SURAT

સુરતમાં ફરી લવજેહાદનો કિસ્સો: વેસુની હિન્દુ કિશોરીને ભગાડી જનાર વિધર્મી યુવક ઔરંગાબાદથી ઝડપાયો

સુરત: સુરતના (Surat) વેસુમાંથી (Vesu) લવજેહાદનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં હિન્દુ કિશોરીને ભગાડી જનાર મુસ્લિમ યુવકને પોલીસે (Police) ઔરંગાબાદથી ઝડપી પાડી કિશોરીને હેમખેમ છોડાવી છે. એટલું જ નહીં પણ લવ જેહાદના (Love Jehad) કિસ્સામાં મુસ્લિમ યુવકને ડિટેન કરાયા બાદ મેડિકલ તપાસ માટે સુરત સિવિલ હોસ્પિટલ (Civil Hospital) લવાયો છે. આરોપી મુસીબના ઈન્સ્ટાગ્રામ આઈડી પર કટ્ટર મુસ્લિમ નામ ધરાવતો હોવાનું પણ સામે આવ્યું છે. સુરત શહેરના પોશ વિસ્તાર વેસુમાં લવ જેહાદની ઘટના સામે આવતા હિન્દૂ સંગઠનોમાં રોષ જોવા મળ્યો છે. રાજસ્થાની વેપારીની 14 વર્ષીય દીકરીને સોશિયલ મીડિયાથી પ્રેમજાળમાં ફસાવી મહારાષ્ટ્રના 22 વર્ષીય મુસ્લિમ યુવકે અપહરણ કર્યું હોવાની ફરિયાદ (FIR) દાખલ થઈ છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર વિધર્મી યુવકે એક 14 વર્ષની યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારબાદ યુવતીને સુરત આવી રવિવારના રોજ ભગાડી ગયો હતો. જો કે ઘટનાની જાણ બાદ પરિવારે વેસુ પોલીસ સ્ટેશનમાં અપહરણનો ગુનો નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. કિશોરી વિશે પોલીસને માહિતી આપતા પરિવારે જણાવ્યું હતું કે તેણી ધોરણ-9 માં અભ્યાસ કરે છે.

VR મલ્હોત્રા (ACP, સુરત) એ જણાવ્યું હતું કે, કિશોરી છેલ્લા એક વર્ષથી મુસીબના પરિચયમાં હતી. ઇન્સ્ત્રાગ્રામ પર બન્નેનો પરિચય થયો હતો. મુસીબ મહારાષ્ટ્રનો વતનો છે. બે દિવસ પહેલા જ મિત્ર સાથે સુરત આવ્યો હતો અને એક હોટેલમાં રોકાયો હતો. ત્યારબાદ મુસીબે એનો જન્મ દિવસ પણ સુરતની હોટેલમાં ઉજવ્યો હતો જ્યાં આ કિશોરી પણ જન્મ દિવસની ઉજવણીમાં ગઈ હતી. ત્યારબાદ કિશોરી ઘરે પરત ફરી ગઈ હતી. કિશોરીને ભગાડી મુસીબ અને તેનો મિત્ર મહારાષ્ટ્ર ગયા હતા. જયાંથી અજમેર થઈ અમદાવાદ-કાલુપુર થી મહારાષ્ટ્ર જવાના હોવાનું જાણવા મળતા પોલીસે બન્ને ને પકડી પાડ્યા હતા. પોલીસે ગુનો નોંધાયા બાદ અલગ અલગ ટીમ બનાવી સર્ચ કામગીરી હાથ ધરી હતી. હાલ તપાસ ચાલુ છે.

Most Popular

To Top