Charchapatra

વળતરની રકમ કેવી રીતે આપવી તે મોટો પડકાર

કોરોનાથી મોતનો ભોગ બનેલાઓનાં કુટુંબીઓને વળતર આપવાનું સુપ્રીમ કોર્ટે સરકારને જણાવ્યું હતું. હવે સરકારે વળતરની રકમ તો નક્કી કરી દીધી છે. પરંતુ તંત્ર સામે હવે મોટો પડકાર એ રહેશે કે પીડિતો સુધી આ રકમ અને એટલી જલ્દી કેવી રીતે પહોંચાડવી. સૌથી મોટી અડચણ એ હશે કે કોરોનાથી થયેલા મોતનો સાચો આંકડો ઉપલબ્ધ નથી. અનેક રાજય સરકારો પર આક્ષેપ છે કે તેઓએ મોતના આંકડા છૂપાવ્યા છે. અનેક લોકોના ડેથ સર્ટિફિકેટ પર મોતનું કારણ કોરોના હોવાનું લખવામાં નથી આવ્યું. આ ઉપરાંત એવા ગરીબ લોકોની સંખ્યા ખૂબ છે જેઓના હોસ્પિટલ પહોંચતાં પહેલાં જ મૃત્યુ થઇ ગયાં હતાં. આવી પરિસ્થિતિમાં રાજય સરકારો વળતર આપવામાં કેટલી તત્પરતા દાખવશે? અને આવાં પીડિતોને કેવી રીતે વળતર મળશે?
પાલનપુર  – મહેશ વી. વ્યાસ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top