SURAT

સુરતથી વૈષ્ણોદેવી ગયેલા 1680 યાત્રીઓ પંજાબમાં ખેડૂત આંદોલન શરૂ થતા અટવાયા, મદદ માંગી

સુરત: (Surat) સુરતથી વૈષ્ણોદેવી (Vaishnodevi) ગયેલા 1680 યાત્રીઓ કટરામાં અટવાઈ જતા રેલ્વે તંત્ર અને સરકાર પાસે મદદ માંગી છે. પંજાબમાં (Punjab) ખેડૂત આંદોલનને કારણે ટ્રેન (Train) કટરામાં રોકી દેવાઈ છે. અને બીજી તરફ યાત્રીઓના પ્રવાસનો ટાઈમ પુરો થતા હોટેલ ખાલી કરવી પડે તેવી પરિસ્થિતિ છે. ત્યારે રેલ્વે તંત્ર ટ્રેન વહેલા શરૂ કરે તેવી મદદ માંગવામાં આવી છે.

સુરતથી દર વર્ષે દિવાળી પછીના સિઝનમાં વૈષ્ણોદેવી યાત્રાએ વિશેષ ટ્રેન દોડે છે. ચાલુ વર્ષે પણ વૈષ્ણવદેવી યાત્રા ટ્રસ્ટ સેવા સુરતથી ગત 17 તારીખે રાત્રે ઉઘના સ્ટેશનથી વૈષ્ણવદેવી દર્શન માટે નીકળ્યા હતા. આ ટ્રેનમાં 1680 પ્રવાસીઓ વૈષ્ણોદેવીની યાત્રાએ ગયા છે. આ ટ્રેન મંગળવારે ત્યાંથી સુરત આવવા નીકળવાની હતી. પરંતુ પંજાબમાં ખેડૂત આંદોલન ચાલુ થતા ટ્રેન કટરા સ્ટેશન ઉપર થંભાવી દીધી છે. યાત્રાનો સમય પુરો થયો હોવાથી હોટલો ખાલી કરવી પડે તેવી સ્થિતિ છે. ટ્રસ્ટ તરફથી ખૂબ સરસ સેવા મળી છે. પરંતુ હોટલવાળાઓ ટાઈમ પુરો થયો હોવાથી યાત્રીઓને રૂમો ખાલી કરવા કહી રહ્યા છે. રેલ્વે તંત્ર દ્વારા ટ્રેન ચાલુ કરાવવામાં આવે તેવી વ્યવસ્થા કરવા યાત્રીઓ મદદ માંગી રહ્યા છે.

પંજાબના વેપારીએ સુરતના 13 વેપારીઓની પાસેથી રૂા. 28 લાખનો કાપડનો માલ ખરીદી છેતરપિંડી કરી

સુરત: દિન-પ્રતિદિન ઉધારીમાં માલ લઇને પેમેન્ટ નહી ચૂકવવાના કિસ્સામાં વધારો થઇ રહ્યો છે ત્યારે પંજાબના વેપારીએ સુરતના 13 વેપારીઓની પાસેથી રૂા. 28 લાખનો કાપડનો માલ ખરીદીને પેમેન્ટ આપ્યું ન હતું. પ્રાપ્ત વિગતો મુજબ અલથાણ શ્યામ મંજિર પાસે સેંટાસા હાઈટ્સમાં રહેતા રાજિવ વિમલપ્રકાશ અગ્રવાલ (ઉ.વ.૫૧) મોટી બેગમવાડી પશુપતિ માર્કેટની સામે શ્રી શ્યામ માર્કેટમાં છેલ્લા ચાર વર્ષથી સેલ્સમેન તરીકે નોકરી કરે છે. રાજિવે તેના ભાઇ નવી શાંદલિયા અને આનંદ શાંદલિયાની સામે ફરિયાદ આપતા કહ્યું હતું કે, આ બંને પંજાબના લુધિયાનામાં વેપાર કરે છે. તેઓએ રાજીવ અગ્રવાલને ત્યાંથી રૂા. 12 લાખનો કાપડનો માલ ખરીદ્યો હતો. આ ઉપરાંત અન્ય 12 વેપારીઓની પાસેથી પણ રૂા. 16 લાખની કિંમતનો ગ્રે કાપડનો માલ ખરીદ્યો હતો. વારંવાર રૂપિયાની ઉઘરાણી છતાં નવી શાંદલિયા અને આનંદ શાંદલિયાએ પેમેન્ટ આપ્યું ન હતું. જેને લઇને પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Most Popular

To Top