Business

એલોન મસ્ક ટેસ્લા લઈ ભારત આવે તેનાથી ચીનને કેમ બળતરાં થઈ?

નવી દિલ્હી: વિશ્વના અગ્રણી ઉદ્યોગપતિ અને ટેસ્લા(Teslla), ટ્વિટર (Twitter) જેવી કંપનીઓના માલિક એલોન મસ્ક (Elon Musk) ભારત (India) આવવાના છે. સમગ્ર વિશ્વની નજર મસ્કના ભારત પ્રવાસ પર છે. એલોન મસ્ક ભારત મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને (PMModi) પણ મળશે.

કહેવામાં આવી રહ્યું છે કે આ પ્રવાસમાં કેટલીક મોટી જાહેરાતો થઈ શકે છે ત્યારે કેટલાક દેશો મસ્કના ભારત પ્રવાસની ઈર્ષ્યા કરી રહ્યા છે. ખાસ કરીને ચીન (China) ચીઢાયું છે. જ્યારથી ચીને આ વાત સાંભળી ત્યારથી ચીનના સરકારી મીડિયાએ ભારત વિશે ખોટા નિવેદનો આપવાનું શરૂ કરી દીધું છે.

ચીન પોતે પોતાના નિષ્ણાતોના વીડિયો બનાવીને પોસ્ટ કરી રહ્યું છે. જેમાં ટેસ્લાને ભારત જવાથી કોઈ ફાયદો નહીં થાય તેવો દાવો કરવામાં આવ્યો છે. ચીનની આ નર્વસનેસનો અર્થ જાણવો જરૂરી છે.  ખરેખર તો કેટલાક આંકડા છે જેના દ્વારા જાણવા મળશે કે કેવી રીતે ટેસ્લાએ ચીનને ઇલેક્ટ્રિક વાહનોનો રાજા બનાવ્યો અને હવે આ જ ફોર્મ્યુલાથી ભારત પણ ઈવી ક્ષેત્રમાં ટોચ પર જઈ શકે છે. તેથી ચીન બેચેન બન્યું છે.

જોકે, એલોન મસ્ક હજુ ભારત પહોંચ્યા નથી. મસ્કે ચોક્કસપણે જાહેરાત કરી છે કે તે ટૂંક સમયમાં ભારત આવવાના છે. આ પછી એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે ટેસ્લાને લઈને ભારતમાં કોઈ મોટી જાહેરાત થવાની છે. 

ટેસ્લાએ ફેક્ટરી શરૂ કરી ત્યાર બાદ ચીનની સ્થિતિ બદલાઈ હતી
ચીનમાં વર્ષ 2001માં ઈલેક્ટ્રિક વાહનોની બેટરી અને મોટર્સ પર સંશોધન શરૂ થયું હતું પરંતુ 15 વર્ષ પછી પણ 2016 સુધી ચીન ઈલેક્ટ્રિક કારના મામલે અમેરિકાથી પાછળ રહ્યું હતું. ત્યાર પછી વર્ષ 2019માં ટેસ્લાએ ચીનમાં તેની વિશાળ ફેક્ટરી શરૂ કરી હતી. ચીનની કંપનીઓ સાથે મળીને ઈવી વાહનોનું ઉત્પાદન શરૂ કર્યું અને તેનું પરિણામ ચોંકાવનારું આવ્યું હતું.
2021માં ચીનમાં માત્ર 13 લાખ ઇલેક્ટ્રિક વાહનો હતા, જે 2023માં વધીને 68 લાખ થઈ ગયા. પાંચ ગણાથી વધુનો ઉછાળો આવ્યો હતો.

ટેસ્લા સાથે કામ કરવાનો ચીનને શું ફાયદો થયો?
ખરેખર, ચીનની કંપનીઓને ટેસ્લા સાથે કામ કરવાનો ફાયદો મળ્યો હતો. ટેસ્લાએ ત્યાંની સ્થાનિક કંપનીઓ સાથે મળીને તેની કારનું ઉત્પાદન કર્યું હતું. જેના કારણે ચીનની કંપનીઓને સીધી અમેરિકા પાસેથી ઉચ્ચ સ્તરીય ટેકનોલોજી મળી હતી. જે કોઈ કંપની ચીનને આપતી નથી. પરંતુ હવે ચીન પાસે ટેક્નોલોજી હોવાથી તે પાછળ રહેવા માંગતું નથી. તેને કંઈપણ કરવાનું મન થાય છે. કોઈપણ પ્રચાર ફેલાવો, પરંતુ ટેસ્લાને ભારતમાં જતા અટકાવો. આ વિશેષ અહેવાલમાં અમે તેમના પ્રચારનો પર્દાફાશ કર્યો છે.

