SURAT

સુરત: ધો. 7માં ભણતા બાળકના પગ પર સિટી બસનું ટાયર ચઢી ગયું

સુરત: સુરતમાં આજે સોમવારે સવારે સિટી બસનું (CityBus) ટાયર ધો. 7માં ભણતા એક વિદ્યાર્થીના (Student) પગ પર ચઢી ગયું હતું. ઈજાગ્રસ્ત બાળકને સિટી બસનો ડ્રાઈવર જ તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલમાં લઈ ગયો હતો. તબીબોએ અહીં બાળકની સારવાર કરી હતી. બાળક હાલ ભયમુક્ત છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આજે સવારે ટીએન્ડટીવી સાર્વજનિક હાઈસ્કૂલમાં ધો. 7માં ભણતો વિદ્યાર્થી બસ પકડવા માટે નાનપુરા મનમંદિર બસ સ્ટેન્ડ પાસે ઉભો હતો ત્યારે બસમાં ચઢતી વખતે પાછળથી બે છોકરાઓએ ધક્કો મારતા તે બેલેન્સ ગુમાવીને રસ્તા પર પડી ગયો હતો. દરમિયાન બસ આગળ વધતા તેના પગની આંગળીઓ પરથી બસનું ટાયર ફરી વળ્યું હતું, જેના લીધે બાળક ચીસ પાડી ઉઠ્યો હતો.

અકસ્માત થયો હોવાની જાણ થતા જ આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને ડ્રાઈવરે પણ બસ રોકી તરત જ નીચે ઉતરી આવ્યો હતો. ઈજાગ્રસ્ત બાળકને બસમાં લઈ ડ્રાઈવર નવી સિવિલ લઈ ગયો હતો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. બાળકના જણાવ્યા અનુસાર તેને પાછળથી કોઈએ ધક્કો માર્યો તેના લીધે તે પડી ગયો હતો અને બસનું ટાયર પગની આંગળીઓ પર ફરી વળ્યું હતું. નવી સિવિલના તબીબોના જણાવ્યા અનુસાર બાળકના પગની આંગળીઓમાં ઈજા થઈ છે. હાલ તે સ્વસ્થ છે.

પેસેન્જરોને ઉતારી ડ્રાઈવર ઈજાગ્રસ્ત બાળકને સિવિલ લઈ ગયો
સામાન્ય રીતે અકસ્માત બાદ બસના ડ્રાઈવરો ભાગી જતા હોય છે પરંતુ આજે સિટી બસના ડ્રાઈવરે માનવતાનું કાર્ય કર્યું હતું. અકસ્માત બાદ ડ્રાઈવરે બસ થોભાવી પેસેન્જરોને બસમાં ઉતારી દીધા હતા અને બાળકને બસમાં બેસાડી નવી સિવિલ હોસ્પિટલ લઈ ગયો હતો. તેણે પોતાના રૂટની પણ ચિંતા કરી નહોતી. તબીબોએ જ્યારે કહ્યું કે, બાળક સ્વસ્થ છે ત્યારે ડ્રાઈવરે હાશકારો અનુભવ્યો હતો, ત્યાં સુધી નવી સિવિલમાં તે ખડેપગે ઉભો રહ્યો હતો.

યુનિવર્સિટી રોડ પર બીઆરટીએસે ટક્કર મારતા યુવકનું મોત
સુરત: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી સેન્ટર ફોર્સ BRTSમાં બ્લ્યુ બસની અડફેટે બાઇક સવાર ત્રણ પૈકી એકનું સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ત્રણેય મિત્રો કાપડ માર્કેટિંગના કામકાજ સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું છે.

રવિવારની મજા માણવા નીકળેલા 3 યુવકોને VNSGU ખાતે અકસ્માત નડ્યો હતો. સાંજે 5.30 વાગ્યાના અરસામાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી સેન્ટર ફોર્સ BRTSમાં બ્લ્યુ બસની અડફેટે આવેલા 3માંથી એક યુવકનું મોત થયું હતું. અકસ્માત થતાં ધાયલ તમામને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જો કે ટૂંકી સારવાર દરમ્યાન તેનું મોત થયું હતું.

Most Popular

To Top