સુરત: (Surat) પશ્ચિમ રેલવેએ (Railway) ટ્રેનોના (Train) સંચાલનમાં સરળતા રહે તે માટે બાંદ્રા-ગાંઘીધામ એક્સપ્રેસ (Bandra Gandhidham Express) સહિતની ટ્રેનોના સમયમાં ફેરફાર કર્યો છે. ટ્રેન નંબર 22474 બાંદ્રા-બીકાનેર એક્સપ્રેસ જે પહેલા બાંદ્રાથી 14.50 વાગે રવાના થતી હતી તે 28 માર્ચથી 14.40 વાગે રવાના થશે. ટ્રેન નંબર 22952 બાંદ્રા-ગાંધીધામ એક્સપ્રેસ જે પહેલા બાંદ્રાથી 14.50 વાગે રવાના થતી હતી તે 31 માર્ચથી 14.40 વાગે રવાના થશે. ટ્રેન નંબર 09171 સૂરત-ભરૂચ મેમુ જે પહેલા સુરતથી 18.18 વાગે રવાના થતી હતી તે 28 માર્ચથી 18.37 વાગે રવાના થશે. ટ્રેન નંબર 19407 અમદાવાદ-વારાણસી એક્સપ્રેસ જે પહેલા અમદાવાદથી 21.55 વાગે રવાના થતી હતી તે 30 માર્ચથી 21.45 વાગે રવાના થશે.
- પશ્ચિમ રેલવેએ બાંદ્રા-ગાંધીધામ એક્સપ્રેસ સહિતની કેટલીક ટ્રેના ઓરિજનેટ થતા રેલવે સ્ટેશનેથી ઉપડવાના સમયમાં ફેરફાર કર્યો
- કેટલીક ટ્રેનોના ઓરિજનેટ થતા રેલવે સ્ટેશન નહીં પરંતુ રસ્તામાં આવતા વચ્ચેના સ્ટેશનોના સમયમાં ફેરફાર કરાયો
તેવીજ રીતે કેટવીક ટ્રેનો એવી છે જેમના ઓરિજનેટ થવાના સ્ટેશન નહીં પરંતુ રસ્તામાં આવતા સ્ટેશનોના સમયમાં ફેરફાર કરાયો છે. ટ્રેન નંબર 12931 મુંબઈ-અમદાવાદ ડબલડેકર એક્સપ્રેસના સમયમાં 28 માર્ચથી ફેરફાર, ટ્રેન નંબર 19217 બાંદ્રા-વેરાવલ સૌરાષ્ટ્ર એક્સપ્રેસના સમયમાં 28 માર્ચથી ફેરફાર, ટ્રેન નંબર 14708 બાંદ્રા-બીકાનેર રણકપુર એક્સપ્રેસના સમયમાં 28 માર્ચથી ફેરફાર, ટ્રેન નંબર 22929ડહાનુ રોડ-વડોદરા એક્સપ્રેસના સમયમાં 28 માર્ચથી ફેરફાર, ટ્રેન નંબર 09155 સુરત-વડોદરા મેમુ સ્પેશિયલના સમયમાં 28 માર્ચથી ફેરફાર, ટ્રેન નંબર 22476 કોઈમ્બતોર-હિસાર એક્સપ્રેસના સમયમાં 1 એપ્રિલથી ફેરફાર, ટ્રેન નંબર 20923 તિરુનવેલી-ગાંધીઘામ હમસફર એક્સપ્રેસના સમયમાં 30 માર્ચથી ફેરફાર, ટ્રેન નંબર 20931 ચોકુવેલી-ઇંદોર એક્સપ્રેસના સમયમાં 31 માર્ચથી ફેરફાર અને ટ્રેન નંબર 20909 કોચુવેલી-પોરબંદર એક્સપ્રેસના સમયમાં 2 એપ્રિલથી ફેરફાર કરાશે.