National

કુનો નેશનલ પાર્કમાં ચિત્તાના 2 બાળકોના મોત

મધ્ય પ્રદેશ: મધ્ય પ્રદેશમાં (Madhya Pradesh) આવેલા કુનો નેશનલ પાર્કમાં (Kuno National Park) નામિબિયાથી (Namibia) લાવવામાં આવેલા ચિત્તાના (cheetah) બે બચ્ચાના મૃત્યુ પામ્યા છે. આ પહેલા પણ 23 મેનાં રોજ એક બચ્ચાનું મોત થયું હતું. તાજેતરમાં જ્વાલા નામની માદા ચિત્તાએ 4 બચ્ચાને જન્મ આપ્યો હતો. ત્યાર બાદ એકનું મૃત્યુ થયુ હતું. તેના મૃત્યુ થવાનુ કારણ કુને નેશનલ પાર્કમા ગરમી અને લુ લાગવાથી થયુ હોવાનુ જણાવ્યુ છે. પરિસ્થિતિ જોતા જ્વાલા અને તેના બાકીના 3 બચ્ચાને વન્યજીવોને તબીબોની ટીમની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હતા. આ સાથે કુનો નેશનલ પાર્કમાં અત્યાર સુધીમાં 3 બચ્ચા અને 3 ચિત્તાના મોત થયા છે. મૃત્યુ પામેલા બચ્ચાનું નિયમો અનુસાર પોસ્ટમોર્ટમ (postmortem) કરવામાં આવી રહ્યું છે.

મધ્ય પ્રદેશ મુખ્ય વન સંરક્ષક કેન્દ્ર તરફથી જાણાકારી મળી છે કે 23મેના રોજ ચિત્તાનું બચ્ચુ મૃત્યુ પામતા મેનેજમેન્ટ અને વાઈલ્ડલાઈફ ડોકટરોની ટીમે તાત્કાલિક બાકીના ત્રણેય બચ્ચાઓને બચાવવા અને જરૂરી સારવાર કરવાનો નિર્ણય લીધો હતો. પરંતુ તેમાંથી બેની સ્થિતિ વધારે ગંભીર હતી જેના કારણે તેમનુ મૃત્યુ થયુ હતું.

1 બચ્ચાની હાલત હજુ પણ ગંભીર
અધિકારીઓના જણાવ્યા અનુસાર 1 બચ્ચાની હાલત હજુ પણ ગંભીર છે. હાલમાં તેને સારવારના અર્થે પાલનપુરની હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે. જ્યાં ડોક્ટોરોની ટીમ સતત સારવાર કરી રહી છે. સારવાર માટે ચિત્તા નિષ્ણાતો અને નામિબિયા તથા દક્ષિણ આફ્રિકાના ડૉક્ટરો પાસેથી પણ સલાહ સુચન લેવામાં આવી રહી છે.

આ પહેલા દક્ષા, ઉદય અને શાશા નામના ચિત્તાના મૃત્યુ થયા હતા
આ પહેલા 9 મેના રોજ માદા ચિત્તા દક્ષા ઘાયલ અવસ્થામાં મળી આવી હતી. જેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. માદા ચિત્તા દક્ષા પહેલા 23 એપ્રિલના રોજ ઉદય નામના ચિતાનું પણ મૃત્યુ થયું હતું. તેની તબિયત લથડતા સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. 26 માર્ચે શાશા માદા ચિત્તાનું પણ મૃત્યુ થયું હતું. શાશાને કિડનીમાં ઈન્ફેક્શન થયના લગભગ બે મહિનાની સારવાર બાદ તેનુ મૃત્યુ થયુ હતુ.

Most Popular

To Top