Dakshin Gujarat Main

VIDEO: વલસાડ નજીક આ ટ્રેનમાં લાગી ભયંકર આગ, પેસેન્જરો ટ્રેક પર દોડ્યા

વલસાડ: વલસાડથી ચોંકાવનારા સમાચાર આવ્યા છે. અહીં વલસાડ (Valsad) રેલવે સ્ટેશન નજીક ટ્રેનના ડબ્બામાં આગ લાગવાની ઘટના બની છે. કોચમાં આગ લાગતા પેસેન્જરોમાં અફરાતફરી મચી ગઈ હતી. લોકો આમથી તેમ દોડવા લાગ્યા હતા. આગની જાણ થતાં તંત્ર પણ દોડતું થયું હતું, ત્યારે બીજી તરફ ઉભેલી ટ્રેનના કોચમાં આગ લાગ્યો હોવાનો વીડિયો ઝડપથી વાયરલ થતાં લોકોમાં ભય વ્યાપી ગયો હતો.

વલસાડ નજીક હમસફર એક્સપ્રેસમાં (HumsafarExpress) એસી કોચ માટેના જનરેટરમાં આગ (Fire) લાગવાનો બનાવ બન્યો હતો. જેને લઇ રેલવે તંત્રમાં દોડધામ મચી ગઇ છે. દક્ષિણ ભારતના તિરૂચ્ચીરાપલ્લીથી ગંગાનગર જઇ રહેલી હમસફર એક્સપ્રેસના એન્જિન પછીના કોચમાં કોઇ કારણોસર આગ લાગી ગઇ હતી. જોકે, અત્યાર સુધીમાં કોઇ પણ મુસાફરને આ આગના બનાવમાં કોઇ જાનહાનિ થઇ નહી હોવાનું જાણવા મળ્યું છે.

રેલવેના કર્મચારીઓએ જાતે જ આગ બુઝાવવા કર્યો પ્રયાસ
આગનો બનાવ બનતા રેલવે તંત્રમાં દોડધામ મચી ગઇ છે. સ્ટેશનથી થોડે દુર છીપવાડ વિસ્તારમાં ટ્રેક પર આગ લાગતા વલસાડના અગ્નિશામક વાહનો ત્યાં પહોંચી શકે એવી સ્થિતિમાં નથી. જેને લઇ રેલવેના કર્મચારીઓ દ્વારા હાલ હાથવગા અગ્નિશામક સાધનોની મદદથી આગ બુઝાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે.

દોડતી ટ્રેનમાં આગ લાગતા ડ્રાઈવરે બ્રેક મારી
આગનો બનાવ બનતાં ડ્રાઇવરે ટ્રેન રોકી દીધી હતી. આ ટ્રેન જો થોડી આગળ નિકળી જતે તો નદીના પુલ પર પહોંચી જતે. ત્યાં પહોંચી આગ બુઝાવવાનું કાર્ય ખૂબ મુશ્કેલ થઇ પડતે. એ સંજોગોમાં મુસાફરોની જીવનો પણ મોટો ખતરો ઉભો થાય એવી પરિસ્થિતિ ઉભી થઇ શકતે. જોકે, હાલ ટ્રેન છીપવાડ વિસ્તારમાં હોય મુસાફરો ઉતરીને બીજે શિફ્ટ થઇ રહ્યા છે.

Most Popular

To Top