સુરત: શહેરના સાયબર ક્રાઇમ વિભાગે એક મોટા વિઝા કન્સલ્ટન્સી ગોટાળાનો પર્દાફાશ કર્યો છે, જેમાં શાઇન ઇમિગ્રેશન નામની કન્સલ્ટન્સી ચલાવતો ઇસમ ખોટા બેંક સ્ટેટમેન્ટ અને નોકરીના બોગસ લેટર્સ બનાવી વિઝા અપાવવા માટે લોકોને છેતરતો હતો. પોલીસે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરી રહેલા ઇસમોને ઝડપી લીધા છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ કેસમાં મુખ્ય આરોપી વિશાલ કાંતીલાલ વઘાસીયા (ઉ.વ. 32.,રહે.,જાનકી રેસીડેન્સી,જહાંગીરપુરા) વિઝા કન્સલ્ટન્સી ચલાવતો હતો. આ આરોપી અને તેના સાગરિતોએ વિઝા મેળવવા માટે કસ્ટમરો પાસેથી ખોટા બેંક સ્ટેટમેન્ટ અને જુદી જુદી બેંકોના બોગસ સીલ તૈયાર કરી અને તે દસ્તાવેજોનો ઉપયોગ કરીને વિઝા પ્રક્રિયામાં લોકોને છેતરતા હતા.
પોલીસના જણાવ્યા મુજબ, વિશાલ અને તેની ટીમના અન્ય સભ્યોને પોતાના ગ્રાહકો માટે વધુ બેલેન્સ બતાવવા માટે બોગસ બેંક સ્ટેટમેન્ટ બનાવવામાં એક્સપર્ટ હતી. વધુમાં, અઝરબૈજાન જેવા દેશોમાં નોકરીઓ મેળવવાના ખોટા ઓફર લેટર્સ અને નકલી ફ્લાઇટની ટિકિટો પણ કસ્ટમરોને આપી છેતરપીંડી આચરવામાં આવતી હતી.
પોલીસની રેડ દરમિયાન ઓફિસમાંથી અનેક ખોટા બેંક દસ્તાવેજો, ચેકબુક અને ફોર્મ મળ્યા છે. આ સાથે અન્ય બે આરોપીઓ રણજીત કુમાર(કલ્યાણ,મુંબઈ) અને નિશાંતકુમાર(મોરગામ) પણ આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું છે, પરંતુ તેઓ હાલ ફરાર છે.
આઇલવયુ પીડીએફ વેબસાઇટ ઉપર બોગસ સ્ટેટમેન્ટ બનાવતા
આરોપીઓએ i love pdf વેબસાઈટમાં જઈ એકાઉન્ટ સ્ટેટમેન્ટમાં એડિટિંગ કરતા હતા. તેમાં વધુ બેલેન્સ બતાવી તેની પ્રિન્ટ કાઢી તેમાં પોતે અલગ અલગ બેંકમાં રાઉન્ડ સીલ બનાવ્યા હતા. અને તે રાઉન્ડશીલ મારી તેની ઉપર મેનેજર તરીકે પોતે બોગસ સહી કરતા હતા. બાદમાં આ ફાઈલો બનાવી સ્ટુડન્ટ્સને આપતા હતા.
40 જેટલા સ્ટુડન્ટ પાસેથી 16 લાખથી વધુ પડાવ્યા હોવાની વાત
આરોપીઓ જે બોગસ ફાઈલ બનાવી આપતા તેના ચાર્જ પેટે 40,000 લેતા હતા. આજદિન સુધી તેમને 40થી વધારે સ્ટુડન્ટને અલગ અલગ બેંકના સ્ટેટમેન્ટ બનાવી રાઉન્ડ સીલ મારી આપ્યા છે. અને બેંક મેનેજર તરીકે બોગસ સહીઓ કરી આપી છે. આ બોગસ ફાઈલ સ્ટુડન્ટ જે તે એમ્બેસીમાં જઈ પોતે બનાવી આપેલ બેંક સ્ટેટમેન્ટ આધારે વેરીફિકેશન કરાવી સ્ટુડન્ટ વિઝા મેળવતા હતા.
મુંબઈનો રણજીત કુમાર બોગસ જોબ ઓફર લેટર અને ફ્લાઇટની ટિકિટ બનાવી આપતો
મેં 2024 માં વિશાલનો મોરાના નિશાતકુમાર મારફતે મુંબઈના રણજીત સાથે સંપર્ક થયો હતો.જે રણજીત કુમાર પાસે કંપનીના બોગસ જોબ લેટર અને ફ્લાઇટની ટિકિટ કરાવતો હતો રવિ ગ્રાહકો પાસે 3.50 લાખ ચાર્જ લઈ તેમાંથી 50 હજાર તેનું કમિશન કાઢતો હતો. રણજીત રવીના કહેવાથી AZARBAIJAN નામથી કંપનીનો જોબ ઓફર લેટર અને ફ્લાઇટ ટિકિટ બનાવી આપતો હતો. જેની પીડીએફ બનાવી રણજીત રવિને વોટ્સેપ પર મોકલી આપતો હતો.