એલોન મસ્કે મોદી અંગે ટ્વીટ કરતાં ચીનના પેટમાં દુ:ખ્યું
પીએમ મોદી પર એલોન મસ્કનું ટ્વિટ સામે આવતાં જ ચીનમાં પ્રચાર શરૂ થઈ ગયો હતો. ગ્લોબલ ટાઇમ્સે ઔપચારિક રીતે ચીની નિષ્ણાતોને બોલાવ્યા અને તેનો એજન્ડા આગળ મૂક્યો હતો. ચીનના આ નિવેદન પાછળનું સત્ય સમજવું જરૂરી છે. ઇલેક્ટ્રિક વ્હીકલ મેન્યુફેક્ચરિંગ કંપની ટેસ્લાએ જાહેરાત કરી છે કે તે પોતાની ટીમને ભારત મોકલવા જઈ રહી છે જેથી ત્યાં ફેક્ટરી બનાવવા માટે કોઈ જગ્યા નક્કી કરી શકાય, કદાચ તે કેટલાક અબજ ડોલરનો પ્રોજેક્ટ હશે. ચીનના ડરનું કારણ ખુદ ટેસ્લા કંપની છે. જે ભારતમાં પોતાનો પ્લાન્ટ સ્થાપી શકે છે અને કદાચ ત્યાંથી વિશ્વના અન્ય દેશોમાં પણ સપ્લાય કરવાનું નક્કી કરી શકે છે.

ચીનને મળ્યો તે ફાયદો ભારતને પણ મળશે તે ડર
ટેસ્લાના ચીનમાં પ્રવેશથી જે ફાયદો ચીનને પહેલાં મળ્યો તે હવે ભારતને પણ તે મળી શકે છે. આ ચીનનો સૌથી મોટો ડર છે, જેને ચીનનું સરકારી મીડિયા ગ્લોબલ ટાઈમ્સ દુનિયાભરમાં ફેલાવવા માટે સતત વાર્તા બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. શું ભારતમાં બનેલી કારને યુએસ માર્કેટમાં ડ્યુટી ફ્રીમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે? જ્યારે ચીનમાં બનેલા વાહનો સાથે આવું થતું નથી. એવું કહેવાય છે કે જો ચીન સરકાર સબસિડી આપે છે તો તે બજાર માટે સારું નથી.

ચીન માટે સહન કરવું મુશ્કેલ
ચીનની વેદનાના વાસ્તવિક સમાચાર ગ્લોબલ ટાઈમ્સ દ્વારા સામે આવ્યા છે. ચીનને લાગે છે કે અમેરિકા અને ભારતના ગાઢ સંબંધો છે. આથી અમેરિકન સરકાર સરળતાથી મેડ ઈન ઈન્ડિયા વાહનોની આયાત કરશે. અને ટેસ્લા એક અમેરિકન કંપની છે, તેથી તેના પર ટેક્સ ન લગાવી શકાય. મતલબ કે ભારત અને ટેસ્લા બંનેને ફાયદો થઈ શકે છે. અને ચીન માટે તેને સહન કરવું મુશ્કેલ બની ગયું

ઇલેક્ટ્રિક વાહનોની સ્થિતિ શું છે?
વર્ષ 2016 સુધી અમેરિકામાં ચીન કરતા વધુ ઈલેક્ટ્રીક વાહનો હતા પરંતુ હવે આ રેસમાં ચીને અમેરિકાને ઘણું પાછળ છોડી દીધું છે. ચીનની BYD કંપની હાલમાં ટેસ્લા પછી ઈલેક્ટ્રીક વાહનો બનાવવામાં વિશ્વની બીજી સૌથી મોટી કંપની છે. જોકે , એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ચીનની કંપની ટૂંક સમયમાં નંબર વન પર પહોંચી જશે. હાલમાં, ચીન પાસે ઇલેક્ટ્રિક વાહનો માટે બેટરી બનાવવાની ક્ષમતા લગભગ 95 ટકા છે. એટલે કે ચીનની મદદ વગર ઈલેક્ટ્રિક વાહનો બનાવવા મુશ્કેલ બનશે.

Most Popular

To Top