SURAT

ઉમરપાડાના ખાતરાદેવી ગામ પાસે દૂધ ભરેલું ટેન્કર પલટી ખાય ગયું, રોડ પર દૂધની નદી વહેતી થઈ

સુરત: ઉમરપાડાના (Umarpada) ખાતરાદેવી ગામ પાસે દૂધ (Milk) ભરેલું ટેન્કર (Tanker) પલટી ખાય જતા લોકો ભેગા થઈ ગયા હતા. શુક્રવારની સાંજે પશુને બચાવવા જતા ટેન્કર પલટી મારી ગયું હોવાની ઘટના બની હોવાનું સામે આવ્યું હતું. એટલું જ નહીં પણ પલટી મારી ગયેલા ટેન્કર માંથી દૂધ લેવા લોકો પડાપડી કરતા દેખાયા હતા. રોડ પર દૂધની રેલમછેલ નદીઓ વહેતી થઈ ગઈ હતી. ટેન્કર સુમુલ ડેરીના (Sumul Dairy) કોન્ટ્રાકટ પર હોવાનું સામે આવ્યું હતું. આ દુર્ઘટનામાં કુલ 11000 લીટર જેટલું દૂધ ઢોળાઈ ગયું હોવાનું જાણવા મળ્યું છે.

સ્થાનિક લોકોએ કહ્યું હતું કે ઘટના બાદ લોકો એવી રીતે દોડી રહ્યા હતા કે જાણે કોઈ કિંમતી વસ્તુ હાથ લાગી હતી. દૂધ ભરેલા ટેન્કર ના ખાનામાંથી ધીરે ધીરે દૂધ બહાર નીકળી ને રોડ પર ઢોળાઈ રહ્યું હતું એને લોકો ડોલ, ગ્લાસ, બોટલ, થેલી જેવી વસ્તુઓમાં ભરવા પડાપડી કરી રહ્યા હતા. આખી ઘટના નજર સામે જ બની હતી. લોકોની માનસિકતા જોઈ આશ્ચર્ય થયો હતો. એક બાજુ લોકો અને બીજી બાજુ પશુઓ પણ રોડ પર વહેતી દૂધની નદીનો લાભ લઇ રહ્યા હતા. હજારો લીટર દૂધ વેડફાઈ ગયું હતું. એક પશુ ને બચાવવામાં ચાલકે બેલેન્સ ગુમાવ્યો અને ટેન્કર પલટી મારી ગયું હોવાનું સામે આવ્યું હતું. જોકે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની નોંધાય ન હતી.

સુરતમાં BRTSના ડ્રાઈવરો હડતાળ પર ઉતરતા અધિકારીઓ દોડતા થયા
સુરત: સુરત (Surat) મનપા (SMC) દ્વારા સંચાલિત બીઆરટીએસની (BRTS) સેવા આજે શનિવારે થોડો સમય માટે ખોટકાઈ હતી. પગારના મામલે બીઆરટીએસના ડ્રાઈવરો હડતાળ (Drivers Strike) પર ઉતર્યા હતા. જોકે પગાર આપવા સંબંધે બાંયધરી મળ્યા બાદ તેઓ ફરી કામે ચઢ્યા હતા, જેના પગલે બીઆરટીએસની સેવા ફરી શરૂ થઈ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરત મનપા દ્વારા પાંચ અલગ અલગ એજન્સીઓને બીઆરટીએસ બસની સર્વિસનો હવાલો સોંપ્યો છે. આ એજન્સીઓ દ્વારા ડ્રાઈવર-કન્ડક્ટરને પગાર પર રાખી બસ દોડાવવામાં આવે છે. કોઈ કારણોસર પાછલા ચાર મહિનાથી ડ્રાઈવર અને કન્ડક્ટરોને પગાર મળ્યો નહોતો. આ અંગે ડ્રાઈવરો દ્વારા અનેકોવાર રજૂઆત કરવા છતાં તેઓની સમસ્યાનો ઉકેલ આવી રહ્યો નહોતો, તેના પગલે ડ્રાઈવરોએ આજે સવારે ભેગા થઈ હડતાળ પર ઉતરી જવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.

Most Popular

To Top