Sports

ન્યૂઝીલેન્ડને હરાવી પાકિસ્તાનની ફાઈનલમાં એન્ટ્રી

નવી દિલ્હી: નસીબના જોરે ટી-20 વર્લ્ડકપની સેમીફાઈનલમાં પહોંચેલી પાકિસ્તાનની ટીમ ચેમ્પિયનની જેમ ફાઈનલમાં પહોંચી ગયું છે. ન્યૂઝીલેન્ડને રમતના તમામ ક્ષેત્રમાં પરાસ્ત કરીને પાકિસ્તાની ટીમે 7 વિકેટે હરાવ્યું છે. આ સાથે જ ફાઈનલમાં પહોંચનારી પાકિસ્તાન પ્રથમ ટીમ બની છે. પાકિસ્તાને 3 વિકેટ ગુમાવી 20મી ઓવરમાં 153નો ટાર્ગેટ હાંસલ કર્યો હતો.

આજે સેમીફાઈનલ મુકાબલામાં પાકિસ્તાનના ખેલાડીઓએ બોલિંગ અને ફિલ્ડીંગ બાદ બેટિંગમાં પણ શાનદાર પ્રદર્શન દાખવ્યું હતું. પાકિસ્તાની ઓપનરોએ ન્યૂઝીલેન્ડના બોલરોને જરાય મચક આપ્યા વિના વિના વિકેટે 100 રનનો સ્કોર પાર કરી લીધો હતો. આખાય ટુર્નામેન્ટમાં રન નહીં બનાવવાના લીધે પાકિસ્તાની કેપ્ટનની આલોચના થતી હતી તે પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે આજે નિર્ણાયક મેચમાં ફિફ્ટી ફટકારી હતી. પાકિસ્તાનની પહેલી વિકેટ 105ના સ્કોર પર પડી હતી. કેપ્ટન બાબર આઝમ અંગત 53 રનના સ્કોરે આઉટ થયો હતો. ત્યાર બાદ રિઝવાને પણ પોતાની અર્ધસદી પૂરી કરી હતી. રિઝવાન 57ના અંગત સ્કોરે આઉટ થયો હતો.

ન્યુઝીલેન્ડ 153 પર ઓલ આઉટ
પ્રથમ સેમીફાઈનલમાં ન્યૂઝીલેન્ડે પાકિસ્તાનને જીતવા માટે 153 રનનો ટાર્ગેટ આપ્યો છે. ડેરેલ મિશેલના 53 અને કેન વિલિયમસનના 46 રનના કારણે ન્યૂઝીલેન્ડ આ લક્ષ્યને ઘણી મુશ્કેલીથી પહોંચી શક્યું હતું. હવે જો પાકિસ્તાનને ફાઇનલમાં પહોંચવું હોય તો તેણે આ ટાર્ગેટ પૂરો કરવો પડશે.

ન્યુઝીલેન્ડનો કેપ્ટન પેવેલિયન પરત ફર્યો
ન્યૂઝીલેન્ડને 17મી ઓવરના બીજા બોલ પર ચોથો ઝટકો લાગ્યો હતો. કેપ્ટન કેન વિલિયમસન 42 બોલમાં 46 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. તેણે પોતાની ઇનિંગમાં એક ફોર અને એક સિક્સર ફટકારી હતી. વિલિયમસનના આઉટ થયા બાદ જેમ્સ નીશમ ક્રિઝ પર આવ્યો હતો.

ન્યૂઝીલેન્ડની ઇનિંગ્સની 16 ઓવર પૂર્ણ
ન્યૂઝીલેન્ડની ઇનિંગ્સની 16 ઓવર પૂરી થઈ ગઈ છે. તેણે ત્રણ વિકેટે 116 રન બનાવ્યા છે. કેન વિલિયમસન અને ડેરેલ મિશેલે ચોથી વિકેટ માટે 48 બોલમાં 67 રનની ભાગીદારી કરી હતી. વિલિયમસન 41 બોલમાં 46 અને મિશેલ 24 બોલમાં 38 રન બનાવીને રમી રહ્યા છે.

કેન વિલિયમસનની વિકેટ પડી
પાકિસ્તાનના શાહીન આફ્રિદીએ આખરે કેન વિલિયમસનને આઉટ કર્યો છે. સેમીફાઈનલ જેવી મોટી મેચમાં કેન વિલિયમસન 42 બોલમાં 46 રન જ બનાવી શક્યો હતો. ન્યૂઝીલેન્ડનો સ્કોર 4 વિકેટે 117 રન થઈ ગયો છે. ન્યૂઝીલેન્ડની ઇનિંગમાં હવે 18 બોલ બાકી છે.

ન્યુઝીલેન્ડનો સ્કોર 100ને પાર
ન્યૂઝીલેન્ડનો સ્કોર 15 ઓવરમાં 100ને પાર કરી ગયો છે, ટીમે તેની 3 વિકેટ ગુમાવી દીધી છે. હવે ન્યૂઝીલેન્ડે છેલ્લી પાંચ ઓવરમાં મોટા શોટ રમવા પડશે, તો જ સેમિફાઇનલમાં સન્માનજનક સ્કોર બનાવશે. કેન વિલિયમસન અને ડેરેલ મિશેલ અત્યારે ક્રિઝ પર છે.

ન્યુઝીલેન્ડની ત્રણ વિકેટ પડી
પ્રથમ સેમીફાઈનલમાં દસ ઓવર રમાઈ છે. ન્યુઝીલેન્ડનો સ્કોર ઘણો ખરાબ છે 12 ઓવરમાં માત્ર 81 રન બનાવ્યા છે. ન્યુઝીલેન્ડનો સ્કોર આઠ ઓવર પછી 49 રનમાં ત્રણ વિકેટ પડી ગઈ હતી. મોહમ્મદ નવાઝે માત્ર 6 રનના સ્કોર પર ગ્લેન ફિલિપ્સનો કેચ પકડ્યો હતો.

સેમીફાઈનલમાં પાકિસ્તાન મજબૂત
સેમીફાઈનલમાં પાકિસ્તાનની ટીમ પૂરા રંગમાં જોવા મળી રહી છે. પાવરપ્લેમાં ન્યુઝીલેન્ડે બે વિકેટ ગુમાવી દીધી છે. પાકિસ્તાનને છઠ્ઠી ઓવરના છેલ્લા બોલ પર ડેવોન કોનવેની વિકેટ મળી હતી. શાદાબ ખાને સીધો ફટકો મારતાની સાથે જ ડેવોન કોનવે પોતાની વિકેટ ગુમાવી બેઠો હતો. ન્યૂઝીલેન્ડનો સ્કોર 6 ઓવરમાં 38 રનમાં બે વિકેટે થઈ ગયો છે.

ન્યૂઝીલેન્ડને પ્રથમ ઓવરમાં જ આંચકો લાગ્યો
સેમીફાઈનલ મેચમાં પાકિસ્તાનની શાનદાર શરૂઆત કરી હતી. ન્યૂઝીલેન્ડે ભલે પહેલા બોલ પર ચોગ્ગો ફટકાર્યો હોય, પરંતુ ફિન એલનના રૂપમાં ત્રીજા બોલ પર પ્રથમ વિકેટ પડી. શાહીન આફ્રિદીએ પણ બીજા બોલ પર વિકેટ લીધી હતી, પરંતુ અમ્પાયરનો નિર્ણય બદલાઈ ગયો હતો. જોકે, ત્રીજા બોલ પર ફિન એલન ફરી આઉટ થયો હતો અને આ વખતે નિર્ણય યોગ્ય હતો.

Most Popular

To Top