સુરત: (Surat) પાંડેસરામાં રહેતી પરિણીતાને તેના કુટુંબી દિયરે વાતોમાં ફસાવી વિડીયો કોલ (Video Call) કરી કપડા ઉતારાવ્યા હતા. બાદમાં તેનું વિડીયો રેકોર્ડિંગ (Video Recording) કરી લીધું હતું. આ વિડીયો પરિણીતાના કુટુંબી ભાઈએ તેને મોકલી બીજા સંબંધીઓને પણ મોકલ્યું હતું.
- પરિણીતાના ભાઈએ આ રેકોર્ડિંગ તેણીને તથા સંબંધીઓને મોકલી આપતા પોલીસ ફરિયાદ દાખલ
- પરિણીતાના મોબાઈલ પર ભાઈએ મેસેજ કર્યો, દુસરો કી જીંદગી બરબાદ કરને વાલી આજ ખુદ ફસ ગઈ..
- પાંડેસરામાં કુટુંબી દેવરે ભાભીને વિડીયો કોલમાં કપડા ઉતારાવી રેકોર્ડિંગ કરી લીધું
પાંડેસરા ખાતે રહેતી 32 વર્ષીય મિતાલીબેન (નામ બદલ્યું છે) એ પાંડેસરા કર્મયોગી સોસાયટીમાં રહેતા રાજેશ સુભષચંદ્ર શર્મા અને મુંબઈ ખાતે રહેતા રોશન વિષ્ણુદયાલ શર્માની સામે છેડતીની ફરિયાદ નોંધાવી છે. મિતાલીબેનના કુટુંબી દિયર રાજેશ શર્મા તેમના ઘર નજીક રહે છે. તે અવાર નવાર ઘરે આવતો હોવાથી બે વર્ષ પહેલા મોબાઈલ નંબરની આપ લે કરી હતી. બાદમાં બંને વચ્ચે વોટ્સએપ ઉપર વાત થતી હતી. અને ધીમે ધીમે બંને વિડીયો કોલ કરીને વાત કરતા થયા હતા. વાતચીત દરમિયાન રાજેશ તેની કુટુંબી ભાભીને વિડીયો કોલ પર કપડા ઉતારવા કહેતો હતો.
મિતાલીએ ના પાડી તો પરિવારમાં બધાને તેની સાથે વાત કરે છે તે કહી દેવાની ધમકી આપી હતી. જેથી ગભરાઈ ગયેલી મિતાલીએ તેના કપડા ઉતારી આંતરવસ્ત્રો ઉપર વાત કરતી હતી ત્યારે આરોપીએ મોબાઈલમાં રેકોર્ડિંગ કરી લીધું હતું. આ રેકોર્ડિંગ મિતાલીના ભાઈએ તેણીને મોકલી દુસરો કી જીંદગી બરબાદ કરને વાલી આજ ખુદ ફસ ગઈ, જો દુસરે કે દેવર કે સાથ ઉછલને વાલી આજ અપલે દેવર કે સાથ ઉછલ ગઈ તેવો મેસેજ મોકલ્યો હતો. આ ફોટો તેના ભાઈ રોશને બીજા સંબંધીઓને પણ મોકલી આપી સમાજમાં બદનામ કરી હતી. આ અંગે પાંડેસરા પોલીસે બંનેની સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.