નવી દિલ્હીઃ પાકિસ્તાન 2025 ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની કરી રહ્યું છે પરંતુ આ ટૂર્નામેન્ટ પાકિસ્તાનમાં યોજાશે કે નહીં તે હજી સુધી સ્પષ્ટતા થઈ નથી. ચેમ્પિયન્સ ટ્રોફીનો સંભવિત કાર્યક્રમ આવી ગયો છે. પાકિસ્તાન દ્વારા આઈસીસી (ICC)ને મોકલવામાં આવેલા ડ્રાફ્ટ શિડ્યૂલ મુજબ ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ લાહોરમાં રમાવાની છે પરંતુ બીસીસીઆઈ (BCCI)એ આઈસીસીને સ્પષ્ટ કરી દીધું છે કે ટીમ ઈન્ડિયા કોઈ પણ સંજોગોમાં પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફીની ટુર્નામેન્ટ રમવા નહીં જાય. હવે આ મામલે એક નવું અપડેટ સામે આવ્યું છે, જે ખરેખર આશ્ચર્યજનક છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર આઈસીસીએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પાસેથી હાઇબ્રિડ મોડલની ભારતની ઓફર પર જવાબ માંગ્યો છે. બીજી તરફ બીસીસીઆઈએ સ્પષ્ટ કર્યું છે કે ભારત સરકારે સુરક્ષા કારણોસર ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન મોકલવાનો ઈન્કાર કરી દીધો છે. તાજેતરમાં જ પાકિસ્તાનમાં બોમ્બ બ્લાસ્ટ થયો હતો, જે બાદ ભારતીય ટીમનું પાકિસ્તાન જવું લગભગ અશક્ય બની ગયું હતું.
પાકિસ્તાનના ઈતિહાસ પર નજર કરીએ તો ટીમ ઈન્ડિયા માટે ત્યાં ન જાય તે જ સારું છે. જોકે, પાકિસ્તાન સતત ભારતને ચેમ્પિયન્સ ટ્રોફી રમવા માટે વિનંતી કરી રહ્યું છે. અહેવાલ છે કે ભારતે આઈસીસી સાથે હાઇબ્રિડ મોડલમાં ચેમ્પિયન્સ ટ્રોફી યોજવા અંગે વાત કરી છે. આઈસીસીએ આ અંગે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) પાસેથી જવાબ માંગ્યો છે.
આ દેશમાં ટુર્નામેન્ટ રમાય તેવી સંભાવના
જો પાકિસ્તાન હાઇબ્રિડ મોડલની ભારતની ઓફર સ્વીકારે નહીં તો સમગ્ર ટૂર્નામેન્ટ દક્ષિણ આફ્રિકામાં રમાઈ શકે છે. ઘણા અહેવાલોમાં આ વાત કહેવામાં આવી છે. જો પાકિસ્તાન ભારતની વિનંતીને સ્વીકારે છે અને આ વૈશ્વિક ટૂર્નામેન્ટ હાઇબ્રિડ મોડલમાં યોજાય છે, તો ટીમ ઈન્ડિયા તેની મેચો દુબઈમાં રમશે. ઘણા અહેવાલોમાં આ વાત કહેવામાં આવી છે. હવે સ્પષ્ટ છે કે ભારત જીતે અને પાકિસ્તાન હારે બંને સંજોગોમાં.