સુરત : (Surat) ડિંડોલીમાં રહેતી મહિલા (Women) પતિની (Husband) અંતિમ ઇચ્છા પ્રમાણે બેંકમાંથી (Bank) રૂપિયા ઉપાડી (Cash) ઘરે જઇ રહી હતી, આ દરમિયાન રિક્ષામાં (Auto Rickshaw ) તેઓ પૈસા ભરેલી બેગ (Bag) ભૂલી ગયા હતા. પરંતુ ઇમાનદાર રિક્ષાવાળાએ પોતાની ઇમાનદારી (Honesty) બતાવીને વિધવા (Widow) મહિલાને રૂા. 2.40 લાખ ભરેલી બેગ પરત કરીને માનવતા મહેકાવી હતી.
- પતિની અંતિમ ઇચ્છા પુરી કરવા પત્ની બેંકમાંથી રૂપિયા ઉપાડીને ઘરે જઇ રહી હતી, ત્યાં જ રિક્ષામાં બેગ ભૂલાઇ ગઇ
- રિક્ષાચાલક રૂપિયા ભરેલી બેગ આપવા પોલીસ મથકે પહોંચ્યો તો પોલીસ સીસીટીવીથી રિક્ષાનો નંબર મેળવી તેના ઘરે પહોંચી
ઘટનાની વિગત મુજબ મહાદેવ ડિંડોલી નગરમાં રહેતા મધુબેન પટેલના પતિ ફાયર વિભાગમાં જમાદાર તરીકે નોકરી કરતા હતા. તેઓની અંતિમ ઇચ્છા હતી કે, તેઓ પોતાના સ્વપ્નનું ઘર બનાવે અને તેમાં રહે. જો કે, તેઓનું સપનુ પુરુ થાય તે પહેલા જ તેમનું આકસ્મિક મોત થયું હતું. પતિની અંતિમ ઇચ્છા પુરી કરવા માટે મધુબેન ડિંડોલીની બેંક ઓફ બરોડામાંથી રૂા. 2.40 લાખ ઉપાડીને રિક્ષામાં બેસી ઘરે જઇ રહ્યા હતા. આ દરમિયાન તેઓ રિક્ષામાં જ બેગ ભુલીને ઉતરી ગયા હતા.
બનાવ અંગે મધુબેનએ તાત્કાલિક ખટોદરા પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે તાત્કાલીક સ્થળ વિઝિટ કરીને સીસીટીવી કેમેરા ચેક કરી તેમાંથી રિક્ષાનો નંબર મેળવ્યો હતો અને રિક્ષાચાલકના ઘરે પહોંચ્યા હતા. ત્યાં જતાં ખબર પડી કે રિક્ષાવાળા ભાઇ રૂપિયા ભરેલી બેગ આપવા માટે પોલીસ સ્ટેશન ગયા હતા. મધુબેન અને પોલીસનો સ્ટાફ ખટોદરા પોલીસ મથકે આવ્યા ત્યારે ત્યાં અશોક સુદામભાઇ ખરાડ હાજર જ હતા. તેઓએ વિધવાને તેમના 2.40 લાખ ભરેલી બેગ પરત કરી દીધી હતી.
રિક્ષાવાળાએ કહ્યું, મને મારા પરિવાર સાથે બે ટકનું જમવાનું મળે છે તો બેઇમાની આ માટે કરું’
આ અંગે અશોક ખરડેએ કહ્યું કે, મને રિક્ષાની પાછળની સીટ ઉપર બેગ હોવાનું ધ્યાને આવતા મે ચેંક કર્યું હતું, જેમાં 500ની નોટના ચાર બંડલ હતા, આ ઉપરાંત કેટલાક ડોક્યુમેન્ટ હતા અને તેમાં એક મહિલાનો મોબાઇલ નંબર લખ્યો હતો. મેં આ અંગે પરિવારને વાત કરીને રૂપિયા ભરેલી બેગ મહિલાને સોંપવા માટે પોલીસ મથકે આવી ગયા. આ રિક્ષાવાળાએ કહ્યું કે, મને દરરોજના રૂા. 500ની આવક મળે છે અને હું મારા પરિવાર સાથે બે સમયનું ભોજન લઉ છું, તો પછી શા માટે બેઇમાની કરું. રિક્ષાવાળાની આ વાત સાંભળીને પોલીસે પણ તેનું સન્માન કરી પ્રશંસાપત્ર આપ્યું હતું.