SURAT

ઉકાઈ ડેમમાંથી લાખો ક્યુસેક પાણી છોડાતા તાપી નદી છલકાઈ : નાવડી ઓવરે મંદિરના પૂજારી સહિત ત્રણ ફસાયા

સુરત(Surat): ઉપરવાસમાં ભારે વરસાદને (HeavyRain) લઈ દક્ષિણ ગુજરાતની (SouthGujarat) જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં (UkaiDam) સિઝનમાં પહેલી વખત પાણીનો મોટો જથ્થો આવતા ડેમ છલકાઇ ગયો છે. 5.83 લાખ ક્યુસેક પાણીની આવક સામે ડેમમાં પાણીની સપાટીને સલામત સ્તરે જાળવી રાખવા રાત્રે 2.89 લાખ ક્યુસેક પાણી છોડવાનો નિર્ણય કરાતા તાપી (Tapi River) બન્ને કાંઠે વહેતી થઈ ગઈ છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, મધરાત્રે 3 કલાકે ડેમમાંથી 3.50 લાખ ક્યુસેક પાણી છોડવાનો નિર્ણય કરાયો હતો. જેને લઈ સુરતના તમામ ઓવારા પર પાણી ફરી વળ્યું હતું. આ ઉપરાંત સુરતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘુસી જતા તંત્ર દોડતું થઈ ગયું હતું. આવા સંજોગોમાં નાનપુરા નાવડી ઓવારે આવેલા મંદિરમાં પૂજારી સહિત ત્રણ જણા પાણી વચ્ચે ફસાઈ ગયા હતા. ફાયર વિભાગના જવાનોએ ત્રણેયને હેમખેમ બહાર કાઢ્યા હતા.

કાદરશાની નાળમાં ગટરના પાણી બેક માર્યા

ફાયર વિભાગે જણાવ્યું હતું કે ઉકાઈ ડેમમાંથી છોડવામાં આવી રહેલા લાખો ક્યુસેક પાણીને લઈ સુરત તાપી નદીનું રોદ્ર સ્વરૂપ સામે આવ્યું છે. લગભગ તમામ ઓવારે પાણી ભરાઈ ગયા છે. નાનપુરા નાવડી ઓવારા પર આવેલા મંદિરમાં ત્રણ લોકો ફસાયા ગયા હોવાની જાણ બાદ ફાયરના જવાનોએ તાત્કાલિક દોડીને ત્રણેય ને હેમખેમ બહાર કાઢી સુરક્ષિત જગ્યા પર ખસેડયા હતા.

  • રાંદેર રેવા નગર સેવા બસ્તીમાં પાણી ઘુસ્તા બે પરિવારોનું સ્થળાંતર કરાયું
  • ડક્કા ઓવારા પર પાણી ભરાયા

વધુમાં જણાવ્યું હતું કે કોલ લગભગ વહેલી સવારનો જ હતો. જાણકારી મળ્યા બાદ ફાયરના જવાનો મદદે પહોંચી ગયા હતા. મંદિરના પૂજારી સહિત ત્રણેય જણા રવિવારની રાત્રીના ફસાયા હોવાનું જાણવા મળ્યું છે. નદીમાં જબરજસ્ત પાણીનો ફ્લો આવી રહ્યો છે. હાલ તાપી નદી થી દુર રહેવા અને નિચાણ વાળા વિસ્તારોમાં એલર્ટ પણ કરાયું છે.

  • રિવર ફ્રન્ટમાં પાણી ભરાચા

ઉકાઈ માંથી રાત્રે 3.50 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા તાપી નદી પરના રિવરફ્રન્ટની સાથે સાથે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હોવાનું જાણવા મળ્યું છે. જેમાં અડાજણ સ્વામીનારાયણ મંદિર પાસે, વેડરોડ, નાનપુરા કાદરશાની નાળ, રાંદેર હનુમાન ટેકરી, ધાસ્તીપુરા સહિતના નિચાણવાળા વિસ્તારોનો સમાવેશ થાય છે.

Most Popular

To Top