટિ દ્વારા તૈયાર કરવામાં આવેલા આ બ્રિજની ડિઝાઇન ઉપરાંત ગુણવત્તા અંગે અગાઉથી જ પ્રશ્નો ઉઠતા હતા પરંતુ જ્યારે ફ્લાયઓવર તૈયાર થયો તેના માંડ દોઢ મહિનામાં જ બ્રિજ પર મોટા મોટાં ગાબડા પડી જતા વાહનચાલકો તેમજ રહીશોમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે.

Most Popular

To Top