સુરત: (Surat) ઉકાઈ ડેમના (Ukai Dam) ઉપરવાસમાં આ વખતે ચોમાસું (Monsoon) ભલે મોડે પહોંચ્યું હોય પણ ડેમમાં પાણીના નીર સમયસર આવી પહોંચ્યા છે. આજે ડેમની સપાટી 309.06 ફૂટ પર સ્થિર રહેવાની સાથે ડેમમાં જૂન મહિનામાં 30.92 એમસીએમ પાણીની આવક થઈ છે.
- ચોમાસું ભલે મોડું આવ્યું પણ ઉકાઈમાં નીર વહેલા આવ્યા, ચાર જ દિવસમાં 31 MCM પાણીની આવક
- ગયા વર્ષની સરખામણીએ જૂન મહિનામાં વધારે પાણીની આવક થઈ
ઉકાઈ ડેમ એ દક્ષિણ ગુજરાતની જીવા દોરી છે. આ ડેમમાંથી આખા વર્ષ દરમિયાન સુરત જ નહીં પણ સમગ્ર દક્ષિણ ગુજરાતના લોકોને પીવા માટે અને વાપરવા માટે પૂરતું પાણી મળી રહે છે. આ સાથે જ ઔદ્યોગિક ઉપયોગ માટે પણ આ ડેમ પાણી પૂરું પાડે છે. ચાલુ વર્ષે હવામાન વિભાગે ચોમાસું મોડું આવવાની આગાહી કરી હતી. અને હવામાન વિભાગની આગાહી મુજબ ચોમાસું દર વર્ષ કરતાં આ વખતે મોડે મોડે દક્ષિણ ગુજરાતમાં આવી પહોંચ્યું હતું.
જૂન મહિનાના છેલ્લા અઠવાડિયામાં ચોમાસાનું વિધિવત આગમન થયું હતું. ચોમાસું ભલે મોડે પહોંચ્યું હોય પણ ઉકાઈ ડેમના ઉપરવાસમાં પણ જૂન મહિનાના છેલ્લા અઠવાડિયામાં ચાર જ દિવસમાં પાણીની સારી એવી આવક નોંધાઈ છે. એટલે કે જૂન મહિનાના છેલ્લા અઠવાડિયામાં ડેમમાં પાણીના નવા નીર આવી પહોંચ્યા હતા. ગયા વર્ષની સરખામણીએ પાણીની આવક એક દિવસ વહેલી થઈ છે. પણ ગયા વર્ષ કરતાં ચાર ગણી આવક જૂન મહિનામાં ઉકાઈ ડેમમાં નોંધાય છે.
- ઉકાઈ ડેમમાં છેલ્લા દસ વર્ષની જુન મહિનાની સપાટી અને પાણીની આવક
- વર્ષ સપાટી આવક (MCM)
- 2013 308.13 824
- 2014 313.03 69
- 2015 297.45 524
- 2016 286.00 15.73
- 2017 311.28 34.75
- 2018 289.26 8.30
- 2019 277.54 0.00
- 2020 317.60 102.11
- 2021 313.50 63.22
- 2022 315.34 7.86
- 2023 308.23 30.92
ભારે વરસાદની ચેવતણી
રાજયમાં શનિવારે 208 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ થયો છે. જેમાં ખાસ કરીને જામનગરમાં 4 ઈંચ વરસાદ ખાબકયો છે. બીજી તરફ રાજયમાં આગામી 48 કલાકમાં જામનગર – પોરબંદર – દ્વારકા , કચ્છ, બનાસકાંઠા , મોરબી માં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી ઈશ્યુ કરાઈ છે. જયારે આગામી તા.11મી જુલાઈ સુધીમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, સુરત , જુનાગઢ, ગીર સોમનાથ, ગાંધીનગર , અરવલ્લી , ખેડા , અમદાવાદ , આણંદ , પંચમહાલ , ભરૂચ , નવસારી , વલસાડ , તાપી , સુરેન્દ્રનગર , રાજકોટ અમરેલી તથા મોરબીમાં ભારે વરસાદની ચેતવણી ઈશ્યુ કરાઈ છે.