SURAT

ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં તબક્કાવાર 1 લાખ ક્યુસેક પાણી છોડાશે

સુરત: (Surat) ઉકાઈ ડેમની (Ukai Dam) સપાટી રૂલ લેવલ પર પહોંચી ગઈ છે. રૂલ લેવલ 333 ફુટ છે અને ઉકાઈની હાલની સપાટી 333.05 ફુટ છે. ઉપરવાસમાં વરસાદના (Rain) કારણે ઉકાઈ ડેમમાં પાણીની આવક ચાલુ છે. હથનુર ડેમમાંથી પણ ભારે માત્રામાં પાણી છોડાઈ રહ્યું છે. સોમવાર રાત્રે 8 વાગ્યાથી ઉકાઈ ડેમમાંથી 60 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવશે. જે તબક્કાવાર 1 લાખ ક્યુસેક (1 lakh cusecs) સુધી લઈ જવાશે.

  • ઉકાઈ ડેમની સપાટી રૂલ લેવલે પહોંચી, હાલ સપાટી 333.05 ફુટ નોંધાઈ, ઇનફ્લો 46839 ક્યુસેક
  • ઉપરવાસમાં સતત વરસાદથી ઉકાઈ ડેમમાં પાણીની આવક ચાલુ હોવાથી સોમવાર સાંજથી 60 હજાર ક્યુસેક પાણી છોડાશે જે 1 લાખ ક્યુકેસ સુધી લઈ જવાશે

સૂત્રોના જણાવ્યા અનુસાર ઉપરવાસમાં વરસાદના કારણે હથનુર ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. હથનુર ડેમની હાલની સપાટી 210.160 મીટર છે. હથનુર ડેમના 41 ગેટ ખોલી દેવામાં આવ્યા છે. હથનુર ડેમમાંથી 114028 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. ઉકાઈ ડેમમાં ઇનફ્લો 46839 ક્યુસેક. આઉટફ્લો 17999 છે. હાલ ત્રણ હાઈડ્રો ચાલી રહ્યા છે. હાલમાં ઉકાઈ ડેમની સપાટી 333.05 ફુટ છે. જ્યારે રૂલ લેવલ 333 ફુટ છે. ઉપરવાસમાંથી આવતા પાણીના ઇનફ્લોને ધ્યાનમાં લઈને સાવચેતીને લઈ તંત્રએ ઉકાઈ ડેમમાંથી સોમવારે રાત્રે 8 વાગ્યાથી તબક્કાવાર 1 લાખ ક્યુસેક સુધી પાણી છોડાઈ શકે છે.

સાવધાનીને ધ્યાનાં લઈને તંત્રએ સુરત જિલ્લા કલેક્ટર, તાપી જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનર અને ફ્લેડ કંટ્રોલ સેલ ગાંધીનગરને જાણ કરવામાં આવી છે. બીજી તરફ સુરત જિલ્લામાં વરસાદ ખુબજ સામાન્ય વરસાદ નોંધાયો છે. સુરત જિલ્લાના ઉમરપાડામાં 2 એમએમ, બારડોલી તાલુકામાં 4 એમએમ અને મહુવામાં 3 એમએમ નોંધાયો છે.

ઉરવાસમાં સૌથી વધુ વરસાદ ચિખલધારામાં 143.40 એમએમ નોંધાયો
ઉપરવાસમાં પણ વરસાદ શરૂ છે. છેલ્લા 24 કલાકમાં તેસ્કામાં 49.80 એમએમ, લખપુરીમાં 31.60 એમએમ,ચિખલધારામાં 143.40 એમએમ, ડેડતલાઈમાં 51.80 એમએમ, બુરહાનપુરમાં 17.80, યેરલીમાં 59.40 એમએમ, હથનુરમાં 21.60 એમએમ, ભુસાવલમાં 12.80 એમએમ, ગીરનામાં 8.40 એમએમ,દહિગાંવમાં 6 એમએમ, ધુલિયામાં 1.20 એમએમ, સાવખેડામાં 14.40 એમએમ, ગીધડેમાં 5.20 એમએમ અને નંદુરબારમાં 1.90 એમએમ વરસાદ વરસ્યો છે.

Most Popular

To Top