SURAT

સુરત : ડુમસ બીચ જનતા માટે ખોલવા તંત્રનો નિર્ણય, પણ આ કાયદાનું પાલન કરવું જરૂરી

કોરોનાની ( corona ) બીજી લહેર શાંત ( second wave) થઈ ગઈ છે જ્યારે બીજી બાજુ હવે આટલા લાંબા સમયથી ઘરમાં બંધ લોકો શનિવાર રવિવારે ફરવા માટે નીકળી પડતાં હોય છે તીરે હવે લોકો પણ જાહેર જગ્યાઓ પર કોરોના ના ડર વગર બિન્દાસ ફરતા જોવાઈ રહ્યા છે, કોરોના ઘટી ગયા બાદ મોલ, મલ્ટિપ્લેક્સ, જીમ, માર્કેટો ખુલી ગયાં છે હરવા ફરવા માટે ગોપીતળાવ, નેચર પાર્ક, ઍક્વેરિયમ પણ ખુલ્યા છે પરંતુ શહેરીજનોએ ત્યાં જવા રૂપિયા ચૂકવવા પડે છે. જ્યારે મફતમાં હરવા ફરવાનું એકમાત્ર સ્થાન ડુમસ બીચ છે ત્યાં જ તંત્રએ પ્રતિબંધ મુક્યો હતો. છેલ્લા દોઢ મહિના થવા છતાં તંત્ર ડુમસ બીચ ( dumas beach) નો પ્રતિબંધ ઉઠાવતું ન હતું તેથી લોકોમાં ભારે રોષ પ્રવર્તતો હતો.

વારંવારની રજૂઆતો બાદ અંતે શનિવારે પાલિકા અને પોલીસે સંયુક્ત રીતે ડુમસ બીચ વિક-એન્ડમાં પણ લોકો માટે ખુલ્લો મુકવા નિર્ણય કર્યો હતો. સવારે સાત વાગ્યાથી સાંજે સાત વાગ્યા સુધી લોકો અહીં ટહેલવા જઇ શકે છે. જોકે, સાત વાગ્યા પછી બીચ ખાલી નહીં કરનારા અને કોરોનાની ગાઇડલાઇન્સનું પાલન નહીં કરનારા સામે કાયદેસરની કાર્યવાહી કરાશે. તેમ અધિકારીઓએ જણાવ્યું હતું.

પોલીસ પ્રશાસન દ્વારા લોકોને જાહેર જગ્યાઓ પર માસ્ક અને સામાજિક અંતર રાખીને જ ફરવા જણાવવામાં આવ્યું છે. જો લોકો આમ કરતાં ન જણાશે તો તમામને દંડ ફટકારવામાં આવશે. હજુ કોરોના આપણી વચ્ચેથી ગયો નથી. માટે લોકો એ જાતે જ સમજીને કોરોના ગાઈડ લાઇનનું પાલન કરીને ત્રીજી લહેર સામે રક્ષણ મેળવવું જોઈએ. અને સુરતના બીચ સિવાય પણ જાહેર જગ્યાઓ પર ગયા રવિવારે લોકો ભાન ભૂલી ટોળે ટોળાં ઉમટી પડ્યા હતા ત્યારે આવા સંજોગોમાં આપણે ભેગા મળી જાણે કોરોના ની ત્રીજી લહેરને બોલાવતા હોઈએ તેમ લોકો પણ બિન્દાસ નીકળી પડ્યા હતા. પરંતુ એચએએલ કોરોના ઓછો થયો છે ગયો નથી.

Most Popular

To Top