શિખર ધવન ટીમ ઈન્ડિયામાં કરશે કેપ્ટનસી, આ ટૂર્નામેન્ટમાં બનશે કેપ્ટન – Gujaratmitra Daily Newspaper

Sports

શિખર ધવન ટીમ ઈન્ડિયામાં કરશે કેપ્ટનસી, આ ટૂર્નામેન્ટમાં બનશે કેપ્ટન

મુંબઇ: લાંબા સમયથી ભારતીય ટીમની (Team India) બહાર રહેલા ડાબા હાથના ઓપનિંગ બેટ્સમેન શિખર ધવનને (Shikhar Dhawan) હવે મોટી જવાબદારી મળવાની આશા છે. સ્ટાર ક્રિકેટર (Cricekter) શિખર ધવન હાલમાં ટીમ ઈન્ડિયામાંથી બહાર ચાલી રહ્યા છે. મળતી માહિતી મુજબ 37 વર્ષીય ધવન એશિયન ગેમ્સ 2023માં (Asian Games 2023) ભારતીય ટીમની કેપ્ટનશિપ (Captain) કરતા જોવા મળી શકે છે. 19મી એશિયન ગેમ્સ ગયા વર્ષે જ 10 થી 25 સપ્ટેમ્બર દરમિયાન યોજાવાની હતી, પરંતુ કોરોના વાયરસના કેસ વધ્યા બાદ આ ગેમ્સ મોકૂફ રાખવામાં આવી હતી.

પુરૂષોની B ટીમ મોકલવાનો નિર્ણય
ICC ODI વર્લ્ડ કપ 5 ઓક્ટોબરથી ભારતમાં યોજાનાર છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાના મુખ્ય ખેલાડીઓ આ મેગા ટૂર્નામેન્ટમાં વ્યસ્ત રહેશે. BCCI એ એશિયન ગેમ્સ 2023માં B ટીમ મોકલવાનો નિર્ણય લીધો છે. મહિલા ક્રિકેટની મુખ્ય ટીમને ત્યાં મોકલવામાં આવશે. એશિયન ગેમ્સમાં ટી20 ફોર્મેટમાં ક્રિકેટ ઈવેન્ટનું આયોજન કરવામાં આવે છે. 30 જૂને BCCIએ ભારતીય ઓલિમ્પિક એસોસિએશનને ખેલાડીઓની યાદી મોકલી હતી. જેમને તેઓ એશિયન ગેમ્સમાં રમવા માટે ટીમમાં પસંદ કરી શકે છે.

7 જુલાઈએ બેઠકમાં એશિયન ગેમ્સ અંગે ચર્ચા કરવામાં આવશે
મળતી માહિતી મુજબ શિખર ધવન એશિયન ગેમ્સ 2023માં ભારતીય પુરૂષ ક્રિકેટ ટીમની કેપ્ટનશીપ કરી શકે છે. જ્યારે NCA ચીફ VVS લક્ષ્મણને કોચિંગની જવાબદારી મળી શકે છે. એશિયન ગેમ્સ 2023માં ચીનના હાંગઝોઉમાં 23 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર દરમિયાન યોજાવાની છે. જો કે આ માટે 7 જુલાઈએ યોજાનારી BCCI એપેક્સ કાઉન્સિલની બેઠક દરમિયાન એશિયન ગેમ્સ અંગે ચર્ચા કરવામાં આવશે.

એશિયન ગેમ્સની તારીખો ODI વર્લ્ડ કપ સાથે ટકરાશે
બીસીસીઆઈ મહિલા અને પુરૂષ બંને ઈવેન્ટમાં પોતાની ટીમ મોકલવા માટે સંમત થઈ ગઈ છે. એશિયન ગેમ્સની તારીખો ODI વર્લ્ડ કપ (ઓક્ટોબર 5-નવેમ્બર 19) સાથે ટકરાશે. જેના કારણે પુરુષોની સ્પર્ધામાં બીજા ક્રમની ભારતીય ટીમ ચીન જશે. જ્યારે મહિલા વર્ગમાં સંપૂર્ણ તાકાતની ટીમ મોકલવામાં આવશે. જો ઋતુરાજ ગાયકવાડ અને યશસ્વી જયસ્વાલ જેવા ખેલાડીઓને વર્લ્ડ કપની ટીમમાં પસંદ કરવામાં નહીં આવે તો તેમને પણ એશિયન ગેમ્સમાં તક મળી શકે છે.

Most Popular

To Top