વડોદરા : શહેરમાં ઠેર ઠેર દુષિત પાણીની સમસ્યાથી વડોદરાના નગરજનો ત્રાહિમામ પોકારી ગયા છે. જ્યાં જુવો ત્યાં દુષિત પાણી અને ગંદકીને લઈને શહેરીજનોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ દુષિત પાણી સમસ્યાનો કોઈ નિરાકરણ આવતું નથી. હજુ તો એક દિવસ અગાઉ જ વોર્ડ સાતમાં પાણી નહી આવવાની સમસ્યાથી નગરસેવકના ઘરે કલાકો સુધી ઘેરાવો કર્યો હતો અને બાદમાં એજ નગરસેવકની સાથે રાખીને વોર્ડ ઓફિસમાં તાળાબંધી કરવામાં આવી હતી. પરિણામે વડોદરાવાસીઓને હાલાકીનો સામનો વેઠવો પડી રહ્યો છે.
નાગરવાડા પટેલ ફળિયાના રહીશોએ એક દિવસ અગાઉ જ વોર્ડ ઓફિસને તાળાબંધી કરવામાં આવી હતી તે છતાં પણ હજુ સુધી કોઇપણ નગરસેવક તે વિસ્તારમાં જોવા સુધ્ધા ગયા નથી કે તેમની સમસ્યા પૂછી નથી. અને સમસ્યા તો ઠેર ઠેર જ રહી છે. પાણીતો આવતું થઈ ગયું પણ પાણીતો દુષિત અને ગંદુ પાણી આવી રહ્યું છે એ પણ એક સમસ્યા તેમની માટે ઉદ્ભવી છે. જોકે આ મગર જેવી જાડી ચામડીના આ પદાધિકારીઓને આવી કોઈ સમસ્યાથી ફારક પડતો નથી તે તેમની મસ્તીમાં જ હોય છે.
જો અધિકારી ઓફિસમાં સમયસર રહેતા નથી તે ફિલ્ડ માં રહે છે તો આ ગંદુ પાણી શોધવા જાય છે કે ખાલી વિસ્તારમાં લટાર મારવા જાય છે કે પછી કોઈ ચાની લારી પર ચૂસકી મારવા જાય છે તેવું લોક મુખે ચર્ચાય રહ્યું છે. નાગરવાડા પટેલ ફળિયાના રહીશોએ તાળાબંધી કરી તે સમયે પણ દરેક નગરસેવકોને ફોન કર્યા પણ એક પણ નગરસેવક આ વિસ્તારમાં ગયા નહોતા ફક્ત ગયા તો સૌથી નાની વયના નગરસેવક એવા ભૂમિકાબેન રાણા ગયા હતા અને તેમની સમસ્યાનું નિવારણ કરવા માટે પ્રયાશો કર્યા હતા તેવું વિસ્તારનાં રહીશોએ જણાવ્યું હતું.