SURAT

કોરોનાને નાથવા હવે એડવાન્સ ટેસ્ટ માટે તૈયારીઓ શરૂ

કોરોનાના વાઈરસને નાથવા સુરત મનપાએ સ્પોટ પર જઈ સડન ટેસ્ટ શરૂ કર્યા બાદ હવે આગામી દિવસોમાં એડવાન્સ ટેસ્ટ શરૂ કરવા તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. કોરોનાના સંક્રમણે શહેરભરમાં સકંજો કસ્યો છે. કોરોનાને પગલે દર્દીઓની સંખ્યામાં ઉછાળો આવી રહ્યો છે. જેને પગલે આરોગ્ય વિભાગ

પણ સાબદુ બન્યું છે. ગઈકાલે સુરત મનપાને આરોગ્ય વિભાગે સડન ટેસ્ટ પ્રયોગ શરૂ કર્યો હતો. અને રેન્ડમલી તપાસ બાદ આંકડાઓનું પથ્થકરણ શરૂ કર્યું છે. તેની સમાંતરે સરકાર હવે કોરોના ટેસ્ટના એડવાન્સ રેપિડ ટેસ્ટ શરૂ કરવા વિચારાધિન છે. ઓક્સફોર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ રેપિડ ટેસ્ટ ટેક્નોલોજી ડેવલપ કરી છે. માઈક્રો બાયોલોજી વિભાગમાં ઉપલબ્ધ સાધનોથી આ ટેસ્ટ શક્ય છે. જેને લઈને સરકાર તબક્કાવાર રેપિડ ટેસ્ટ માટે તડામાર તૈયારીઓ શરૂ કરી રહી છે. અગાઉ કોરોનાવાઈરસ માટે થતાં (આરએનએ) ટેસ્ટ દોઢથી બે કલાક લાગતો હતો. પરંતુ હવે રેપિડ ટેસ્ટથી ઇન્ફેક્શન શરૂઆતના સ્ટેજમાં પકડાય તેવા આયોજનો કરાઈ રહ્યા છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તાર તેમજ કમ્યુનિટી હેલ્થ સેન્ટર પર આ પ્રયોગ કારગત નીવડશે.

ટેસ્ટ દરમિયાન સેમ્પલનો કલર વાઈરસ હશે તો ગુલાબી થશેરેપિડ ટેસ્ટ ટેક્નોલોજીથી સરકાર વિશાળ સમુહમાં ટેસ્ટ લેવા વિચારણા કરી રહી છે. આ એડવાન્સ ટેસ્ટ કિટ દ્વારા જે સેમ્પલ લેવાતા હશે તેનો કલર ઇન્ફેક્શનના કિસ્સામાં બદલાઈ જશે. એડવાન્સ ટેસ્ટ કિટથી લેવાતા સેમ્પલનો કલર પીળો રહે છે. જો દર્દીને કોરોના વાઈરસનો ચેપ લાગ્યો હશે તો કલર ગુલાબી થઈ જશે.


સિંગાપુરથી લાખો કિટ અઠવાડિયામાં આવી જશે

કોરોનાના એડવાન્સ રેપિડ ટેસ્ટ માટે સરકાર વ્યુહાત્મક આયોજન સાથે આગળ વધી રહી છે. તેના માટે સરકારે સિંગાપુરથી લાખોની સંખ્યામાં કિટ માટે વર્કઓર્ડર આપી દીધો છે. સંભવત: આગામી એક અઠવાડિયામાં આ કિટ ઉપલબ્ધ થઈ જશે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top