Entertainment

જેઠાલાલે દીકરીના લગ્નમાં ‘તારક મહેતા..’ ની ટીમમાંથી કોઈને બોલાવ્યા નહીં, જાણો કેમ?

નાસિક: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ( Taarak Mehta ka ooltah chashmah)ના એક્ટર જેઠાલાલ (Jethalal )એટલે કે દિલીપ જોષી (Dilip Joshi)ની દિકરીના આજે 8 ડિસેમ્બરે નાસિકમાં લગ્ન યોજાઈ રહ્યા છે. દિલીપ જોષીની દિકરી નિયતિ જોષી (Niyati Joshi)ના લગ્ન યશોવર્ધન મિશ્રા (Yashovardhan Mishra) સાથે થવા જઈ રહ્યા છે. નિયતિ જોષી અને યશોવર્ધનના પરિવારના સહમતિથી લવ-મેરેજ થઈ રહ્યા છે. તે બંને એકબીજાને ઘણાં વર્ષોથી ઓળખે છે. પરિવાર દ્વારા લગ્ન માટે પહેલા લોનાવલાની પસંદગી કરવામાં આવી હતી. પરંતુ હવે લગ્ન નાસિકની એક હોટલમાં થવા જઈ રહ્યા છે. જોકે, જેઠાલાલે પોતાની દીકરીના લગ્નમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ટીમાંથી કોઈને જ બોલાવ્યા નથી, તેથી આશ્ચર્ય સર્જાયું છે.

દિલીપ જોષીની દિકરીના લગ્નમાં નજીકના સગા સંબઘી જ ઉપસ્થિત રહેશે. કોરોનાના કારણે કોઈને આંમત્રણ આપવામાં આવ્યું નથી માત્ર તેમના પરિવાર જ લોકો લગ્નમાં હાજરી આપશે. બંને પરિવારે પહેલા લોનાવલા, મહાબળેશ્વર, કરજત જેવા સ્થળ પસંદ કર્યા હતા. પરંતુ અશોક મિશ્રા (યશોવર્ધનના પિતા)ના સંબધી નાસિકમાં હોવાના કારણે નાસિકની એક હોટલમાં લગ્ન રાખવામાં આવ્યા છે. નિયતિ જોષી અને યશોવર્ધનની આ વર્ષે માર્ચમાં સગાઈ થઈ હતી. નિયતિ તથા યશોવર્ધને કોલેજનાં નાટકોમાં પણ સાથે કામ કર્યું હતું.

યશોવર્ધન મિશ્રા જાણીતા લેખક અને ગીતકાર અશોક મિશ્રાનો દિકરો છે. જેઠાલાલના જમાઈ એટલે કે યશોવર્ધનની વાત કરીએ તો તે ફિલ્મ ડિરેક્ટર તથા રાઇટર છે. તેણે શોર્ટ ફિલ્મ ‘મંડી’ ડિરેક્ટ કરી છે. યશોવર્ધનના પિતા અશોક મિશ્રા શ્યામ બેનેગલની ફિલ્મ ‘વેલકમ ટુ સજ્જનપુર’ના રાઇટર હતા. આ ફિલ્મમાં તેમણે ‘સીતા રામ..’, ‘આદમી આઝાદ હૈ…’, ‘મુન્ની કી બારી હૈ..’ જેવાં ગીતો લખ્યાં હતાં.

દિલીપ જોષીની દિકરીના લગ્નનું ગ્રાન્ડ રિસેપ્શન 11 ડિસેમ્બરે મુંબઈની બાંદ્રા વેસ્ટની ધ તાજ લેન્ડમાં રાત્રે આઠ વાગ્યે યાજાશે. મળતી માહિતાના આધારે રિસેપ્શનમાં ‘તારક મહેતા…’ના તમામ કલાકારો તથા ક્રૂ-મેમ્બર્સ રિસેપ્શનમાં હાજર રહેશે. જોકે સિરિયલમાં દયાભાભીનું પાત્ર ભજવતી દિશા વાકાણી રિસેપ્શનમાં આવશે નહી.

Most Popular

To Top