SURAT

સ્પાઇસ જેટ એરલાઇન્સ 1 ડિસેમ્બરથી સુરતથી મુંબઇ અને ભાવનગરની ફ્લાઇટ શરૂ કરશે

સુરત: (Surat) સ્પાઇસ જેટ (Spice Jet) એરલાઇન્સ 1 ડિસેમ્બરથી સુરતથી મુંબઇ (Mumbai) અને ભાવનગરની ફ્લાઇટ (Flight) શરૂ કરશે. સ્પાઇસ જેટ એર લાઇન્સે આ બંને ફ્લાઈટનું બુકિંગ પણ શરૂ કર્યું છે. સુરત એરપોર્ટના સૂત્રોના જણાવ્યા મુજબ બંને ફ્લાઈટના સ્લોટ મંજુર કરવામાં આવ્યા છે. 1 ડિસેમ્બરથી સ્પાઇસ જેટ સુરત-મુંબઇ-સુરતની ડેઇલી ફ્લાઇટ શરૂ કરશે. જ્યારે સુરત-ભાવનગરની ફ્લાઈટ સપ્તાહમાં ત્રણ દિવસ બુધવાર, ગુરૂવાર અને શનિવારે અવર જવર કરશે. એરલાઇન્સે સુરત-મુંબઇની ફ્લાઇટનું ટીકીટ ભાડું 3500 રૂપિયાની આસપાસ રાખ્યું છે જયારે ભાવનગર-સુરતની ફ્લાઇટ માટે ટિકિટનો દર 2500 સુધી રાખ્યું છે. સુરત- ભાવનગર ફ્લાઈટ માટે ઉડાન સ્કીમની નજીકનો ભાવ હોવાથી સુરતમાં કાપડ અને હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો સરળતાથી તેનો લાભ લઇ શકશે અત્યારે બાય રોડ ભાવનગર જવા માટે 10 થી 12 કલાકનો સમય લાગે છે. જે વિમાન માર્ગે 40 થી 50 મિનિટમાં પહોંચી શકાશે.

બંને ફ્લાઈટનું શિડયુલ જાહેર કરાયું

  • સુરતથી ઉપડશે. 06:30 કલાકે અને મુંબઇ 07:25 કલાકે પહોંચશે.
  • મુંબઇથી ઉપડશે 20ઃ25 કલાકે અને સુરત 21ઃ30 કલાકે આવશે
  • ભાવનગરથી 09ઃ10 કલાકે ઉપડી સુરત 10ઃ00 કલાકે આવશે.
  • સુરતથઈ 10ઃ20 કલાકે ઉપડી ભાવનગર 11ઃ00 કલાકે પહોંચશે.

સુરત એરપોર્ટનું નામ બદલવા કોળી સમાજની મિટીંગમાં ઠરાવ કરાયો, આ નામ રાખવા માંગણી કરાઈ

સુરત : (Surat) અખિલ ભારતીય કોળી સમાજ (રજી.) ન્યુ દિલ્હીની (New Delhi) રાષ્ટ્રીય પદાધિકારી તથા રાષ્ટ્રીય પ્રદેશ અધ્યોની એક મીટિંગ દાદા ભગવાન મંદિર, કામરેજ ચાર રસ્તા, નેશનલ હાઇ-વે નં. ૮, સુરત ખાતે રાષ્ટ્રીય અધ્યક્ષ અજીતભાઇ એન. પટેલના અધ્યક્ષસ્થાને મળી હતી. દેશના લગભગ ૧૮ કરોડ કોળી સમાજના લોકોના પ્રતિનિધિત્વ કરનાર અખિલ ભારતીય કોળી સમાજ સંસ્થા (રજિસ્ટર્ડ નવી દિલ્હી)ના સંગઠનમાં લાંબા સમયથી ચાલી રહેલ ગતિરોધ તેમજ સંશયની સ્થિતિ અંગે સંસ્થાના રાષ્ટ્રીય અધ્યક્ષ અજીતભાઈ પટેલે સ્પષ્ટ કરી દીધું છે કે, તેમની આગેવાનીમાં જે સંગઠન ચાલી રહ્યું છે તે જ વાસ્તવિક તથા સંવૈધાનિક રૂપથી માન્ય સંગઠન છે.

અત્રે ઉલ્લખનીય છે કે, કામરેજ ખાત યોજાયેલી આમીટિંગમાં સ્વ.સી. કે. પીઠાવાલા પરિવારના મહેશભાઇ પીઠાવાલા, લક્ષ્મીકાંતભાઇ પટેલ, ઋત્વીક મકવાણા અને મનુ ચાવડા ખાસ હાજર હતા અને એમની હાજરીમાં અખિલ ભારતીય કોળી સમાજની મીટિંગમાં સુરત એરપોર્ટનું નામ “ સી.કે. પીઠાવાલા એરપોર્ટ રાખવા માટે સર્વાનુમતે ઠરાવી, આગળની કાર્યવાહી અધ્યક્ષતથા કાર્યકારીણી કરશે. સાથે સાથે સ્વ.રાજાભાઇના ભાઇ નરેન્દ્રભાઇ પટેલ પણ મહેશભાઈ પણ આ મીટિંગમાં હાજર રહ્યાં હતા.

Most Popular

To Top