દાહોદ: દાહોદ વહીવટી તંત્રના ઉચ્ચ સત્તાધિશો દ્વારા ગુરુવારે સવારના સમયે ઠક્કર ફળિયા થી લઈ સ્ટેશન રોડ તરફના ગેરકાયદેસર દબાણો, ઝુકાટો વિગેરેના નીરીક્ષણ માટે નગર ચર્યાએ નીકળ્યાં હતાં અને નજરે પડતાં કેટલાક ગેરકાયદે દબાણો તેમજ ઝુકાટોને તાત્કાલિક દુરવાના આદેશો સાથે સ્થળ પર જ દુર દેવાયા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
કલેક્ટર વિજય ખરાડી, એસ.પી.હિતેશ જાેયષર, દાહોદ ટાઉન પી.આઈ. વસંત પટેલ સાથે સાથે દાહોદ નગરપાલિકાના સત્તાધિશોને સાથે લઈ કલેક્ટરની આગેવાનીમાં આ ટીમ આજે દાહોદ શહેરના ઠક્કર ફળિયાથી સ્ટેશન રોડ તરફ નીકળ્યાં હતાં.
વહીવટી તંત્રની ટીમ આવતી જાેઈ ગેરકાયદે દબાણકર્તા સહિત ઝુકાટો ફેલાવનાર તત્વોમાં ફફડાટ સ્વંય કામે લાગી ગયાં હતા અને દબાણો, ઝુકાટો દુર કરી દીધા હતાં ત્યારે વહીવટી તંત્રને ધ્યાન પડતાં કેટલાક આવા દબાણો દુર કરવાની અપીલ સાથે સ્થળ પરજ કામગીરી કરવામાં આવી હતી.
આમ, નગરપાલિકાનું તંત્ર જો અડગ રહ્યું તો ગુરુવારથી પ્રારંભ થયેલ દબાણ હટાવ કામગીરી આગામી દિવસોમાં પણ નિરંતર ચાલુ રહેશે તેવા એંધાણો વર્તાઈ રહ્યાં છે ત્યારે દાહોદ શહેરમાં ફરીવાર વહીવટી તંત્રનો સપાટો આવા ગેરકાયદે દબાણ કર્તાઓ પર ભારી પડશે તેમ લાગી રહ્યું છે.