સુરત(Surat): જહાંગીરપુરા (Jahangirpura) વિસ્તારમાં રહેતી વિધવા (Widow) સાથે અનૈતિક સંબંધ (Illegal Relation) બનાવી એની 13 વર્ષની દીકરી (13 year old girl) પર અનેકવાર દુષ્કર્મ (Rape) ગુજારનાર ને પોલીસે ઝડપી પાડી આગળની તપાસ હાથ ધરી છે.
થોડા દિવસ અગાઉ દીકરી સાથે ધાર્મિક સ્થળે દર્શન કરવા ગયેલી માતાની ગેરહાજરીમાં નરાધમે પહેલી વાર પોતાની હવસ પુરી કરી હોવાનું સામે આવ્યું છે એટલું જ નહીં પણ સુરત પરત ફરેલી વિધવા પ્રેમિકા ઘરમાં પણ માસુમ દીકરી પર જબરજસ્તીથી બળાત્કાર ગુજાર્યો હોવાનું બહાર આવતા પોલીસે યુવકની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.
- સોમનાથના પ્રવાસ દરમિયાન પ્રેમિકાની ગેરહાજરીમાં દીકરીને હવસનો શિકાર બનાવી : ઘરમાં પણ દીકરી પર બળાત્કાર ગુજાર્યો
આ વાતની જાણ કોઈને કરી તો તારી માતાને જાનથી મારી નાંખવાની ધમકી આપી માસુમ દીકરી પર બળાત્કાર ગુજારતો હોવાની હકીકત સામે આવી છે. જહાંગીરપુરા પોલીસે પોસ્કો અને દુષ્કર્મનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
પોલીસે જણાવ્યું હતું કે, હિમાંશુ પ્રવીણભાઈ વાઘેલા (ઉં.વ.28) મૂળ ભાવનગરના શિહોર તાલુકાના અમરગઢનો વતની છે. સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં રહેતી વિધવા મહિલા સાથે 8-9 વર્ષથી પ્રેમ સંબંધ ધરાવે છે. વર્ષ 2014માં મહિલાના પતિના મૃત્યુ બાદ હિમાંશુ અવારનવાર તેની સાથે રહેતો હતો. આ દરમિયાન હિમાંશુ ઓગસ્ટ મહિનામાં પ્રેમિકા અને તેની 13 વર્ષની પુત્રીને સોમનાથ ફરવા માટે લઈ ગયો હતો. જ્યાં તેઓ હોટલમાં રોકાયા હતા.
વધુમાં જણાવ્યું હતું કે, રાત્રિના સમયે કિશોરીને મૂકી માતા આઈસ્ક્રીમ લેવા માટે ગઈ હતી. ત્યારે ગેરલાભ ઉઠાવી હિમાંશુએ 13 વર્ષની કિશોરી પર બળજબરીપૂર્વક બળાત્કાર ગુજાર્યો હતો. કિશોરી હેબતાઈ જતા માતાને કોઈ વાત કરી ન હતી. પરંતુ તેઓ સુરત આવી ગયા બાદ ગત 2 સપ્ટેમ્બરના રોજ બાળકીની માતા રામમઢી ખાતે દર્શન કરવા માટે ગઈ હતી.
આ દરમિયાન બાળકી ઘરે એકલી હોવાથી હિમાંશુ ઘરે આવ્યો હતો અને બીજી વાર બળજબરીથી શરીર સંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો. તેમજ આ વાત કોઈને કરી છે તો તને અને તારી માતા ને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જોકે માસુમ દીકરીએ અંકલની બદદાનત સહિતની હકીકત માતાને કહેતા વિધવાના પગ તળિયેથી જમીન સરકી ગઈ હતી. વિધવા આ બાબતે પ્રેમી હિમાંશુ વાઘેલા સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે પોસ્કો અને બળાત્કારનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.