Kitchen | Recipe

સ્વીટ કોર્ન રોસ્ટી

સામગ્રી
૩/૪ કપ મકાઇના દાણા
૧ કપ રવો
૨ ટેબલસ્પૂન ચણાનો લોટ
૧/૪ ટીસ્પૂન હળદર
૧/૨ ટીસ્પૂન ચીલી ફલેકસ
સ્વાદાનુસાર મીઠું
૧/૨ કપ મકાઇના દાણા
૧ નંગ સમારેલું ગાજર
૨ ટેબલસ્પૂન સમારેલાં કેપ્સિકમ
૩ ટેબલસ્પૂન સમારેલાં લીલા કાંદા
૧/૨ ટીસ્પૂન ઇનો ફ્રૂટ સોલ્ટ
જરૂર મુજબ તેલ

  • રીત
  • મિકસરમાં મકાઇના દાણાની સ્મુધ પેસ્ટ વાટો. એને એક બાઉલમાં કાઢો.
  • તેમાં રવો, ચણાનો લોટ, હળદર, ચીલી ફલેકસ અને સ્વાદાનુસાર મીઠું નાખી મિકસ કરો. તેમાં જરૂર મુજબ પાણી નાખી ૨૦ મિનિટ રવો પલળે ત્યાં સુધી રહેવા દો.
  • ત્યાર બાદ તેમાં મકાઇના દાણા, સમારેલાં ગાજર, કેપ્સિકમ અને લીલા કાંદા નાખી બરાબર મિકસ કરો.
  • તેમાં ઇનો અને બે ટેબલસ્પૂન પાણી નાખી બરાબર મિકસ કરો.
  • એક પેન ગરમ કરી તેલ લગાડી એના પર મકાઇનું મિશ્રણ એક સરખું પાથરો. ઉપર ઢાંકણું ઢાંકી બે-ત્રણ મિનિટ અથવા બેઝ બરાબર રોસ્ટ થાય ત્યાં સુધી થવા દો. ઉથલાવી બીજી બાજુ પણ મધ્યમ તાપે થવા દો. બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થવા દો.
  • સ્વીટ કોર્ન રોસ્ટીને ગ્રીન ચટણી કે ટોમેટો કેચપ સાથે સર્વ કરો.

કોર્ન મેથી કબાબ
સામગ્રી
૧ કપ બાફી અધકચરા
વાટેલાં મકાઇ
૧/૨ કપ મેથીની ભાજી
૧/૨ કપ બાફી, છોલી,
છૂંદેલા બટાકા
૨ ટેબલસ્પૂન કોથમીર
૧ ટીસ્પૂન લાલ મરચું
૧/૨ ટીસ્પૂન જીરું પાઉડર
૨ ટેબલસ્પૂન ચોખાનો લોટ
૧ ટેબલસ્પૂન કોર્નફલોર
સ્વાદાનુસાર મીઠું
જરૂર મુજબ તેલ

  • રીત
  • એક બાઉલમાં તેલ સિવાયની બધી સામગ્રી મિકસ કરો.
  • મિશ્રણના સરખા ભાગ કરી ટીકકી વાળો.
  • એક નોનસ્ટીક તાવી ગરમ કરી તેના પર તેલ મૂકી ટીકકી બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય એ રીતે શેકો.
  • ગરમાગરમ કોર્ન મેથી કબાબ ચટણી સાથે સર્વ કરો.

મેકિસકન કોર્ન-બેલ પેપર ટોસ્ટાડાસ
સામગ્રી
ટોર્ટીલા માટે
૧ કપ મકાઇનો લોટ
૧ કપ મેંદો
ચપટી મીઠું
હૂંફાળું પાણી
બીન સ્પ્રેડ માટે
૧ કપ પલાળેલા ચોળા
૧ નંગ કાંદો
૨ ટેબલસ્પૂન કોકોનટ મિલ્ક
સ્વાદાનુસાર મીઠું
તેલ

ટોપિંગ માટે
૧ નંગ રેડ કેપ્સિકમ
૫ ટેબલસ્પૂન મકાઇના દાણા
૧ ટીસ્પૂન લાલ મરચું
૧ ટીસ્પૂન જીરું પાઉડર
સ્વાદાનુસાર મીઠું

  • રીત
  • એક બાઉલમાં મકાઇનો લોટ, મેંદો, થોડું મીઠું અને જરૂર મુજબ પાણી નાખી કઠણ લોટ બાંધો. એના પર કટકો ઢાંકી રહેવા દો.
  • ચોળાને બે કલાક પાણીમાં પલાળો. કુકરમાં પાણી અને ચોળા નાખી ચાર વ્હિસલ વગાડી બાફો.
  • એક પેનમાં તેલ ગરમ કરી કાંદા ચઢી જાય ત્યાં સુધી સાંતળો. તેમાં બાફેલા ચોળા અને થોડું પાણી નાખો.
  • પોટેટો મેશરથી ચોળાને અધકચરા છૂંદી કાઢો.
  • તેમાં કોકોનટ મિલ્ક અને મીઠું નાખી મિકસ કરો. એ જાડું થાય ત્યાં સુધી થવા દો. ગેસ બંધ કરી બાઉલમાં કાઢી ઉપર થોડું તેલ નાખો. જેથી કોરું ન થઇ જાય.
  • એક પેનમાં તેલ ગરમ કરી તેમાં રેડ કેપ્સિકમ નાખી ચડી જાય ત્યાં સુધી સાંતળો. તેમાં મકાઇના દાણા, જીરું પાઉડર, લાલ મરચું અને મીઠું નાખી બરાબર મિકસ કરી બાજુ પર રાખો.
  • ટોસ્ટાડાસ બનાવવા માટે લોટમાંથી લૂઆ પાડી નાની રોટલી વણો. તાવી ગરમ કરી તેના પર રોટલી નાખી બંને બાજુ ગોલ્ડન બ્રાઉન શેકો.
  • ટોસ્ટાડાસ સર્વ કરતી વખતે રોટલી પર બીન સ્પ્રેડ એક સરખું પાથરી ઉપર સાંતળેલાં શાકભાજી નાખો. તમે ઉપર મેકિસકન ગ્રીન સોસ પણ નાખી શકો.

Most Popular

To Top