વડોદરા તા.14
નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશને શિક્ષકોની ભરતી માટે નવા નિયમોની દરખાસ્ત કરી છે. જેમાં નિયમ મુજબ માધ્યમિક સ્તર ધો.9 થી 12 પર ટેટ ફરજિયાત બનાવવાની ભલામણ કરી છે. યોજાયેલી રાષ્ટ્રીય પરિષદમાં આ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
ટીચર એલિજીબિલીટી ટેસ્ટ એટલે ટેટ પર ચર્ચા કરવા માટે એક દિવસીય નેશનલ કોન્ફરન્સનું આયોજન કાઉન્સિલે કર્યું હતું. શાળા શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે ભલામણ કરવામાં આવી હતી. શાળાઓમાં ધોરણ 9 થી 12 સુધી ભણાવતા શિક્ષકોએ પણ ટેટ આપવી પડશે. જે નિયમ આગામી શિક્ષણક્ષેત્ર વર્ષ 2024 – 25 થી લાગુ થશે. અત્યાર સુધીમાં શાળાઓમાં ધોરણ-1 થી ધોરણ આઠ સુધી ભણાવતા શિક્ષકો માટે ટેટ ફરજિયાત હતું. હાલમાં સિસ્ટમ કેન્દ્રીય સ્તરે લાગુ કરવામાં આવશે. જેને રાજ્યો પણ અપનાવી શકે છે. એનસીટીઇના સચિવે શાળાઓમાં ધોરણ 9 થી 12 સુધી ભણાવતા શિક્ષકો માટે આગામી શૈક્ષણિક સત્ર થી યોજવા અંગે જણાવ્યું છે કે આ દિશામાં ઝડપથી તૈયારીઓ ચાલી રહી છે. હાલમાં શાળાઓમાં ધોરણ 9 થી 12 ભણાવતા શિક્ષકો માટે આ ફરજિયાત ન હતું. જ્યારે અધ્યક્ષે જણાવ્યું હતું કે માર્ક્સ પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે શિક્ષણ પ્રણાલીનું ધ્યાન વિદ્યાર્થીઓના વિકાસ અને મૂલ્યો પર હોવું જોઈએ. જે ત્યારે શક્ય બને છે જ્યારે તેમને ભણાવતા શિક્ષકો આ સમજ ધરાવતા હોય.
