SURAT

સુરતના આ વિસ્તારોમાં સ્પામાંથી વિદેશી યુવતીઓને બહાર લઈ જવાના એક રાત્રિના 50 હજારનો ભાવ

સુરત: (Surat) છેલ્લા બે-ત્રણ દિવસથી સુરત પોલીસ દ્વારા વેસુ સહિતના વિસ્તારોમાં સ્પામાં (Spa) દરોડા (Raid) પાડવામાં આવતાં સ્પા સંચાલકોમાં ફફડાટ ફેલાઇ ગયો છે. સાથે સાથે આ વિદેશી યુવતીઓને બહાર ફરવા લઇ જતા યુવકોમાં પણ સોપો પડી ગયો છે. પોલીસના (Police) કહેવા પ્રમાણે ત્રણથી ચાર જેટલા યુવકો ત્રણ-ચાર થાઇ સહિતની વિદેશી યુવતીઓને એક રાત્રિના 50 હજાર રૂપિયા ચૂકવી બહાર ફરવા માટે લઇ જઇ રેવ પાર્ટીઓ પણ કરતા હોય છે. આ દિશામાં પણ પોલીસે તપાસનાં ચક્રો ગતિમાન કર્યાં છે.

  • વેસુ વિસ્તારમાં ત્રણથી ચાર સ્પા ચલાવતો ભાવેશ ઉર્ફે ભાઉ મોટો કારીગર
  • પોલીસે ‘થાયા સ્પા’માં પાડેલા દરોડામાં વિગતો ખુલી, સ્પા માલિક ભાવેશ ઉર્ફે ભાઉ, અનિલ સહિત યુવતી સપ્લાઈ કરનાર વોન્ટેડ
  • ત્રણથી ચાર યુવકો ગ્રુપમાં થાઇ સહિતની વિદેશી યુવતીઓને લઈ જઈ રેવ પાર્ટીઓ પણ કરે છે
  • થાઈ યુવતીઓને આખી રાત માટે લઈ જઈ નેકેડ પાર્ટી પણ કરવામાં આવી રહી છે

પ્રાપ્ત વિગતો મુજબ રવિવારે બપોર બાદ ઉમરા પોલીસની ટીમ દ્વારા વેસુ, પાર્લે પોઇન્ટ અને અઠવાલાઇન્સ વિસ્તારના ‘થાયા સ્પા’ સહિત અન્ય સ્પામાં દરોડા પાડવામાં આવ્યા હતા. અહીંથી પોલીસે ‘થાયા સ્પા’ના મેનેજર મુકેશ પટેલ તેમજ સંચાલક જીરાપત નેબકલંગની સાથે 41 જેટલા યુવકોની ધરપકડ કરી હતી. પોલીસે સ્પાના માલિક ભાવેશ ઉર્ફે ભાઉ જાદવ અને અનિલ તેમજ વિદેશી યુવતીઓ મોકલનાર લમાઈ ઉર્ફે સ્માઈલી ચીમનખોનબુરીને વોન્ટેડ જાહેર કરી હતી. સોમવારે આ તમામને કોર્ટમાં રજૂ કરી જેલમાં મોકલી દેવાયા હતા. બીજી તરફ પોલીસે ચારેય સ્પામાંથી કઢંગી હાલતમાં વિદેશી યુવતીઓને પકડી પાડી હતી. થાઇલેન્ડ સહિતની યુવતીઓ વર્ક પરમિટ ઉપર આવી હતી કે પછી વિઝિટ વિઝાના બહાને દેહવ્યાપાર કરતી હતી તે દિશામાં તપાસ શરૂ કરાઇ છે.

પોલીસે તમામ વિદેશી યુવતીઓના પાસપોર્ટ કબજે લઇ વિગતવાર પૂછપરછ શરૂ કરી છે. પોલીસના કહેવા પ્રમાણે સ્પાના સંચાલકો અને માલિકો દ્વારા પોતાનાં ગ્રુપમાં થાઇ યુવતીઓના ફોટા શેર કરે છે, અને ગ્રુપમાં ચારથી પાંચ વિદેશી યુવતીઓને બહાર ફાર્મ હાઉસ તેમજ ફ્લેટ અને અન્ય પ્રાઇવેટ જગ્યાએ ફરવા માટે મોકલાવે છે. આ સ્પા સંચાલકો ચારથી પાંચ યુવતીઓના એક રાત્રિના 50 હજાર રૂપિયા લેતા હોવાનું પણ કહેવાઇ રહ્યું છે. પોલીસ દ્વારા આ વિદેશી યુવતીઓ ક્યાંથી અને કેવી રીતે આવે છે તેમજ રાત્રે કોની સાથે ફરે છે તે દિશામાં તપાસ કરે તો શહેરનાં મોટાં માથાંનાં નામો પણ બહાર આવે તેવી શક્યતા છે.

સ્પાના માલિક ભાઉ ઉર્ફે ભાવેશ જાદવ અને અનિલ દ્વારા અન્ય બીજી ત્રણ સ્પા ચલાવવામાં આવે છે
પોલીસે પકડેલા ‘થાયા સ્પા’ના માલિક ભાવેશ ઉર્ફે ભાઉ જાદવ અને અનિલ દ્વારા પોતાની જ માલિકીના સબાઈડી, રેડ અર્બન સહિત અન્ય ત્રણ સ્પા ચલાવવામાં આવી રહ્યા છે. જે રીતે થાયા સ્પામાં કુટણખાનું પકડાયું તેવી જ રીતે આ અન્ય સ્પામાં પણ આવા જ ગોરખધંધા ચાલી રહ્યા હોવાની સંભાવના છે. પોલીસ આ સ્પામાં પણ દરોડા પાડે તે જરૂરી છે.

Most Popular

To Top