વડોદરા : ન્યાયમંદિર હેરિટેજ બિલ્ડીંગ છે 17 જાન્યુઆરી 2020 ના રોજ ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજા મ્યુઝિયમ સિટી બનાવવાની જાહેરાત કરી હતી. નવચેતના ફોરમના કીર્તિ પરીખે મુખ્યમંત્રી ને સીટી મ્યુઝિયમ ક્યારે શરૂ થશે તેનો પત્ર લખતા મહાનગરપાલિકાએ જવાબ આપવામાં આવ્યો હતો કે હજુ સુધી પાલિકા પાસે ઐતિહાસિક બિલ્ડિંગ ન્યાયમંદિર નો કબ્જો મળ્યો નથી. જેથી ને ન્યાયમંદિર મુદ્દે ફરી શહેર ના નાગરિકો ઝુંબેશ શરૂ કરે તો નવાઈ નહિ.
ન્યાય મંદિરે હેરિટેજ બિલ્ડીંગ છે 17 જાન્યુઆરી 2021 ના રોજ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ મ્યુઝિયમ સિટી બનાવવાની જાહેરાત કરી હતી. જે પહેલા હાઇકોર્ટ માં જજ પાસે ચાર્જ હતો. જાહેરાત બાદ તત્કાલીન કલેકટર અને મ્યુનિસિપલ કમિશનર પાસે ચાર્જ આપી દેવામાં આવ્યો હતો. માર્ગ અને મકાન વિભાગ દ્વારા મંજુરી માગવામાં આવી હતી કાયદામંત્રી હોવા છતાં પણ પ્રદીપસિંહ જાડેજાએ મંજૂરી વગર જ જાહેરાત કરી દેવામાં આવી હતી.
ત્યારબાદ ચૂંટણી આવી,હોદ્દા આપવામાં આવ્યા, તેમાં સીટી મ્યુઝિયમ બનાવાનું સાશક પક્ષ ભૂલી ગયું છે.મહાનગર પાલિકા પાસે આજરોજ સુધી ઐતિહાસિક બિલ્ડિંગના મંદિરનો કબ્જો મળ્યો નથી. સરકારે મહાનગર ને હુકમ કરેલ નથી સરદાર જગ્યા પર ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજા તથા સ્થાનિક નેતાઓ ધારાસભ્યો ની વચ્ચે સીટી હેરિટેજ મ્યુઝિયમ વિકસાવવા માટે જાહેરાત કરી હતી. 7 મહિના થઈ ગયા પરંતુ એક પણ પગલું આગળ વધ્યા નથી. શહેરીજનોને માત્ર મુગેરીલાલ ના સપના બતાવવામાં આવે છે.
નવ ચેતના ફોરમના કીર્તિ પરીખે જણાવ્યું હતું કે જાન્યુઆરી મા મુખ્યમંત્રીશ્રી ને ન્યાયમંદીર ને સીટી મ્યુઝિયમ બનાવવા બાબત લખેલ પત્ર નો જવાબ મહાનગરપાલિકા ના બાંધકામ વિભાગ દ્વારા હમણા મને મળ્યો છે. જેમા ફેબ્રુઆરી પહેલા તેઓએ કલેકટર ને લખેલ પણ કોઈ મંજુરી આવી નથી એવુ દર્શાવેલ છે. 17 જાન્યુઆરી એ ગૃહ મંત્રીએ ન્યાય મંદિર નો ચાર્જ આપ્યો પછી કોઇ જ કાર્યવાહી માર્ગ અને મકાન વિભાગ તથા રેવન્યુ વિભાગ ગાંધી નગર ની મંજુરી માટે કોઇએ કરી નથી એ સાબિત થયું છે.
વધુમા તેમને જણાવ્યું હતું કે ઈમારત પાછી ખંડેર થવા જઇ રહી છે ત્યારે પ્રશ્ન એ થાય છે કે ગૃહમંત્રી ના મુખે ચાર્જ આપવાની જાહેરાત ફક્ત ચુંટણી લક્ષી જાહેરાત હતી ? કલેકટર હવે પોતે મ્યુનિસિપલ કમિશનર છે .જવાબદારી કોની ? ચુંટાયેલા પદધારીઑ ની કે ધારાસભ્યોની કે વહીવટી તંત્ર ના અધિકારી ની ?આગામી સમયમાં શહેરીજનો દ્વારા ફરી ઐતિહાસિક બિલ્ડિંગ ન્યાયમદિર માં સીટી મ્યુઝિયમ માટે સહી ઝુંબેશ કરવામાં આવશે.