World

કાબુલમાં શાળા પર આતંકવાદી હુમલો: 25 બાળકોના મોત, અનેક ઘાયલ

અફઘાનિસ્તાન: અફઘાનિસ્તાન(Afghanistan)ની રાજધાની કાબુલ(Kabul)માં આતંકી હુમલો(Terrorist attack) થયો છે. આતંકવાદીઓએનાં શાળાઓને નિશાન બનાવી છે. બે શાળાઓમાં આતંકીઓએ બ્લાસ્ટ કર્યા છે. કાબુલમાં જ્યારે બાળકો શાળાની બહાર ઉભા હતા, ત્યારે તે સમયે બોમ્બ બ્લાસ્ટ થયો હતો. હુમલામાં 8 બાળકોના મોત થયાની માહિતી સામે આવી છે. જો કે મોતનો આંકડો વધવાની આશંકા સેવાઇ છે. શાળા જ્યાં આવેલી છે તે, વિસ્તારમાં હજારા સમુદાયનું વર્ચસ્વ છે અને તે જેહાદી ઇસ્લામિક જૂથોનું નિશાન છે. આ ઘટનાને લઇ સુરક્ષા એજન્સીઓ તપાસમાં જોડાઇ ચુકી છે.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર કાબુલની લોક પ્રિય શાળામાંની એક અબ્દુલ રહીમ શહીદ હાઈસ્કૂલમાં જ બે બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા. આ બ્લાસ્ટમાં 25 બાળકોનાં મોત થયા છે. શાળામાં ભણતા તમામ બાળકો લઘુમતી હજારા સમુદાયના હતા.જે ઘણીવાર આતંકવાદીઓના નિશાના પર રહે છે. ભૂતકાળમાં તાલિબાન શાસન હેઠળ હજારા સમુદાયના લોકો પર ઘણા હુમલા થયા છે. હજુ સુધી કોઈ જૂથે આ હુમલાઓની જવાબદારી લીધી નથી.

હુમલામાં 20 થી 25 વિદ્યાર્થીઓના મોત
એક શિક્ષકે જણાવ્યું કે પ્રથમ બ્લાસ્ટ શાળાને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો. તે સમયે વિદ્યાર્થીઓ માત્ર શાળાએથી નીકળી રહ્યા હતા. આ હુમલામાં 20 થી 25 વિદ્યાર્થીઓના મોત થયા હતા. જ્યારે વિસ્ફોટ પછી ઘાયલોને લઈ જવામાં આવી રહ્યા હતા, ત્યારે બીજો વિસ્ફોટ થયો હતો. આ હુમલામાં ડઝનબંધ લોકો ઘાયલ પણ થયા છે. આ હુમલાની જવાબદારી કોણે લીધી છે, હજુ સુધી આ માહિતી મળી નથી. સામાન્ય રીતે ઈસ્લામિક સ્ટેટ અફઘાનિસ્તાનમાં થયેલા વિસ્ફોટોની જવાબદારી લેતું રહ્યું છે.

ઈસ્લામિક રાજ્યોએ હુમલા કરાવ્યાની આશંકા છે
અફઘાનિસ્તાનમાં તાલિબાનની વાપસી બાદ ઈસ્લામિક સ્ટેટ સક્રિય થઈ ગયું છે. આતંકવાદી સંગઠન મોટાભાગે દેશની શિયા વસ્તીને નિશાન બનાવી રહ્યું છે. શિયા મુસ્લિમોની મસ્જિદો પર હુમલા થાય છે. જો કે, તાલિબાનનું કહેવું છે કે તેની સરકારે દેશમાં આતંકવાદી હુમલાઓને રોકવા માટે મજબૂતીથી કામ કર્યું છે. જેના કારણે હવે દેશમાં આતંકવાદી ઘટનાઓ ઘટી રહી છે. પરંતુ અફઘાનિસ્તાનના જુદા જુદા ભાગોમાં અવારનવાર આતંકવાદી હુમલા થયા છે. ઈસ્લામિક સ્ટેટ અફઘાનિસ્તાનમાં ‘ઈસ્લામિક સ્ટેટ ઓફ ખોરાસાન પ્રાંત’ના નામથી સક્રિય છે. તે તાલિબાનને પણ નિશાન બનાવી રહ્યું છે.

અગાઉ પણ થયા છે આતંકવાદી હુમલા
અગાઉ, એપ્રિલની શરૂઆતમાં, કાબુલની સૌથી મોટી મસ્જિદમાં બપોરની નમાજ દરમિયાન હાથ ગ્રેનેડ વિસ્ફોટ થતાં ઓછામાં ઓછા છ લોકો ઘાયલ થયા હતા. પોલીસના પ્રવક્તાએ આ જાણકારી આપી. આ હુમલો જૂના કાબુલ શહેરની મધ્યમાં આવેલી અઢારમી સદીની પુલ-એ-ખિશ્તી મસ્જિદ પર કરવામાં આવ્યો હતો. કાબુલ પોલીસના પ્રવક્તા ખાલિદ ઝરદાને જણાવ્યું હતું કે તાલિબાને એક શંકાસ્પદને કસ્ટડીમાં લીધો છે. આ હુમલા પહેલા 4 એપ્રિલે પણ આ જ વિસ્તારમાં બીજો ગ્રેનેડ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલાઓની જવાબદારી કોઈએ લીધી ન હતી. માર્કેટમાં થયેલા ગ્રેનેડ હુમલામાં એક વ્યક્તિનું મોત થયું હતું જ્યારે 59 લોકો ઘાયલ થયા હતા.

Most Popular

To Top