National

ખેડૂતો વિફર્યા, 12મી ઓક્ટોબરે લખમીપુરમાં કરશે આ કામ: સરકારની ચિંતા વધી

લખમીપુર ખેરીમાં ગયા રવિવારે તા. 3 ઓક્ટોબરના રોજ બનેલી હિંસક ઘટના બાદ હવે દેશભરના ખેડૂતો એકજૂટ થયા છે. આજે ખેડૂત મહાસંગઠન દ્વારા એક પ્રેસકોન્ફરન્સનું આયોજન કરાયું હતું, જેમાં ચોંકાવનારી જાહેરાત કરવામાં આવી છે. આગામી તા. 12 ઓક્ટોબરના રોજ દેશભરના ખેડૂતો લખમીપુર ખેરી જશે. અહીં સરકાર વિરુદ્ધના કાર્યક્રમો પણ નક્કી કરી દેવાયા છે. ખેડૂત મહાસંગઠન મુજબ 15મી ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના પૂતળાંનું દહન કરવામાં આવશે. આ ઉપરાંત તા. 18 ઓક્ટોબરના રોજ રેલ રોકો આંદોલન છેડવામાં આવશે.

ખેડૂત મહાસંગઠને લખમીપુર ખેરી કેસના આરોપી મંત્રી પુત્ર આશિષ મિશ્રાની ધરપકડની માંગણી કરી છે. ખેડૂત મહાસંગઠના સભ્યોએ કહ્યું કે, લખમીપુર ખેરીની ઘટનામાં 4 ખેડૂત, 1 પત્રકાર સહિત કુલ 8 લોકો શહીદ થયા છે. આ તમામ માટે અમે લખમીપુરના તિકુનિયામાં અરદાસ (પ્રાર્થના) કરીશું. દેશભરમાંથી ખેડૂતો ત્યાં પહોંચશે.

લખમીપુરની ઘટનાને ખેડૂતોએ જલિયાવાલા બાગની ઘટના સાથે સરખાવી છે. 12મી ઓક્ટોબરે લખમીપુરમાં ખેડૂતોની અસ્થિ કળશ યાત્રા કાઢવામાં આવશે. ત્યાર બાદ 15 ઓક્ટોબરે દશેરા છે. તે દિવસે ખેડૂતો પ્રધાનમંત્રી મોદી અને અમિત શાહના પૂતળાંનું દહન કરશે. 18 ઓક્ટોબરે રેલ રોકવામાં આવશે. 26 તારીખના રોજ લખનઉમાં મોટી મહાપંચાયત કરવામાં આવશે. કિસાન મોરચાએ 12 ઓક્ટોબરે દેશભરના ખેડૂતો લખીમપુર ખીરી પહોંચશે. સાથે 26 ઓક્ટોબરે ખેડૂતો લખનઉમાં મહાપંચાયતનું આયોજન કરશે.

Most Popular

To Top