National

ટીચરે 5માં ધોરણની વિદ્યાર્થીનીને સ્કૂલના પહેલાં માળેથી નીચે ફેંકી દીધી, દિલ્હીની ઘટના

નવી દિલ્હી: દિલ્હીમાં ચોંકાવનારી ઘટના બની છે. અહીં પ્રાથમિક શાળાના ટીચરે 5 માં ધોરણમાં ભણતી વિદ્યાર્થીનીને પહેલાં માળેથી ફેંકી દીધી છે. વિદ્યાર્થીનીને ફેંકવા પહેલાં ટીચરે પહેલા તેને કાતર મારી હતી અને વાળ પણ કાપ્યા હતા. વાંક વિના વિદ્યાર્થીનીને પહેલાં માળેથી ફેંકી દેનાર ટીચર વિરુદ્ધ પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર દિલ્હીની (Delhi) મોડલ બસ્તી પ્રાથમિક શાળાના (School) શિક્ષકે (Teacher) એક વિદ્યાર્થીનીને (Student) શાળાના પહેલા માળેથી ફેંકી દીધી હતી. વિદ્યાર્થીનીને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં (Hospital) દાખલ કરવામાં આવીછે. એમસીડી સ્કૂલની બે મહિલા શિક્ષકોએ પરસ્પર ઝઘડામાં પહેલા ધોરણ 5ની એક છોકરીને પેપર કટર વડે મારી અને પછી તેને પહેલા માળેથી ફેંકી દીધી હતી. આ ઘટનામાં બાળકીને માથામાં ઈજા થઈ હતી, જેની હિંદુ રાવ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. 

માહિતી મળતાં જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસને ઘટનાસ્થળેથી જાણ થઈ કે ફિલ્મીસ્તાનની મોડલ બસ્તી પ્રાથમિક શાળાના ધોરણ 5ના વિદ્યાર્થીને ગીતા દેશવાલ નામની શિક્ષિકાએ પહેલા માળેથી ફેંકી દીધી હતી. અગાઉ ટીચરે તેને માર પણ માર્યો હતો. પીડિત છોકરીએ હોસ્પિટલમાં પોલીસને જણાવ્યું કે કોઈ પણ વાંક ગુના વગર ટીચરે તેની સાથે હિંસક વર્તન કર્યું હતું. ટીચરે પહેલા તેને કાતર મારી હતી. શિક્ષક તેના વાળ પણ કાપ્યા હતા. પીડિત વિદ્યાર્થીનીએ જણાવ્યું કે તેણે ક્લાસમાં કોઈ દાદાગીરી કરી નથી, છતાં ટીચરે તેને ટેરેસ પરથી ફેંકી દીધી.

પોલીસે આરોપી શિક્ષકને કસ્ટડીમાં લીધો
ઘટના પર પહોંચ્યા બાદ પોલીસને ખબર પડી કે આરોપી શિક્ષક ગીતા દેશવાલે પહેલા ધોરણ 5માં ભણતી વિદ્યાર્થીની વંદનાને પેપર કાપવાની નાની કાતર વડે મારી હતી. ત્યાર બાદ પહેલાં માળે આવેલા ક્લાસરૂમની બહાર આવી છોકરીને નીચે ફેંકી દીધી હતી. ઘાયલ છોકરીને સારવાર માટે બડા હિન્દુ રાવ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં તેની હાલત સ્થિર છે. આ કેસમાં પોલીસે આરોપી શિક્ષકને કસ્ટડીમાં લઈ આઈપીસીની કલમ 307 હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

શિક્ષક પર ભૂતકાળમાં પણ બાળકોને માર મારવાનો આરોપ છે, શિક્ષક પર
ભૂતકાળમાં પણ બાળકોને માર મારવાનો આરોપ છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે ટીચરના આ વર્તનથી પરેશાન થઈને કેટલીક મહિલાઓ તરફથી ફરિયાદ પણ કરવામાં આવી હતી, પરંતુ કોઈ સુનાવણી થઈ ન હતી અને ન તો ટીચરમાં કોઈ ફેરફાર થયો હતો.

Most Popular

To Top