World

લાદેન અને અલ-ઝવાહિરી બાદ ISIS નેતા ઉસામા અલ-મુજાહિર અમેરિકી ડ્રોન હુમલામાં ઠાર

નવી દિલ્હી: વિશ્વભરમાં આતંકવાદ (Terrorism) ફેલાવનાર આતંકવાદી સંગઠન અલ કાયદાના (Al Qaeda) ખતરનાક આતંકવાદીઓ અને માસ્ટરમાઇન્ડ ઓસામા બિન લાદેન અને અલ-ઝવાહિરીને માર્યા બાદ અમેરિકાને વધુ એક મોટી સફળતા મળી છે. અમેરિકી સેનાએ ડ્રોન હુમલામાં (Drone attacks) ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સીરિયા (ISIS)ના નેતા ઉસામા અલ-મુજાહિરને (Usama al-Mujahir) ઠાર કર્યો છે. અમેરિકી સેનાએ પશ્ચિમ સીરિયામાં હવાઈ હુમલા દરમિયાન MQ-9 રીપર ડ્રોન વડે આઈએસઆઈએસના એક નેતાને માર્યો હોવાનો દાવો કર્યો છે. યુએસ અધિકારીઓએ રવિવારે આ જાહેરાત કરી હતી.

અમેરિકી દળોએ ત્રણ MQ-9 રીપર ડ્રોનનો ઉપયોગ કરીને શુક્રવારે એક હવાઈ હુમલામાં ISIS નેતા ઉસામા અલ-મુહાજિરને ઠાર માર્યા હોવાના અહેવાલ છે. અધિકારીઓનું કહેવું છે કે હુમલા દરમિયાન કોઈ નાગરિક માર્યા ગયા હોવાના કોઈ સંકેત નથી. ખાસ વાત એ છે કે અમેરિકી સેનાએ શુક્રવારે સીરિયામાં ISISના આ આતંકીને એ જ ડ્રોનનો ઉપયોગ કરીને ઠાર માર્યો, જેને રશિયન એરક્રાફ્ટ તાજેતરના દિવસોમાં યુક્રેનમાં નિશાન બનાવી રહ્યા છે.

ઘાતક આતંકવાદી MQ-9 ડ્રોન દ્વારા માર્યો ગયો
અમેરિકાના યુનાઇટેડ સ્ટેટ્સ સેન્ટ્રલ કમાન્ડે રવિવારે જાહેરાત કરી હતી કે તેણે ત્રણ MQ-9 રીપર ડ્રોનનો ઉપયોગ કરીને બે દિવસ પહેલા એક હવાઈ હુમલામાં ઉસામા અલ-મુહાજિરને મારી નાખ્યો હતો. સેન્ટકોમના જણાવ્યા અનુસાર આ હુમલામાં કોઈ નાગરિકનું મોત થયું નથી. યુએસ કમાન્ડર જનરલ માઈકલ કુરિલાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “અમે સ્પષ્ટ કર્યું છે કે અમે સમગ્ર વિસ્તારમાં ISISને હરાવવા માટે પ્રતિબદ્ધ છીએ.”

યુએસ ડિફેન્સ ડિપાર્ટમેન્ટના એક અધિકારીએ રવિવારે એસોસિએટેડ પ્રેસને જણાવ્યું હતું કે શુક્રવારે ત્રણ રીપર ડ્રોન આતંકવાદીઓની શોધમાં ઉપરથી ઉડી રહ્યા હતા ત્યારે રશિયન દળોએ તેમને લગભગ બે કલાક સુધી હેરાન કર્યા હતા. ખતરનાક પરિસ્થિતિને ટાળવા માટે ડ્રોનને ટાળી શકાય તેવા દાવપેચ અપનાવવાની ફરજ પડી હતી. અધિકારીના જણાવ્યા અનુસાર ડ્રોન એલેપ્પો વિસ્તારમાં એક મોટરસાઇકલ સવારને ત્રાટકવાની ખૂબ નજીક હતા. પરંતુ રશિયન ડ્રોન તેમનો પીછો કરી રહ્યા હતા. જો કે તે (ઉસામા અલ-મુજાહિર) પાછળથી અલેપ્પો નજીક માર્યો ગયો. અલ-મુહાજિર મુખ્યત્વે દેશના પૂર્વ ભાગમાં અંજામો આપતો હતો કારણ કે આતંકવાદી જૂથ સીરિયા અને ઇરાકના મોટા ભાગને નિયંત્રિત કરવા માંગે છે.

ISIS 2014માં તેની ચરમસીમા પર હતું જ્યારે તેણે સીરિયા અને ઈરાકના ત્રીજા ભાગ પર કબજો કર્યો હતો. આ જૂથ ઇસ્લામમાં અતિ કટ્ટરપંથી છે અને હજારો યઝીદીઓની હત્યા સહિત અત્યાચાર કરવા માટે જાણીતું છે. 2019માં આ જેહાદી જૂથના સ્થાપક અબુ બકર અલ-બગદાદી સહિત ISISના ત્રણ વડાઓ માર્યા ગયા છે. ઇસ્લામિક સ્ટેટના આતંકવાદીઓ સામે લડવા માટે કુર્દિશ આગેવાનીવાળી સીરિયન ડેમોક્રેટિક ફોર્સીસ સાથે કામ કરવા માટે લગભગ 900 યુએસ સૈનિકો સીરિયામાં તૈનાત છે. જોકે એ સ્પષ્ટ નથી થયું કે આતંકવાદી સંગઠનમાં અલ-મુહાજિરની ભૂમિકા શું હતી. પરંતુ તે ISISનો મોટો નેતા હતો.

Most Popular

To Top