Charchapatra

કોંગ્રેસના વરિષ્ઠ ધારાસભ્યનો બેફામ વાણીવિલાસ

તાજેતરમાં ગુજરાતના અગ્રગણ્ય અખબારોમાં એક સમાચાર બહુ ચર્ચાસ્પદ બન્યા છે અને સમાચાર એ છે કે કર્ણાટક વિધાન સભાના ભૂતપૂર્વ અધ્યક્ષ અને કોંગ્રેસના વરિષ્ઠ ધારાસભ્ય શ્રી કે. આર. રમેશકુમારે બળાત્કાર વિશેની પ્રતિક્રિયા આપતાં બેફામ વાણીવિલાસ કર્યો છે અને સમગ્ર દેશમાં એનો ઉગ્ર વિરોધ થયો છે. એ નેતાને એટલું પણ દુ:ખ નથી કે બળાત્કારની પીડા અને વ્યથા કેટલી પીડાજનક હોય છે.બળાત્કારની વ્યથા તો જેની ઉપર વીતી હોય એને જ ખબર પડે. આ નેતાએ અસભ્ય શબ્દો વાપરી આખા સ્ત્રીસમાજની ગરિમાને ઠેસ પહોંચાડી છે. આવા બેલગામ નેતાઓને કડી સજા થવી જ જોઈએ. જ્યારે આપણે જાહેરમાં કોઈ પણ વિષયની પ્રતિક્રિયા આપવી હોય તો, બોલતાં પહેલાં સો વખત વિચારી લેવું જોઈએ કે, આ વિધાનના આઘાત પ્રત્યાઘાત શું પડશે. આપણે નેતા બની ગયા એટલે ગમે તેવો બકવાસ કે વાણીવિલાસ કરવો એ લાજમી છે? એ વિચારી લેવું જોઈએ.આ લોકો જનતાના સેવક નથી,પરંતુ માત્ર ખુરશીદાસો જ છે. ટૂંકમાં દરેક વ્યક્તિએ “વાણી અને પાણી”નો બેફામ ઉપયોગ કરવાને બદલે,તેનો વ્યય ના થાય એ રીતે વર્તવું જોઇએ.
હાલોલ   – યોગેશ આર. જોષી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top