SURAT

થાઈલેન્ડની બે યુવતીઓ સુરતની આ હોટલમાં દેહવ્યાપાર કરતા ઝડપાઈ

સુરત(Surat): અલથાણ પોલીસ (Police) દ્વારા સ્પાના (Spa) દૂષણ સામે બે સ્થળે દરોડા (Raid) પાડવામાં આવ્યા હતા. તેમાં બે વિદેશી અને 3 ઉત્તર ભારતીય લલનાને છોડાવવામાં આવી હતી. પોશ વિસ્તારમાં આવેલી હોટલ કિંગડમ અને ભીમરાડ ખાતે સ્પાના નામે લલનાઓ દ્વારા દેહવેપાર કરવામાં આવતો હતો. હોટલ કિંગડમમાં વિદેશી લલનાઓને હોટલમાં (Hotel) જ રાખીને દેહવેપાર (Prostitution) કરાવવામાં આવતો હોવાની વિગત જાણવા મળી છે.

  • અલથાણ પોલીસ દ્વારા શ્યામ મંદિર પાસેના પેલેડિયમ પ્લાઝા અને ભીમરાડમાં દરોડા પડાયા
  • હોટલ કિંગડમ અને ફના સ્પામાં કુટણખાનું ચાલતું હતું, ફના સ્પાની 3 લલનાઓની પણ પુછપરછ

અલથાણ ખાતે શ્યામ મંદિર પાસે આવેલા પેલેડિયમ પ્લાઝામાં ત્રીજા માળે આવેલી હોટલ કિંગડમમાં આ કૂટણખાનું ચાલતું હતું. તેમાં થાઇલેન્ડની (Thailand) બે વિદેશી યુવતી દેહવેપારનો ધંધો કરતા ઝડપાઇ હતી. આ યુવતીની દેશમાં રહેવા માટેની છ માસની સમય અવધિ સમાપ્ત થઇ હોવા છતાં દેશમાં ગેરકાયદે રીતે આ યુવતીઓ હોટલ કિંગડમમાં રહી દેહ વ્યાપાર કરતી હતી. હોટલના સંચાલક રોહિત ડાહ્યા રાઠોડ (ઉં.વ.27)ની ધરપકડ કરવામાં આવી હતી. ગ્રાહકો પાસેથી 1500થી 2000 જેટલી રકમ લઇ 500 રૂપિયા તે દેહવિક્રય કરતી યુવતીઓને આપવામાં આવતા હતા.

અન્ય એક દરોડામાં ભીમરાડ કેનાલ પાસે આવેલા ફના સ્પા પર દરોડા કરવામાં આવ્યા હતા. તેમાં માલિક હમીદાબીબી ખાતુન (રહેવાસી : જય જલારામ સોસાયટી, ડીંડોલી રોડ ઉ. વર્ષ 40)ની ધરપકડ કરવામાં આવી હતી. આ ઉપરાંત તેની સાથે સંકળાયેલી 3 લલનાઓની પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. આ તમામ યુવતીઓ ઉતર ભારત તરફથી દેહ વેપાર માટે લાવવામાં આવી હોવાની વિગત જાણવા મળી છે.

Most Popular

To Top