Sports

સાનિયા મિર્જા અને રોહિત બોપન્નાની જોડી ફાઇનલમાં : સાનિયા લેશે સન્યાસ

નવી દિલ્હી : ટેનિસની (Tennis) દુનિયામાં ભારતનું વિશ્વમાં નામ રોશન કરનાર ભારતીય પ્લેયર સાનિયા મિર્જાએ (Sania Mirza) વધુ એક સિદ્ધિ હાસિલ કરી છે. ઓસ્ટ્રેલિયા ઓપનઆ (Australian Open) સાનિયા અને રોહિત બોપન્નાની (Rohit Bopanna) જોડી ઓસ્ટ્રેલિયા ઓપનના મિક્સ ડબલ્સના ફાયનલ (Final) સુધી પહોંચી ગઈ છે. આ ભારતીય જોડીએ સેમીફાયનલમાં ગ્રેટ બ્રિટેનની નીલ સ્કૂપસ અને યુએસની દોસીરા ક્રો જજીકની જોડીને 7-6(5) 6-7(5) 10-6થી પરાસ્ત કરી હતી. આથી પહેલા ભારતીય જોડીએ ક્વાટર ફાયનલ મેચમાં જેલોના ઓસ્ટપેકો અને ડેવિડ વેગા હર્નાન્ડેઝની લાટવિયાઈ ઉપરાંતસ્પેનિશ જોડી સામે વોકઓવર મળ્યો હતો.

  • સાનિયા અને રોહિત બોપન્નાની જોડી ઓસ્ટ્રેલિયા ઓપનમાં
  • મિક્સ ડબલ્સના ફાયનલ સુધી પહોંચવાની સિદ્ધિ હાંસલ કરી
  • આ જોડી જો ફાયનલ જીતશે તો પણ સાનિયાની આ અંતિમ મેચ હશે

આ જોડી જો ફાયનલ જીતશે તો પણ સાનિયાની આ અંતિમ મેચ હશે
હવે આ સિદ્ધિ મેળવ્યા પહેલા જ ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્જા તેના કરિયરમાં સન્યાસની જાહેરરત કરી ચુકી છે. હવે જો આ જોડી ફાઇનલ મેચ જીતશે તો પણ આ સાનિયાની અંતિમ મેચ હશે.ફાઇનલમાં પહોંચવા માટે આ જોડીએ ક્વાટર ફાઇનલની મેચમાં ઉરુગ્વે અને જાપાની જોડી એરિયલ બેહાર અને મકતો નિનોમિયાને 6-4,7-6 (11-9) થી હારવી હતી.ફાઇનલમાં ક્વોલિફાય થયા બાદ ટોચનો ભારતીય ટેનિસ સ્ટાર વધુ એક ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીતવાનું સપનું સાકાર કરવા આગળ વધી રહી છે.

ભારતીય જોડીએ મેચની શાનદાર શરૂઆત કરી હતી
ભારતીય જોડીએ મેચની શાનદાર શરૂઆત કરી હતી અને પ્રથમ સેટ 7-6ના માર્જીનથી જીતી લીધો હતો. જોકે, તે બીજો સેટ 6-7ના માર્જિનથી હાર્યા હતા. આ ટૂર્નામેન્ટમાં પ્રથમ સેટ ગુમાવ્યા બાદ ભારતીય જોડીએ શાનદાર રીતે પુનરઆગમન કરી અને 10-6ના માર્જિનથી ત્રીજો સેટ જીતીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

અત્યાર સુધી માત્ર એક સેટ જ હાર્યા છે,સાનિયા-બોપન્ના
અત્રે ઉલ્લેખનીય છે કે સાનિયા અને બોપન્નાની પેર અત્યાર સુધી મિક્સ ડબલ્સમાં માત્ર એક જ મેચ હાર્યા હોવાઓ રેકોર્ડ ધરાવે છે. સેમીફાયનલ મેચમાં બીજા સેટમાં તેમો ખુબ જ નાના માર્જિનથી હારનો સ્વાદ ચાખવો પડ્યો હતો. બોપન્ના અને મેથ્યુ એબ્ડેનની મેન્સ ડબલ્સની જોડી પ્રથમ રાઉન્ડમાંથી બહાર થઈ ગઈ હતી. સાનિયા અને કઝાકિસ્તાનની અન્ના ડેનિલિના વિમેન્સ ડબલ્સના બીજા રાઉન્ડમાં હારી ગઈ હતી.

Most Popular

To Top