સુરતઃ શહેરમાં શુક્રવારે (Friday) પવનની દિશામાં થયેલા ફેરફારને (Changes) કારણે તથા ૧૦ કિલોમીટરની ઝડપે દક્ષિણ-પશ્ચિમનો પવન ફૂંકાતા તાપમાન (Temperature) ૫ ડિગ્રી ગગડ્યું હતું. જ્યારે લઘુત્તમ તાપમાનમાં દોઢ ડિગ્રીનો વધારો નોંધાયો હતો.
- લઘુત્તમ તાપમાનમાં દોઢ ડિગ્રીનો વધારો નોંધાયો
- તાપમાન 5 ડિગ્રી ગગડીને 33.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું
- આગામી દિવસોમાં તાપમાનમાં વધઘટ ભલે નોંધાય ગરમીનો મિજાજ યથાવત
- શહેરમાં શુક્રવારે 67 રકા ભેજ નોંધાયો
હવામાન વિભાગના જણાવ્યા મુજબ શહેરમાં શુક્રવારે પવનની દિશામાં ફેરફાર નોંધાયો હતો. ગઈકાલે પશ્ચિમ-દક્ષિણ-પશ્ચિમનો પવન ફૂંકાયો હતો. જેને કારણે તાપમાનમાં વધારો જોવા મળ્યો હતો. પરંતુ શુક્રવારે પવનની દિશા બદલાઈને દક્ષિણ પશ્ચિમ નોંધાઇ હતી. 10 કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા દક્ષિણ-પશ્ચિમના પવનોને કારણે દિવસનું તાપમાન ૫ ડિગ્રી ગગડીને ૩૩.૨ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે લઘુત્તમ તાપમાન દોઢ ડિગ્રી વધારા સાથે ૨૬.૨ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. શહેરમાં શુક્રવારે હવામાં ૬૭ ટકા ભેજ નોંધાયો હતો. તાપમાનમાં પાંચ ડિગ્રીનો ઘટાડો નોંધાવા છતાં ગરમી યથાવત રહેવા પામી હતી. આગામી દિવસોમાં તાપમાનમાં વધઘટ ભલે નોંધાય ગરમીનો મિજાજ યથાવત રહેશે.
નવસારીમાં મહત્તમ તાપમાન સાડા ચાર ડિગ્રી ગગડ્યું
નવસારી : નવસારીમાં આજે મહત્તમ તાપમાન સાડા ચાર ડિગ્રી ગગડતા 33.5 ડિગ્રી નોંધાયું છે. જયારે લઘુત્તમ તાપમાન અઢી ડિગ્રી વધતા 24.5 ડિગ્રી નોંધાયું હતું.
નવસારીમાં ગત સોમવાર બાદથી મહત્તમ તાપમાનમાં વધારો થઇ રહ્યો હતો. છેલ્લા ત્રણ દિવસમાં 5.3 ડિગ્રી મહત્તમ તાપમાન વધતા દઝાડતી ગરમી પડી હતી. જ્યારે અકળાવનારો બફારો યથાવત રહ્યો હતો. જોકે ગત રોજથી ફરી મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. ગત રોજ ગરમીનો પારો 0.8 ડિગ્રી ગગડ્યો હતો. જ્યારે આજે શુક્રવારે મહત્તમ તાપમાન 3.5 ડિગ્રી ગગડ્યું છે. જેથી 2 દિવસમાં ગરમીનો પારો 5.3 ડિગ્રી ગગડ્યો છે. પરંતુ લઘુત્તમ તાપમાન અઢી ડિગ્રી વધ્યો હતો. નવસારીમાં આજે શુક્રવારે મહત્તમ તાપમાન 3.5 ડિગ્રી ગગડતા 33.5 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે લઘુત્તમ તાપમાન 2.5 ડિગ્રી વધતા 24.5 ડિગ્રી નોંધાયું હતું. શુક્રવારે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 92 ટકા હતું. જે બપોરબાદ ઘટીને 67 ટકાએ રહ્યું હતું. જ્યારે આજે દિવસ દરમિયાન દક્ષિણ-પશ્ચિમ દિશાએથી 8.3 કિ.મી. ની ઝડપે પવનો ફૂંકાયા હતા.