ધરમપુર: ધરમપુરની (Dharmpur) વનરાજ આટર્સ એન્ડ કોમર્સ કોલેજ (Arts And Commerce Collage) ખાતે 967 જેટલાં વિદ્યાર્થીઓ (Student) પાસેથી 2019માં ટેબલેટ (Tablet) માટે રૂ.1000 ઉઘરાવ્યા બાદ આજદિન સુધી સરકાર (Government) દ્વારા ટેબલેટ આપવામાં આવ્યા ન હતા. છેલ્લા 3 વર્ષ કોલેજ સંચાલકો દ્વારા દરેક વિદ્યાર્થીઓને બે ચાર માસમાં ટેબલેટ મળી જશે, એવું કહી લોલીપોપ આપવામાં આવતાં છેવટે ધરમપુર આદિવાસી સમાજના પ્રમુખ કમલેશ પટેલ તથા તા.પં.ના અપક્ષ સભ્ય કલ્પેશ પટેલ તથા ચીખલી-વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં મંગળવારે ધરમપુર વનરાજ કોલેજ પરિસરમાં ધરણાં પ્રદર્શનનો કાર્યક્રમ રાખ્યો હતો. જેન લઈ કોલેજના સંચાલકો તથા સરકારી તંત્ર દોડતું થઇ ગયું હતું.
- વાંસદાના ધારાસભ્ય સહિત આદિવાસી સમાજના આગેવાનો ધરણાં પ્રદર્શનમાં જોડાતાં સરકારી તંત્ર દોડતું થયું
- વનરાજ કોલેજના 967 વિદ્યાર્થીઓએ રૂા. 1 હજાર જમા કરવવા છતાં સરકારે ત્રણ વર્ષ સુધી ટેબલેટ નહીં આપ્યા
- ધરણાં પ્રદર્શન પહેલાં જ ટેબલેટનું વિતરણ કરવામાં આવતા અનેક તર્ક વિતર્કો સાથે ચર્ચા શરૂ થઈ
- આંદોલન શરૂ થતાં જ ટેબલેટ આવી ગયા
સવારે 11 થી બપોરે 3 વાગ્યા સુધી ધારાસભ્ય અનંત પટેલની સાથે ધરમપુર તા.પં.ના સભ્ય, ધરમપુરના આદિવાસી પ્રમુખ અને ખેરગામના ડો.નિરવ પટેલ તથા કોંગ્રેસના કપરાડા તાલુકા પંચાયતના સભ્ય કુજાલી પટેલ સહિત કોલેજના 200થી વધુ આદિવાસી વિદ્યાર્થીઓ ધરણાં પ્રદર્શનમાં જોડાયા હતા.
આંદોલન શરૂ થતાં જ ટેબલેટ આવી ગયા
બીજી બાજુ કોલેજના ઈન્ચાર્જ આચાર્ય ઉત્તમ પટેલ તથા કોલેજ ટ્રસ્ટી મંડળ દ્વારા કોલેજના સભાખંડમાં વિદ્યાર્થીઓને બોલાવી ટેબલેટ વિતરણનું કામ તાત્કાલિક શરૂ કરી દેવાયું હતું. આ ધરણાં પ્રદર્શન સરકારી તંત્ર સજાગ બની ગયું હતું. અમદાવાદથી ટેબલેટ સુરત યુનિવર્સિટી પહોંચે એ પહેલાં ટેબલેટ તાત્કાલિક સુરતથી ધરમપુર વનરાજ કોલેજ ખાતે વહેલી સવારે પહોંચાડી દેવાયા હતા. અચાનક ધરણાં પ્રદર્શન પહેલાં જ ટેબલેટનું વિતરણ કરવામાં આવતા અનેક તર્ક વિતર્કો સાથે ચર્ચા શરૂ થઈ હતી કે, તાત્કાલિક ટેબલેટ આવ્યા ક્યાંથી?
મળતી માહિતી મુજબ આ અગાઉ શૈક્ષણિક વર્ષ 2020-21માં કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ટેબલેટ આપવા માટે વિદ્યાર્થીદીઠ એક હજાર રૂપિયા ઉઘરાવ્યા પછી પણ શૈક્ષણિક વર્ષ પૂર્ણ થવા આવ્યું છતાં 50 ટકા વિદ્યાર્થીઓને ટેબલેટ આપવાના બાકી હતાં.