Vadodara

ધો.10-12 સીબીએસસીનું પરિણામ જાહેર

વડોદરા : બે વર્ષ બાદ ધોરણ 10 અને 12ની સીબીએસસી બોર્ડની યોજાયેલ પરીક્ષાનું પરિણામ શુક્રવારે જાહેર થયું. વડોદરા શહેર જિલ્લામા આવેલી સીબીએસસીની 56 શાળાઓના ધોરણ 10 અને 12ના 13,300થી વધુ વિધાર્થીઓએ પરીક્ષા આપી હતી . વડોદરા શહેર જિલ્લાનું અંદાજીત પરિણામ 90 ટકા જેટલું આવ્યું છે. એપ્રિલથી જૂન મહિના સુધી લેવાયેલ સીબીએસસી બોર્ડની ધોરણ 10 અને 12 ની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં કોરોનાનેપગલે 30 ટકા સિલેબસ ઓછો કરવામાં આવ્યો હતો. શુક્રવારે સીબીએસસી બોર્ડના જાહેર કરાયેલા પરિણામોમાં આ વર્ષે પણ છોકરાઓ કરતા છોકરીઓએ મેદાન માર્યું હતું.

આઈઆઈટી આશ્રમમાં માર્ગદર્શન મેળવતી અને બ્રાઇટ દે સ્કૂલ વાસણા ખાતે અભ્યાસ કરતી હેલી બેરાએ સમગ્ર દેશમાં બીજો ક્રમાંક મેળવ્યો છે. તેણે 500 માંથી 499 ગુણ મેળવ્યા છે અંગેજી, સંસ્કૃત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન એમ ચાર વિષયમાં 100 માંથી 100 ગુણ મેળવ્યા છે.જયારે મેથેમેટિક્સ સ્ટાન્ડર્ડ વિષયમાં 100 માંથી 99 ગુણ મેળવ્યા છે. આમ તેણે વડોદરાને ગૌરવ વધાર્યું છે. સી.બી.એસ.ઈ ધોરણ 10 નું પરિણામ જાહેર કરવામાં આવેલ હતું. જેમાં બી.આર.જી ગ્રુપ સંચાલિત ઊર્મિ સ્કૂલ સી.બી.એસ.ઈ નું ધોરણ 10 નું 100 % પરિણામ આવ્યું છે.

ઊર્મિ સ્કૂલ ખાતે થી 76 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ઊર્મિ સ્કૂલ ખાતે ધોરણ 10 સી.બી.એસ.ઈ માં ચૌહાણ ખુશાલી અભ્યાસ કરે છે.તેણે82 ટકા ગુણ મેળવ્યા છે. સી.બી.એસ.ઈ દ્વારા દિવ્યાંગ બાળકો માટે પણ બોર્ડ પરીક્ષોમાં સામાન્ય બાળકો જેવા જ ઉત્તીર્ણ માર્ક રાખવામાં આવે છે. ત્યારે ખુશાલી સી.બી.એસ.ઈ ધોરણ 10 બોર્ડ ની પરીક્ષા કોમ્પ્યુટર દ્વારા પોતાની જાતે આપવામાં આવેલ હતી જેમાં ખુશાલી ચૌહાણે 82% પ્રાપ્ત કરી ને ધગશ અને એકાગ્રતા નું ઉત્તમ ઉદાહરણ આપ્યું છે. ખુશાલી ચૌહાણ બંન્ને આંખે થી સંપૂર્ણ અંધત્વ ધરાવે છે. ખુશાલી બ્રેઇલ લિપિ દ્વારા પોતાનો અભ્યાસ કરે છે. ત્યારે આજે સી.બી.એસ.ઈ બોર્ડ પરીક્ષામાં ઝળહળતી સફળતા ખુશાલીએ મેળવી છે.

શહેરની પ્રિન્સ અશોકરાજે ગાયકવાડ CBSE માધ્યમિક શાળા ધોરણ 10 ની પરીક્ષામાં કુલ 83 ઉમેદવારોએ હાજરી આપી હતી અને શાળાએ ધોરણ 10નું 100 ટકા ટકા પરિણામ પ્રાપ્ત કર્યું હતું. તમામ વિદ્યાર્થીઓએ પરીક્ષા પાસ કરી, 83 વિદ્યાર્થીઓમાંથી 14 વિદ્યાર્થીઓએ 90 ટકાથી ઉપર અને 19 વિદ્યાર્થીઓએ 80 ટકા મેળવ્યા છે. ધોરણ 12ના કુલ 73 વિદ્યાર્થીઓએ CBSE ઉચ્ચતર માધ્યમિક શાળાની વિજ્ઞાન અને વાણિજ્ય પ્રવાહની પરીક્ષા આપી હતી જેમાંથી વિજ્ઞાન પ્રવાહના 3 વિદ્યાર્થીઓએ 90 ટકાથી ઉપર અને 10 વિદ્યાર્થીઓએ 80 ટકાથી ઉપર તેમજ વાણિજ્ય પ્રવાહના 1 વિદ્યાર્થીએ 90 ટકાથી વધુ ગુણ મેળવ્યા હતા અને 9 વિદ્યાર્થીઓએ 80 ટકાથી ઉપર મેળવ્યા છે. ધોરણ12 વિજ્ઞાન પ્રવાહમાં અંશ પટેલ 96.6 ટકા અને સામાન્ય પ્રવાહમાં સ્તુતિ બેહેરી 94.2 ટકા મેળવી શાળામાં ટોપર થયાં છે.

Most Popular

To Top