SURAT

સુરતમાં યાત્રાધામના નામે 1200 લોકો સાથે લાખોની ઠગાઈ કરનાર સૂત્રધાર મહિલા વરાછાની નિકળી

સુરત: (Surat) શહેરના અલગ અલગ વિસ્તારોમાં 1200 થી વધારે લોકો સાથે યાત્રા ધામ (Yatra Dham) પ્રવાસના (Tour) નામે વ્યક્તિદિઠ 3000 ઉઘરાવી લાખો રૂપિયાની ઠગાઈ કરવામાં આવી છે. આ અંગે અનેક પોલીસ સ્ટેશનમાં (Police Station) ફરિયાદ નોંધાયા બાદ પોલીસે ઠગ માતા-પુત્રની ધરપકડ કરી હતી. પરંતુ આ કેસમાં મુખ્ય સૂત્રધાર મહિલાને ખટોદરા પોલીસે ગઈકાલે ઝડપી પાડી હતી.

  • યાત્રાધામના નામે 1200 લોકો સાથે લાખોની ઠગાઈ કરનાર મુખ્ય સૂત્રધાર મહિલા ઝડપાઈ
  • મહિલાએ ટ્રાવેલ્સ એજન્સીના નામે લોકો સાથે ઠગાઈ કરી
  • યાત્રા માટે કસ્ટમર લાવનારાઓને વ્યક્તિદિઠ 300 રૂપિયા કમિશન આપતી હતી

ખટોદરા પોલીસ સ્ટેશનમાં પણ યાત્રાધામના નામે છેતરપિંડી કરનાર મહિલા સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. 41 જેટલા લોકો સાથે હરીદ્વાર, ઋષીકેશ,દિલ્હી,આગ્રા તથા મથુરાના દિન ૬ તથા ૭ રાતના તિર્થયાત્રાના નામે વ્યક્તિદિઠ 3 હજાર મળીને કુલ 1.23 લાખ જેટલી રકમ મેળવી છેતરપિંડી કરી હતી. ખટોદરા પીએસઆઈ એન.ડી. મીર સતત આરોપીને પકડવા વોચ રાખી હતી. ખટોદરા પોલીસે 18 તારીખે આરોપી અજય ઉર્ફે અશોક રાજેન્દ્રભાઇ લુણાગરીયા (ઉ.વ. ૩૧ ધંધો: ઓનલાઇન વેપાર રહે. સ્વપ્નવિલા સોસાયટી, કામરેજ તથા મુળ જામનગર) ને પકડી તેની પુછપરછ કરી હતી.

તેને તિર્થ યાત્રાના નામે લોકો પાસેથી મેળવેલી રકમ મહિલા આરોપી નામે અશ્રુતા પ્રવિણબાઇ ડાંગરીયા (રહે. ૧૩૩, વાલકેશ્વર સોસાયટી, મોટા વરાછા) ને આપી હતી. સુરતના મોટા વરાછા ખાતે રહેતી આ મહિલાએ અનેક લોકોને યાત્રાધામ માટે ગ્રાહક લાવવા રાખ્યા હતા. એક વ્યક્તિદિઠ તે 300 રૂપિયા કમિશન આપતી હતી. આ તમામ લોકો પાસેથી મેળવેલા પૈસા મહિલા લઈને ભાગી ગઈ હતી. દરમિયાન ખટોદરા પોલીસે બાતમીના આધારે આરોપી મહિલા અમ્રુતા પ્રવિણભાઇ ડાંગરીયાને તેના ઘરેથી પકડી પાડી હતી. તેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવી તેની પાસેથી 1.03 લાખ રોકડા અને 50 હજારની કિમતનો આઈફોન મોબાઈલ મળી 1.53 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો.

વલસાડના મિત્રને આપેલો ચેક બાઉન્સ થતાં વ્યારાના મિત્રને એક વર્ષની કેદ
સુરત : વલસાડમાં રહેતા મિત્રએ તેના વ્યારા ખાતે રહેતા મિત્રને રૂ. 21 લાખ ઉછીના આપ્યા હતા. જેની સામે તેણે આપેલો રૂ. 8.40 લાખનો ચેક બાઉન્સ થતાં મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. ત્યારે ફરિયાદ પક્ષના વકીલની દલીલને ગ્રાહ્ય રાખી એડીશનલ ચીફ જ્યુડિશ્યલ મેજિસ્ટ્રેટે સામાવાળાને રૂ. 8.4 લાખની ચૂકવણી કરવાનો અને એક વર્ષની કેદની સજાનો હુકમ કરતો ચૂકાદો આપ્યો હતો.

આ કેસની વિગત એવી છે કે, વલસાડ સિવિલ રોડ પર રહેતા વેપારી શશિકાંત તમાકુવાલાએ તેમના વ્યારાના મિત્ર વિષ્ણુ ઠાકોરભાઇ સોલંકીને મિત્રતાના આધારે ગત 31મી ઓક્ટો.2017 ના રોજ હાથ ઉછીના રૂ. 21 લાખ આપ્યા હતા. આ પૈસા તેમણે 3 માસમાં પરત કરવા જણાવ્યા હતા, પરંતુ તેમણે પરત કર્યા ન હતા. જ્યારે ઉઘરાણી કરી તો તેમણે રૂ. 8.4 લાખનો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની વ્યારા બ્રાન્ચનો ચેક આપ્યો હતો. આ ચેક બેંકમાં નાખતા તે બાઉન્સ થયો હતો.
ત્યારે શશિકાંતના પુત્ર વિવેકે વ્યારાના વિષ્ણુ સોલંકી વિરૂદ્ધ વલસાડની ચીફ જ્યુડિશ્યલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ફરિયાદ કરી હતી. જેમાં તેણે જણાવ્યું કે, વિષ્ણુ સોલંકી દ્વારા તેમની સાથે ઠગાઇ અને છેતરપિંડી થઇ છે. તેમના એકાઉન્ટમાં બેલેન્સ નહીં હોવાનું જાણવા છતાં ચેક આપ્યો હતો. જે બાઉન્સ થયો હતો. ત્યારે આ કેસ કોર્ટમાં ચાલતા વિવેકની ફરિયાદને ગ્રાહ્ય રાખી મેજિસ્ટ્રેટ ભાર્ગવ વ્યાસે વિષ્ણુ સોલંકીને એક વર્ષની સાદી કેદની સજા ફટકારતો હુકમ કર્યો હતો અને રૂ. 8.4 લાખ એક મહિનામાં ચૂકવી આપવાનો હુકમ કરતો ચૂકાદો આપ્યો હતો.

Most Popular

To Top