National

તેલંગાણાની ચૂંટણીમાં બબાલ: વોટિંગ બૂથની બહાર કોંગ્રેસ-બીઆરએસના કાર્યકરો વચ્ચે મારામારી

તેલંગાણા(Telangana): પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના (AssemblyElection) છેલ્લા તબક્કામાં આજે તેલંગાણામાં મતદાન (Voting) થઈ રહ્યું છે. તેલંગાણામાં 119 વિધાનસભા બેઠકો માટે મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ થઈ ગયું છે અને સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. તેલંગાણામાં 119 સીટો માટે 2290 ઉમેદવારો મેદાનમાં છે. તેમના રાજકીય ભાવિનો નિર્ણય આજે ઈવીએમમાં ​​(EVM) કેદ થઈ જશે.

તેલંગાણામાં ભારત રાષ્ટ્ર સમિથી (BRS) સત્તા જાળવી રાખવા માંગે છે, ત્યારે કોંગ્રેસ (Congress) પુનરાગમન કરવાનો પ્રયાસ કરી રહી છે અને ભાજપ (BJP) પ્રથમ વખત સિંહાસન પર બેસવાનો પ્રયાસ કરી રહી છે. રાજ્યભરના 35 હજારથી વધુ મતદાન કેન્દ્રો પર 2 કરોડ 26 લાખથી વધુ મતદારો તેમના મતદાન અધિકારનો ઉપયોગ કરી રહ્યાં છે.

તેલંગાણામાં મતદાન માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. શાંતિપૂર્ણ મતદાન સુનિશ્ચિત કરવા માટે કેન્દ્રીય દળોની 375 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. આ સાથે તેલંગાણા સ્પેશિયલ પોલીસની 50 કંપનીઓ, 45 હજાર રાજ્ય પોલીસ કર્મચારીઓ અને રાજ્યોમાંથી 23 હજાર 500 હોમગાર્ડ તૈનાત કરવામાં આવ્યા છે.

BRS ના કાર્યકરોએ કોંડલ રેડ્ડી પર ગુંડાગીરીનો આરોપ મુક્યો
તેલંગાણા વિધાનસભાની 119 બેઠકો પર બપોરે 3 વાગ્યા સુધીમાં 36 ટકાથી વધુ મતદાન થયું છે. તેલંગાણા કોંગ્રેસના પ્રમુખ રેવન્ત રેડ્ડીના ભાઈ કોંડલ રેડ્ડીએ આરોપ લગાવ્યો કે ‘જ્યારે તેઓ એક બૂથ પર ગયા ત્યારે બીઆરએસના કાર્યકરોએ તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો. રેડ્ડીએ કહ્યું મારા પર હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. બીઆરએસ કાર્યકરોના વાહનો મારી કારની પાછળ આવી રહ્યા છે અને મને રોકવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અમે આ અંગે પોલીસમાં ફરિયાદ કરી છે.

બીઆરએસના કાર્યકર્તાઓનું કહેવું છે કે ‘કોંડલ રેડ્ડી અહીંના મતદાર ન હોવા છતાં કામરેડ્ડીના પોલિંગ બૂથની મુલાકાત લઈ રહ્યા છે. કોંડલ રેડ્ડી નકલી પાસ લઈને ફરે છે અને રિટર્નિંગ ઓફિસર સાથે વાત કરે છે. પોલીસ પણ તેમને રોકતી નથી. તે ગુંડાગીરી કરી રહ્યો છે.

કોંગ્રેસ અને બીઆરએસના કાર્યકરો વચ્ચે મારામારી
તેલંગાણામાં ચાલી રહેલા મતદાન વચ્ચે રાજ્યના જનગાંવ જિલ્લાના કુસુમંચી વિસ્તારમાં કોંગ્રેસ અને ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)ના કાર્યકરો વચ્ચે અથડામણ થઈ હતી. વીડિયોમાં બંને પક્ષના કાર્યકરો એકબીજાને લાતો મારતા અને મુક્કા મારતા જોઈ શકાય છે. તેલંગાણામાં ચાલી રહેલા મતદાન વચ્ચે રાજ્યના જનગાંવ જિલ્લાના કુસુમંચી વિસ્તારમાં કોંગ્રેસ અને ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)ના કાર્યકરો વચ્ચે અથડામણ થઈ હતી. વીડિયોમાં બંને પાર્ટીના કાર્યકર્તાઓ એકબીજા પર મુક્કા અને લાતોનો વરસાદ કરતા જોઈ શકાય છે

Most Popular

To Top