Business

તાપસી હવે નવુ પન્નુ ઊતરશે

તાપસી પન્નુ પોતાને બધી રીતે પર્ફેકટ બનાવવા માંગે છે. હમણાં તે એક એથલેટિક વસ્ત્રોની બ્રેન્ડને પ્રમોટ કરવા લાગી છે. આ માટે તેણે એવું શરીર પણ બનાવ્યું છે તે સુપર બોડીઝની ઘેલછા ધરાવતી નથી પણ એક એકટ્રેસની જે જરૂરિયાત હોવી જોઇએ તે વિશે જે કરવાનું હોય તે કરવા માંગે છે. ફિલ્મ બિઝનેસમાં પાછા પડવાનો કોઇ અર્થ નથી હોતો. આ કારણે જ તે રાજકુમાર હીરાનીની ‘ડંકી’માં શાહરૂખ ખાનની હીરોઇન બની છે. અત્યાર પહેલાં તેના હીરોમાં ટોપ સ્ટાર્સનું સ્થાન ઓછુ હતું પણ હવે આ સ્થિતિને તે બદલવા માંગે છે.

બસો કે પાંચસો કરોડ કમાતી ફિલ્મનો તે પણ હિસ્સો બનવા માંગે છે. તેની કારકિર્દીમાં આ એક મહત્વનું પરિવર્તન છે. તેના આ પરિવર્તનને રિસ્પોન્ડ મળવા લાગ્યો છે. હમણાં એક મેકઅપ બ્રેન્ડે પણ તાપસીને તેની બ્રેન્ડ એમ્બેસેડર બનાવી છે. હમણાં તે માટીસ બો સાથે લોસએંજલસ ગઇ હતી. બો ઉપરાંત તાપસી સાથે તેની બહેન શગુન પન્નુ પણ હતી અફવા છે કે બો સાથે તાપસીને બહું ફાવે છે. ખબર નહીં પણ તાપસીનાં અંગત જીવન અને કારકિર્દી અંગે ઘણા પરિવર્તન આવી રહ્યાં છે. તે અત્યારે ‘ધક ધક’ નામની ફિલ્મનું નિર્માણ પણ કરી રહી છે તેમાં રત્ના પાઠક શાહ, ફાતિમા સના શેખ, દિયા મિર્ઝા અને સંજના સાંધી છે પણ પોતાને બાદ રાખી છે. તાપીસ કદાચ ડંકીથી પોતાની ઇમેજ બદલવા માંગે છે.

હમણાં આ ફિલ્મના શૂટિંગ માટે તે શાહરૂખ સાથે કાશ્મીર હતી. આ ફિલ્મ 2023ની 22મી ડિસેમ્બર રજૂ થવાની છે. આ વર્ષે જ પ્રતિક ગાંધી પ્રતિક બબ્બર સાથેની ‘વો લડકી હૈ કહાં’ પણ આવી જશે જેમાં તે એક લેડી પોલીસ અધિકારી બની છે જે એક વરરાજા સાથે કન્યા શોધે છે. આ એક કોમેડી ફિલ્મ છે. તે ઉપરાંત હસીન દિલરુબાની સિકવલ ‘ફીર આયી હસીન દિલરુબા’માં પણ તે કામ કરી રહી છે. તાપસી બીજીએ વાતનીય દરકાર રાખે છે કે બહુ બધી રિમેક ફિલ્મોમાં કામ ન કરવું. ‘ધ વેડિંગ ફેકટ્રી’ નામની ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની ધરાવતી પન્નુ મૂળ તો સોફટવેર એંજિનિયર હતી એટલે બિઝનેસને જૂદીજૂદી રીતે વિચારી શકે છે. 2010થી તે ફિલ્મોમાં છે તો હવે તેણે તેમ કરવું પણ જોઇએ. સાઉથમાં પ્રભાસ, રવિ તેજા, ગોપીચંદ વગેરે સાથે પછી હિન્દીમાં અક્ષય કુમાર અમિતાભ બચ્ચન જેવા સ્ટાર્સ ઉપરાંત ઘણા અપકમિંગ અભિનેતા સાથે કામ કરનારી તાપસી હવે એક નવી ઇમેજ માટે તત્પર બની છે તે પોતાની બીજી કંગના રણૌત બનવા દે તેવી નથી. બંને જૂદી ટેલેન્ટ છે તે જૂદી રીતે જ ઓળખાશે. •

Most Popular

To Top