કેરલ (KERAL) માં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. માતા પર આરોપ છે કે તે તેના 14 વર્ષના પુત્ર સાથે શારીરિક સંબંધ (PHYSICAL ACCUSED) બાંધે છે. આ આરોપો બીજા કોઈએ નહીં પરંતુ તેના જ પુત્રએ પોતે કર્યા હતા, ત્યારબાદ 35 વર્ષીય મહિલાની ધરપકડ કરવામાં આવી હતી. દીકરાએ કોર્ટમાં જણાવ્યું હતું કે મારી માતાએ બે વર્ષ સુધી મારું યૌન શોષણ કર્યું હતું. જોકે કોર્ટે મહિલાને શરતી જામીન આપી દીધા છે.
કેરળના કડકકવુર પોલીસ સ્ટેશનમાં એક 14 વર્ષના બાળકે ફરિયાદ નોંધાવી હતી કે તેની માતાએ 2017 અને 2019 ની વચ્ચે બે વર્ષ સુધી તેનું યૌન શોષણ કર્યું હતું. આ ચાર્જ મહિલાના પોતાના 14 વર્ષના દીકરા દ્વારા કરવામાં આવ્યો હતો. આ પછી, 5 જાન્યુઆરીએ પોલીસે મહિલાની ધરપકડ કરી હતી. આ કેસમાં કેરળ હાઈકોર્ટે જસ્ટિસ એસ શિરસી દ્વારા એક લાખ રૂપિયાના બોન્ડ પર તેના સગીર પુત્ર સાથે જાતીય શોષણ કરવા મામલે ધરપકડ કરેલી મહિલાને જામીન આપી દીધા છે. કોર્ટે તપાસ મહિલા આઈપીએસ અધિકારીને સોંપવા જણાવ્યું છે.
આ સાથે કોર્ટે સરકારને તિરુવનંતપુરમ મેડિકલ કોલેજના ડોકટરોનું વિશેષ મેડિકલ બોર્ડ બનાવવાનો નિર્દેશ પણ આપ્યો હતો. આરોપી પક્ષે પોતાની અરજીમાં જણાવ્યું છે કે પીડિતાનું સગીર બાળક શારીરિક અને માનસિક સમસ્યાઓથી પીડિત છે. કોર્ટે બાળકને તેના પિતાથી અલગ રાખવાનો નિર્દેશ પણ આપ્યો હતો. કોર્ટે હવે મહિલાને શરતી જામીન આપી દીધા છે.
પિતાની વિનંતી પર પુત્રએ કેસ દાખલ કર્યો
મળતી માહિતી મુજબ, આરોપ લગાવેલી મહિલાના વકીલે કહ્યું કે, આ સગીર બાળકની માતાને છૂટાછેડા આપ્યા વિના તેના પિતાએ બીજા લગ્ન કર્યા અને તેના પિતાએ જ તેની માતા સામે જ જાતીય શોષણની ફરિયાદ નોંધાવી હતી.