SURAT

સુરત: શિક્ષિકાના ચાલુ મોપેડે 40 હજાર રૂપિયા પડ્યા, પોલીસે એક કલાકમાં કેસનો નિકાલ કર્યો

સુરત: સુરત (Surat) ઉધના મગદલ્લા રોડની એક સોસાયટીમાં ચાલુ મોપેડમાંથી રોડ ઉપર પડી ગયેલા રોકડ રૂપિયા 40 હજાર CCTV ની મદદથી પોલીસે (Police) શિક્ષિકા બહેનને પાછા અપાવી પ્રશંસનીય કામગીરીનું જીવતું ઉદાહરણ બન્યા છે. એટલું જ નહીં પણ ફરિયાદ (FIR) આવ્યા ના એક કલાકમાં જ કેસનો નિકાલ કર્યો જે ખૂબ જ પ્રશંસનીય છે.

પીડિત શિક્ષિકાએ કહ્યું હતું કે રૂપિયા ઘર ખર્ચના હતા, મમ્મીના ઘરેથી લઈને પોતાના ઘરે આવી હતી. સોસાયટીમાં જ ઘરથી 50 મીટર ના અંતરે જ પેપર બેગમાંથી પડી ગયા હતા. જોકે CCTV માં રૂપિયા અને મોબાઇલ પડી જવાની ઘટના અને રૂપિયા ઉપાડતા મોપેડ સવાર બન્ને કેદ થઈ જતા પોલીસની મદદથી મહેનતના રૂપિયા પરત મળ્યા એ બદલ પોલીસ કર્મચારીઓનો આભાર વ્યક્ત કરીએ છીએ,

મળતી માહિતી મુજબ પ્રમિલાબેન્ન અલોકભાઈ બાગડી (રહે, A/2, ફ્લેટ નો.204 વસંત વિહાર સોસાયટી, બ્રેડલાઈનર CT લાઈટ) એ જણાવ્યું હતું કે તેઓ ઘરમાં જ બાળકોને ટ્યુશન આપી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થાય છે. ઘટના 13 મી બપોરની હતી. વેસુ રહેતા માતા-પિતા ના ઘરેથી ઘર ખર્ચ માટે રૂપિયા 40 હજાર લઈ ઘરે પરત આવી રહી હતી. ત્યારે હાલું મોપેડ એ પેપર બેગમાંથી રોકડ રૂપિયા અને મોબાઇલ સોસાયટીમાં જ પડી ગયા હતા. ઘરે પહોંચ્યા બાદ બેગમાં ડ્રાઇફૂટસ જ હતા. પૈસા અને મોબાઇલ ગાયબ હતા. આ જોઈ હોશ ઉડી ગયા હતા. દોડીને સોસાયટીમાં ગેટ તરફ જતા રસ્તામાંથી મોબાઇલ મળી આવ્યો હતો. જેથી મમ્મીના ઘર તરફ વેસુ સુધી ગયા બાદ પણ પૈસા મળ્યા ન હતા. જેથી પરત ફરતા એક બંગલામાં CCTV દેખાયા ને એમને વિનંતી કરી તો આખી ઘટના આંખ સામે આવી ગઈ હતી.

વધુમાં જણાવ્યું હતું કે ચાલુ મોપડે પૈસા અને મોબાઇલ પડી જતા અને ત્યારબાદ એક મિનિટમાં જ અન્ય મોપેડ સવાર મોબાઇલ છોડી પૈસા ઉપડતા CCTV માં કેદ થઈ ગયા હતા. બસ સીસીટીવીમાં દેખાતા ગાડી નંબર લઈ ને પોલીસ સ્ટેશન પહોંચી ગઈ હતી. મારી વાત સાંભળી બે પોલીસ કર્મચારીઓએ તાત્કાલિક RTO ની એપ્લિકેશનમાંથી ગાડી નંબર ના આધારે વાહન ચાલકનું સરનામું કાઢી ત્યાં પહોંચી ગયા હતા. અને રૂપિયા ઉપાડનાર વ્યક્તિએ પણ માનવતા દાખવી કોઈ પણ સવાલ વગર પૈસા આપી દીધા હતા.

જયરાજસિંહ વાઘેલા (પોલીસ કર્મચારી ખટોદરા) મહિલા બહેનની ફરિયાદ સાંભળી થોડું અઘરું લાગતું હતું. જો કે CCTV જોયા બાદ પૈસા ઉપડનાર વ્યક્તિનો વાહન નબદ મળી આવ્યો હતો. બસ આટલું મળી ગયા બાદ કેસનો નિકાલ કરવામાં ખૂબ જ સરળતા થઈ ગઈ હતી. રજિસ્ટ્રેશન નંબરના આધારે વાહન ચાલકનું સરનામું કાઢી તાત્કાલિક ઘરે દોડી જતા માત્ર રજુઆત જ કરવી પડી એટલે સામાવાળા એ પણ માનવતા દાખવી પૈસા એમની પાસે જ છે આ, લ્યો, એમ કહી દીધું હતું. આનંદ ની વાત એ હતી કે એક કલાકમાં જ કેસનો નિકાલ કરી દીધો હતો બીજી ખુશીની વાત એ હતી કે પૈસા શિક્ષિકા બહેનના હતા અને મહેનતના હતા, ઘર ખર્ચ ના હતા, આવા કાર્ય કરવાથી મન અને હૃદય બન્ને ખુશ થાય છે. આખું પરિવાર આભાર વ્યક્ત કરતું હતું. બસ આજ અમારા કામનું સર્ટીફીકેટ્સ કહી શકાય છે.

Most Popular

To Top